HomeIndiaNational : વિપક્ષ બિલોને પસાર કરાવે તો, ફોટો છપાવી ક્રેડિટ આપવા તૈયાર...

National : વિપક્ષ બિલોને પસાર કરાવે તો, ફોટો છપાવી ક્રેડિટ આપવા તૈયાર : મોદી

કેન્દ્ર સરકારે મહિલા અનામત બિલ, સીમાંકન બિલ અને વસતી ગણતરી બિલને મંજૂરી માટે બજેટ સત્રને લંબાવીને બોલાવેલું ત્રણ દિવસનું વિશેષ સત્ર ગુરુવારથી શરૂ થયું છે. આ સત્રના પહેલા દિવસે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલ પર બધા જ વિપક્ષને સાથે આવવાની અપીલ કરી હતી અને આ બિલો પસાર કરાવવાની રાજકીય ક્રેડિટ પણ તેમને આપવાની ઓફર કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે લોકસભામાં જણાવ્યું કે, વિપક્ષ મહિલા અનામત બિલને રાજકીય ત્રાજવે ના તોલે. સરકાર આ બિલના પસાર થવાની ક્રેડિટ લેવા માગતી નથી. બધા પક્ષોએ સાથે મળીને આ બિલ પસાર કરવું જોઈએ. વિપક્ષ  ઈચ્છે તો તેની ક્રેડિટ તેઓ લઈ શકે છે. તેમણે વિપક્ષને ઓફર આપતા કહ્યું કે, હું આપને બ્લેન્ક ચેક આપી રહ્યો છું. તમે એમ ઈચ્છતા હોવ કે આ બિલ પસાર કરવાની ક્રેડિટ તમને મળે તો અમે સરકારી નાણાંથી તમારા બધાની તસવીરો છપાવવા તૈયાર છીએ, પરંતુ વિપક્ષે આ બિલને ગૃહમાંથી પસાર કરવા દેવું જોઈએ.વડાપ્રધાને વિપક્ષને ચેતવણી પણ આપી કે મહિલા અનામત બિલનો વિરોધ કરનારા પક્ષોએ તેની કિંમત ચૂકવવી પડશે. દેશની ૫૦ ટકા મહિલા વસતીને નીતિ-નિર્માણમાં સામેલ કરવી એ વર્તમન સમયની માગ છે. આ નિર્ણય ૨૫-૩૦ વર્ષ પહેલા થઈ જવો જોઈતો હતો. તેમણે ૨૦૨૪ની ચૂંટણીને ટાંકીને કહ્યું કે, બધા જ પક્ષોની સહમતિથી આ મુદ્દો પસાર થયો હતો, તેથી કોઈને ફાયદો કે નુકસાન થયા નહીં. આ બિલને મંજૂરી મહિલાઓની ગ્રાસરૂટ લીડરશિપને માન્યતા આપવાની રાજકીય સમજદારી છે.

સીમાંકન મુદ્દે દક્ષિણના રાજ્યોની બેઠકો ઘટવાના આક્ષેપોને વડાપ્રધાન મોદીએ નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે, સીમાંકનની કાર્યવાહીમાં ઉત્તર કે દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ, નાના કે મોટા કોઈ રાજ્ય સાથે કોઈ ભેદભાવ નહીં કરવામાં આવે. લોકસભામાં બેઠકોની સરેરાશ પહેલાની જેમ જ જળવાઈ રહેશે. તમે ઈચ્છતા હોય તો આ મારું વચન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments