HomeIndiaNational : સરકારી શાળાઓમાં મંજૂરી વિના બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત,...

National : સરકારી શાળાઓમાં મંજૂરી વિના બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત, સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

સ્કૂલ ઠીક કરો અભિયાન વચ્ચે સુપ્રીમ કોર્ટે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સરકારની સરકારી શાળાઓમાં બહારના લોકો, પત્રકારો, યૂટ્યૂબર્સ, સોશિયલ મીડિયા યૂઝર્સ અને સિવિલ સોસાયટી પ્રતિનિધિઓના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી પર સુનાવણીનો ઈનકાર કર્યો હતો. કોર્ટે બંધારણની કલમ 32 અંતર્ગત અરજી સ્વીકાર કરવાની ના પાડી હતી. 

શું છે મામલો

ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી સ્કૂલમાં બહારના લોકો, પત્રકારો, યુટ્યુબર્સ, સોશિયલ મીડિયા વપરાશકર્તા અને અન્ય પ્રતિનિધિઓના પ્રવેશ અને સ્કૂલમાં ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ઈન્ટરવ્યૂ, ઓડિયો રેકોર્ડિંગ અને લાઈવસ્ટ્રિમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધના આદેશને પડકારનારી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે.

કોંક્રોચ જનતા પાર્ટી સમર્થિત ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન દરમિયાન સામે આવેલા વીડિયો અને લખનઊની એક શાળામાં યૂટ્યૂબર્સ દ્વારા પરવાનગી વગર ઘૂસીને શિક્ષિકાઓ પર દબાણ લાવવા જેવી ઘટનાઓ પછી વધ્યો હતો. આ અભિયાન કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે દ્વારા ચલાવવામાં આવ્યું હતું. આ હેઠળ ઘણા રાજ્યોમાંથી ઇન્ફ્લુએન્સર્સ શાળાએ જઈને ત્યાંની ખામીઓ વિશે રિપોર્ટ કરતા હતા.

આ બાબતે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોએ શાળાઓમાં વીડિયોગ્રાફી અને પરવાનગી વગર પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના પર અરજદારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે રાજ્યોના આ પ્રતિબંધો બંધારણની કલમ 14, 19, 21 અને 21-A હેઠળ નાગરિકોને મળેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સ્વતંત્ર રીતે શાળાઓની સ્થિતિનું દસ્તાવેજીકરણ કરવાથી ત્યાંની ખામીઓ (જેમ કે શૌચાલય, પીવાનું પાણી, મિડ-ડે મીલ અને માળખાગત સુવિધાઓ) સામે આવી શકે છે.

રાજસ્થાને 16 ઓગસ્ટ 2026 અને ઉત્તર પ્રદેશે 19 ઓગસ્ટ 2026ના રોજ શિક્ષણ અધિકારીઓ દ્વારા આદેશ બહાર પાડીને પૂર્વ પરવાનગી વિના શાળા પરિસરમાં પ્રવેશ, ફોટોગ્રાફી, ઇન્ટરવ્યૂ અને લાઈવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

ન્યાયાધીશ પી. એસ. નરસિમ્હા અને ન્યાયાધીશ આલોક અરાધેની ખંડપીઠે અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે અમે કલમ 32 હેઠળ આ અરજી પર સુનાવણી કરવા તૈયાર નથી. વકીલ નરેન્દ્ર મિશ્રાની આ અરજીમાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સરકારો દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રોને પડકારવામાં આવ્યા હતા, જે અંતર્ગત આ બંને રાજ્યોએ  સરકારી શાળાઓમાં બહારના લોકોના પ્રવેશ અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ  મૂક્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો, જેને રાજ્યો દ્વારા લાગુ કરવામાં આવેલી પૂર્વ-સમંતિની વ્યવસ્થા હાલના તબક્કે યથાવત્ રાખવાની રહેશે, એમ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments