E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : ભોપાલની રવિન્દ્રનાથ ટાગોર યુનિવર્સિટી યોજિત --

National : ભોપાલની રવિન્દ્રનાથ ટાગોર યુનિવર્સિટી યોજિત —

” શોધ – શિખર ” નામની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગણપત યુનિવર્સિટીને પાંચ પ્રાઈઝની મૂલ્યવાન સિદ્ધિ !

800 રિસર્ચ-પેપર્સ અને 86 જેટલાં ઇનોવેટિવ પ્રોજેક્ટ્સની રજૂઆતો વચ્ચે ગણપત યુનિવર્સિટીના અભ્યાસુ – સંશોધક વિદ્યાર્થીઓની ઝળહળતી ફતેહ !

પ્લેટિનમ અને સિલ્વર પ્રાઈઝ ઉપરાંત રોકડ ઇનામો પણ એનાયત થયાં !

ભોપાલની એક સુપ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ” રવિન્દ્રનાથ ટાગોર યુનિવર્સિટી ” દ્વારા તાજેતરમાં યોજાઈ ગયેલી –
પાંચમી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને ઇનોવેટિવ કોમ્પિટિશન —
” શોધ – શિખર : 2026 “માં ગણપત યુનિવર્સિટીના પ્રતિભાશાળી અને અભ્યાસુ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી પુરસ્કારો જીતવાની મૂલ્યવાન સિદ્ધિ મેળવી છે !

આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને ઇનોવેટિવ કોમ્પિટિશનમાં દુનિયાભરના અનેક દેશોના બુદ્ધિશાળી વિદ્યાર્થીઓના 800થી વધારે રિસર્ચ – પેપર્સ તો 86 ઈનોવેટિવ પ્રોજેક્ટ્સ રજુ થયા હતા, ઉપરાંત 49 જેટલાં ” આઈડિયાઝ “ની ઉત્પાદન ક્ષમતા, બજારની માંગ, માર્કેટિંગ અને સેલ્સ તેમજ તેની નફાકારકતાના સંદર્ભે રજૂઆતો થઇ હતી.

ગણપત યુનિવર્સિટીના કુલ 35 જેટલાં વિદ્યાર્થીઓએ આ વૈશ્વિક પરિષદ તેમજ સ્પર્ધામાં ભાગ લઇ પોતાની બુદ્ધિશક્તિ અને સર્જનાત્મક ક્ષમતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું જેનું યુનિવર્સિટીના ” સેન્ટર ફોર એડવાન્સ રિસર્ચ સ્ટડીઝ ” દ્વારા માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.

આ ” શોધ – શિખર : 2026 ” પરિષદ અને સ્પર્ધામાં ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા 16 ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ અને 5 રિસર્ચ પેપર્સ રજુ કરવામાં આવ્યા હતા જેમાંથી ચાર પ્રોજેક્ટ્સને અને એક રિસર્ચ પેપરને — એમ કુલ પાંચ મોટા અને મહત્વના એવોર્ડ્સ જીતવામાં ગણપત યુનિવર્સિટીના અભ્યાસુ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા મળી હતી.

આ સિદ્ધિની પ્રાપ્તિમાં ગણપત યુનિવર્સિટીના પ્રોજેક્ટ્સ અને રિસર્ચ-પેપરની ઊંચી કક્ષા, એમની મૌલિકતા, જમીની વાસ્તવો સાથેનું અનુસંધાન… જેવાં પરિબળો જ મુખ્ય આધાર બની રહ્યા હતા.

