E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : નાસામાંથી નિવૃત્તિ બાદ સુનિતા વિલિયમ્સનો અનોખો અંદાજ, કેરળના કાફેનો વીડિયો...

National : નાસામાંથી નિવૃત્તિ બાદ સુનિતા વિલિયમ્સનો અનોખો અંદાજ, કેરળના કાફેનો વીડિયો થયો વાયરલ

સુનિતા વિલિયમ્સે ભારત મુલાકાત દરમિયાન કેરળમાં એક કાફેમાં સામાન્ય નાગિરકની જેમ ફાલુદાનો સ્વાદ માણ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આ વીડિયો કેરળના એક કાફેનો છે. આ કાફે દ્વારા જ અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સની હળવી ક્ષણનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં અવકાશયાત્રીની સાદગી જોઈ લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. જણાવી દઈએ કે સુનિતા વિલિયમ્સે હાલમાં જ નાસામાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. સુનિતા વિલિયમ્સે ભારત મુલાકાત દરમિયાન કેરળમાં એક કાફેમાં સામાન્ય નાગિરકની જેમ ફાલુદાનો સ્વાદ માણ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આઉટલેટે લખ્યું, “આ અમારા માટે એક યાદગાર અને ગર્વની ક્ષણ છે. અવકાશથી અમારા સ્ટોર સુધી, તે એક સ્વપ્ન જેવું છે.” આ અદ્ભુત ક્ષણ છે જેને અમે ક્યારેય ભૂલીશું નહીં. વીડિયોના ટિપ્પણી વિભાગમાં, લોકો સુનિતાની સાદગી અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી રહ્યા છે. યુર્ઝસે સુંદર પ્રતિક્રિયા આપતા લખ્યું કે આ એ માણસ છે જેણે આપણને મોટા સપના જોવાનું શીખવ્યું. તો અન્ય યુઝર્સે લખ્યું કે જયાં અવકાશ યાત્રી બેઠા હતા એ ટેબલ હંમેશા માટે અનામત રાખવું જોઈએ. બીજા એક યુઝરે તેની સાદગી અને આત્મવિશ્વાસની પ્રશંસા કરતા લખ્યું, “તે ખૂબ જ નમ્ર અને સરળ છે.

મહત્વનું છે કે પ્રખ્યાત ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તાજેતરમાં કેરળની મુલાકાતે જોવા મળ્યા હતા. કોઝિકોડમાં, સુનિતાએ લોકપ્રિય આઉટલેટ પર રોકાઈને ફાલુદાનો સ્વાદ માણ્યો. વાયરલ વીડિયોમાં, સુનિતા પીચ રંગની ટી-શર્ટમાં સરળ અને ખુશખુશાલ દેખાઈ રહી છે. તેમની આસપાસના લોકો તેમને મળવા માટે ઉત્સાહિત દેખાતા હતા.

જણાવી દઈએ કે સુનિતા વિલિયમ્સે તાજેતરમાં 27 વર્ષની સેવા બાદ નાસામાંથી નિવૃત્તિ લીધી છે. નાસા અનુસાર, તેમની નિવૃત્તિ 27 ડિસેમ્બર, 2025 થી અમલમાં આવશે સુનિતા વિલિયમ્સે અવકાશ મિશન પર ઉત્કૃષ્ટ કાર્ય કર્યું અને તેમના નેતૃત્વ દ્વારા ભવિષ્યના અવકાશ સંશોધન અને વ્યાપારી મિશન માટે માર્ગ મોકળો કર્યો. તેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના ત્રણ મિશન પૂર્ણ કર્યા અને અસંખ્ય રેકોર્ડ બનાવ્યા. તેમનું યોગદાન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments