પોલીસના જણાવ્યા અનુસાર, કાર નંબર MH01DT7823 ના ડ્રાઈવર મુકેશ પ્રદીપ સિંહે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ગેટ નંબર 4 ની સામે આસિફ અહેમદ શેખ નામના એક વ્યક્તિને અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર ગેટ નંબર 6 ની સામે ત્રણ રાહદારીઓને ટક્કર મારી હતી.
મુંબઈના કફ પરેડમાં એક કારે ચાર લોકોને ટક્કર મારી હતી, જેમાં એકનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, કાર નંબર MH01DT7823 ના ડ્રાઈવર મુકેશ પ્રદીપ સિંહે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ગેટ નંબર 4 ની સામે આસિફ અહેમદ શેખ નામના એક વ્યક્તિને અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર ગેટ નંબર 6 ની સામે ત્રણ રાહદારીઓને ટક્કર મારી હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના ડ્રાઈવરની સંપૂર્ણ બેદરકારીનો મામલો લાગે છે.

નવી મુંબઈ પોલીસ કમિશનરેટમાં કાર્યરત 36 વર્ષીય સિનિયર ક્લાર્ક પ્રસેનજીત ગૌતમ ધડસેનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એજીએમ નિતેશ કુમાર મંડલ અને એસબીઆઈ કેપિટલના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ સુજય કુમાર વિશ્વાસ (35) ઘાયલ થયા હતા. ઘાયલોની બોમ્બે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડ્રાઈવર વિરુદ્ધ કલમ 179/2022 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