પ્રોજેક્ટ શ્રેણીમાં —
— ( 1 ) ” અલ્ટ્રાસોનિક ગ્લાસિસ ફોર બ્લાઇન્ડ ” – નામનો પ્રોજેક્ટ શ્રી હિમાંશુ માડમ તથા શ્રી પ્રશાંત સિંઘે રજુ કર્યો હતો જેનું માર્ગદર્શન પ્રો. નિધિ.એમ. જોશીએ કર્યું હતું.
આ પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત
” પ્લેટિનમ ” પ્રાઈઝ અને રોકડા રૂપિયા 20,000/=નું ઇનામ પણ મળ્યું હતું.
— ( 2 ) ” સ્કાય ટ્રેક એઆઈ ” નામનો પ્રોજેક્ટ શ્રી વિવેક જયંતીભાઈ નાયી નામના વિદ્યાર્થીએ રજુ કર્યો જેને ડૉ. મેઘના પટેલ અને પ્રો. ધવલ રાવલે મેન્ટર કર્યો હતો. આ પ્રોજેક્ટને ” સિલ્વર પ્રાઈઝ ” અને રોકડા રૂપિયા 10,000/=નું
ઇનામ પણ મળ્યું હતું.
— ( 3 ) ” સ્માર્ટ ફાર્મિંગ એગ્રિકલ્ચર એપ્લિકેશન
રોબોટ ” નામના પ્રોજેક્ટને વિદ્યાર્થીઓ શ્રી સારંગ કે. પટેલ, શ્રી વિક્રમસિંહ ઝાલા અને શ્રી સૌમ્ય જે. પટેલે રજુ કર્યો હતો જેનું માર્ગદર્શન પ્રો. દર્શન આર. પટેલે કર્યું હતું. આ પ્રોજેક્ટને કોન્સોલેશન પ્રાઈઝ તેમજ રોકડા રૂપિયા પાંચ હજારનું ઇનામ મળ્યું હતું.
— ( 4 ) ” ઓટોમેટેડ પાઇરેટ ડિટેકશન એન્ડ ડિફેન્સ સિસ્ટમ ફોર મરચન્ટ વેસલ ” નામનો પ્રોજેક્ટ શ્રી સંપ્રિત સહા અને શ્રી આયુષકુમાર સિંઘ નામના વિદ્યાર્થીઓએ રજુ કર્યો હતો, તો તેનું માર્ગદર્શન પ્રો. અરુણકુમાર રથીએ કર્યું હતું જેને પણ કોન્સોલેશન પ્રાઈઝ તેમજ રોકડા રૂપિયા પાંચ હજાર નું ઇનામ પણ એનાયત થયું હતું.

રિસર્ચ પેપરની કક્ષામાં —
” જીસીએન બેઝ ગ્રાફ ક્લાસિફિકેશન “
નામનું સંશોધન -પેપર શ્રી દેવર્ષી પટેલ અને ડૉ. મેઘના પટેલે રજુ કર્યું હતું જેને
” પ્લેટિનમ પ્રાઈઝ ” તેમજ રોકડા રૂપિયા 10,000/=નું ઇનામ પણ પ્રાપ્ત થયું હતું.

અભ્યાસુ સંશોધક વિદ્યાર્થીઓની આ મૂલ્યવાન સિદ્ધિને યુનિવર્સિટીના માનનીય જોઈન્ટ પ્રેસિડેન્ટ અને ગ્રુપ પ્રો ચાન્સેલર પ્રો. ડૉ. શ્રી મહેન્દ્ર શર્મા, માનનીય ડાયરેક્ટર જનરલ પ્રો. ડૉ. રાકેશ પટેલ, પ્રો વાઇસ ચાન્સેલર ડૉ. ગિરીશ પટેલ તેમજ યુનિવર્સિટીના રિસર્ચ અને ડેવલપમેન્ટ ડાયરેક્ટર પ્રો. ડૉ. શ્રી અજયકુમાર ગુપ્તાએ હૃદયપૂર્વક બિરદાવી ધન્યવાદ પાઠવ્યા હતા.
ભોપાલની ટાગોર યુનિવર્સિટીએ આ સિદ્ધિઓ માટે વિદ્યાર્થીઓની અને સમાજ માટે ઉપયોગી અને અર્થપૂર્ણ સંશોધનો માટેની ગણપત યુનિવર્સિટીની પ્રતિબધ્ધતા અર્થે ભારે સરાહના કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments