E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : મિત્ર સાથે ફરવા આવેલી યુવતી પર 7 નરાધમોએ વારાફરતી કર્યો...

National : મિત્ર સાથે ફરવા આવેલી યુવતી પર 7 નરાધમોએ વારાફરતી કર્યો ગેંગરેપ, આસામમાં ભયાનક ઘટના

આસામના કછાર જિલ્લાના સિલચર શહેર પાસે પોતાના પુરુષ મિત્ર સાથે ફરવા આવેલી 28 વર્ષીય યુવતી પર સાત શખ્સોએ કથિત રીતે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું અને તેની પાસેથી બળજબરીથી પૈસા પણ પડાવ્યા હતા. પોલીસે મંગળવારે આ જાણકારી આપી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પીડિતાએ 19 ફેબ્રુઆરીએ બનેલી આ ઘટના અંગે ફરિયાદ કરી હતી, જેના આધારે FIR નોંધવામાં આવી છે.

ઘટના અંગે મળતી વિગતો અનુસાર , પીડિતાએ બે વ્યક્તિઓની ઓળખ કરી હતી. જેમને પોલીસે ઝડપી લીધા છે. અન્ય પાંચ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, સાત અજાણ્યા પુરુષોએ વારાફરતી તેની સાથે દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ તેને એક આરોપીના ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કરવા મજબૂર કરી હતી.

શરૂઆતમાં આ મામલે મૌન સેવનારી પોલીસ ત્યારે હરકતમાં આવી જ્યારે મંગળવારે સિલચરના એક પત્રકાર પર આરોપીના પરિવારજનોએ હુમલો કર્યો. પત્રકારે દાવો કર્યો કે, નેશનલ હાઈવે રોડ પોલીસ સ્ટેશન પાસે તેને રોકીને માર મારવામાં આવ્યો હતો. આરોપીના પરિવારે સવાલ કર્યો હતો કે, પત્રકારે આ ઘટનાના સમાચાર કેમ આપ્યા? આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર મામલો વાયરલ થયો હતો.

પીડિતાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, યુવતી સિલચર શહેરથી થોડા કિલોમીટર દૂર બાયપાસ રોડ પર તેના મિત્ર સાથે કારમાં હતી. ત્યારે જ એક SUVમાં સવાર થઈને કેટલાક લોકો આવ્યા અને તેમના પર હુમલો કર્યો. આરોપીઓએ તેના મિત્રની સામે જ એક પછી એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવ (તૃણમૂલ કોંગ્રેસ) એ પણ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કછાર જિલ્લાના પોલીસ અધિક્ષક સાથે મુલાકાત કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે આ મામલાને દબાવવાનો કોઈપણ પ્રયાસ સાંખી લેવામાં આવશે નહીં.

સિલચર સદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે:

કલમ 70(1): સામૂહિક દુષ્કર્મ

કલમ 308(5): જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી વસૂલવી

કલમ 310(2): લૂંટફાટ

કલમ 76: મહિલાના વસ્ત્રો ઉતારવાના ઈરાદે ફોજદારી બળનો પ્રયોગ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments