કેનેડાના પીએમ ભારતના પ્રવાસે છે. ત્યારે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે મળેલી દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ હાલમાં ચાલી રહેલા યુદ્ધને લઇને મહત્વની વાત કરી.
કેનેડાના PM માર્ક કાર્ની ભારતની મુલાકાતે છે. સોમવારે દિલ્હીમાં તેઓ PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને નેતાઓ રાષ્ટ્રીય રાજધાનીના હૈદરાબાદ હાઉસમાં મળ્યા હતા. મુલાકાત દરમિયાન, બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો, ત્યારબાદ દ્વિપક્ષીય મુલાકાત થઈ.વડા પ્રધાન મોદી અને તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્નીએ વેપાર, ઊર્જા અને મહત્વપૂર્ણ ટેકનોલોજીના ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા. બેઠક દરમિયાન, પીએમ મોદીએ કેનેડાને ભારતનો સારો મિત્ર ગણાવ્યું. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સકારાત્મકતામાં સુધારો થયો છે, અને આનો શ્રેય પીએમ કાર્નીને જાય છે.

હાલમાં ચાલી રહેલા યુદ્ધને લઇને પીએમ મોદીએ કહ્યું કે ભારત અને કેનેડા વચ્ચે થયા મહત્વના કરાર થયા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત હંમેશા શાંતિના ક્ષમાં છે. મિડલ ઇસ્ટની સ્થિતિ ચિંતાજનક છે. વાતચીતથી સમાધાન કાઢો. ભારત શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે. માર્ક કાર્ને સાથે મુલાકાત બાદ, પીએમ મોદીએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ પ્રતિક્રિયા આપી. વડા પ્રધાન મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અમારા માટે ખૂબ ચિંતાનો વિષય છે. અમે સંવાદ અને રાજદ્વારી વિશે વાત કરી રહ્યા છીએ. અમે આ દેશોમાં ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ દેશો સાથે સંપર્કમાં રહીશું.


