લોકસભામાં આજે બીજા દિવસે પણ ભારે હંગામો ચાલી રહ્યો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંસદમાં બોલતા અટકાવવાના વિરોધમાં વિપક્ષના કેટલાક સાંસદો નારાજ થયા હતા અને તેઓએ અધ્યક્ષ કૃષ્ણ પ્રસાદ તેન્નેટી તરહફ પેપર ફેંક્યા હતા. જેને લઈને અધ્યક્ષે વિપક્ષના છ સાંસદોને બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
હોબાળાના કારણે આજે લોકસભામાં સતત ત્રણ વખત કાર્યવાહી અટકાવી પડી હતી. ત્યારબાદ ત્રણ વાગે ચોથી વખત કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે વિપક્ષના સભ્યો તરફથી અધ્યક્ષ તરફ પેપર ઉછાડવામાં આવ્યા હતા, જેને લઈને વિપક્ષના છ સભ્યોને બજેટ સત્રની કામગીરીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ પેપર ઉછાળનારા સભ્યોને બાકીના સત્રોમાંથી સસ્પેન્ડ કરવા માટેનો પ્રસ્તાવ આપ્યા બાદ તેને ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવ પસાર થયા છતાં વિપક્ષના સભ્યોએ અધ્યક્ષ પર કાગળો ફેંક્યા હતા.

વિપક્ષના સભ્યોની હરકતને લઈને અધ્યક્ષ નારાજ થયા હતા અને તેમણે નિયમ-374 હેટળ સાંસદો મણિકમ ટેગોર, ગુરજીત ઔજલા, રાજા વડિંગ, હિબી ઈડન, કિરણ રેડ્ડી અને વેંકટ રમનને બાકીના સત્રમાં સસ્પેન્ડ કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે સતત બીજા દિવસે સંસદમાં ભાષણ આપી શક્યા નહીં. તેઓ લોકસભામાં ડોકલામ તથા ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવવા માંગતા હતા. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન આજે સતત બીજા દિવસે ભારે હોબાળો ચાલી રહ્યો છે. રાહુલ બાદ સમાજવાદી પાર્ટી, તૃમણુલ કોંગ્રેસ પાર્ટી અને અન્ય વિપક્ષની પાર્ટીઓના સાંસદોએ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો. સાંસદો રાહુલ ગાંધીના સમર્થનમાં વેલ આવી ગયા હતા અને અધ્યક્ષ તરફ પેપરો ઉછાળ્યા હતા.


