કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી ઘટાડી છે. તેના કારણે દેશમાં તેલ સસ્તું થઈ શકે છે. નાણાં મંત્રાલય અનુસાર, નવા દરો 24 સપ્ટેમ્બરથી લાગુ થશે. સરકારે ક્રૂડ સોયા અને ક્રૂડ પામ ઓઇલ પરની ડ્યુટી 10%થી ઘટાડીને 5% કરી છે.
રિફાઇન્ડ સોયા અને રિફાઇન્ડ પામ ઓઇલ પરની ડ્યુટી 32.5%થી ઘટાડીને 27.5% કરવામાં આવી છે. ક્રૂડ સૂર્યમુખી તેલ પરની ડ્યુટી 10%થી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે.
રિફાઇન્ડ ઓઇલ પર પણ ડ્યુટી ઘટી
રિફાઇન્ડ સૂર્યમુખી તેલ પરની કસ્ટમ્સ ડ્યુટી 32.5%થી ઘટાડીને 22.5% કરવામાં આવી છે. આ ઘટાડાથી ખાદ્ય તેલોના આયાત ખર્ચમાં ઘટાડો થવાની આશા છે. તેના કારણે ગ્રાહકોને કિંમતોમાં રાહત મળી શકે છે.જોકે, ગ્રાહકોને મળતી રાહત સપ્લાય ચેઇનમાં ડ્યુટી ઘટાડાનો લાભ કેવી રીતે આગળ પહોંચાડવામાં આવે છે તેના પર નિર્ભર રહેશે.

ભારતમાં પામ, સરસવ અને મગફળીના તેલનો ઉપયોગ
પામ તેલ: આ સૌથી સસ્તું હોય છે, તેથી બહારનું ખાવાનું, નમકીન, બિસ્કિટ અને ઢાબાઓમાં તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે.
સોયાબીન તેલ: આ હલકું અને સસ્તું હોવાથી ભારતીય ઘરોની રસોઈમાં રોજિંદા ભોજન બનાવવા માટે સૌથી લોકપ્રિય છે.
સરસવનું તેલ: ઉત્તર અને પૂર્વ ભારતની પહેલી પસંદ, જે પોતાના તીખા સ્વાદ અને આરોગ્યપ્રદ ગુણોને કારણે જાણીતું છે.
સૂર્યમુખીનું તેલ: આ પચવામાં હળવું માનવામાં આવે છે, તેથી શહેરી ઘરોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો તેનો બહોળો ઉપયોગ કરે છે.
મગફળીનું તેલ: ગુજરાત અને દક્ષિણ ભારતમાં મુખ્યત્વે ઉપયોગમાં લેવાતું આ તેલ પકોડાં અથવા ડીપ-ફ્રાઇંગ જેવી વાનગીઓ માટે ઉત્તમ છે.


