હિમાચલ પ્રદેશમાં એઆઇ સમિટમાં પ્રદર્શન કરનાર ત્રણ યુવા કૉંગ્રેસ વર્કરોને શિમલા જિલ્લાના રોહડમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હવે સોલન પોલીસે તમામને રોકી લીધા છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં પોલીસે દિલ્હી પોલીસના 20 જવાનોને કસ્ટડીમાં લીધા છે. એઆઇ સમિટ પ્રદર્શન મામલે હિમાચલ અને દિલ્હી પોલીસ આમને-સામને આવી છે. એઆઇ સમિટ પ્રદર્શનમાં યૂથ કોંગ્રેસના ત્રણ કાર્યકરોને શિમલાના જિલ્લા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. અને એસીજેએમ કોર્ટ નંબરમાં 2માં તેમને રજૂ કરાવાના હતા.
દિલ્હીમાં AI સમિટ દરમિયાન, યુવા કોંગ્રેસના કાર્યકરોએ શર્ટલેસ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આરોપીઓમાંથી એક, જીતેન્દ્ર સિંહ, દિલ્હીના હિમાચલ સદનમાં રોકાયો હતો. આ પછી, દિલ્હી પોલીસની ટીમે મધ્યરાત્રિએ હિમાચલ સદનમાં દરોડો પાડ્યો હતો. જેના કારણે હોબાળો મચ્યો હતો. મંગળવારે દિલ્હીથી શિમલા પરત ફર્યા બાદ મુખ્યમંત્રી સુખુએ પણ આ મામલે નિવેદન જાહેર કર્યું હતું.

દિલ્હી પોલીસની કાર્યવાહી અંગે, મુખ્યમંત્રી સુખુએ જણાવ્યું હતું કે તે બંધારણીય પ્રક્રિયાની વિરુદ્ધ છે. દિલ્હીના કમિશનરને જાણ કરવી જોઈતી હતી. તેમણે કહ્યું કે બુકિંગ કામદારો દ્વારા કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે રૂમ બુક કરવામાં આવે છે અને પૈસા ચૂકવવામાં આવે છે, અને આમાં કંઈ નવું નથી. મુખ્યમંત્રીએ સમિટમાં યુવા કોંગ્રેસના કાર્યકરોના વિરોધને પણ ટેકો આપ્યો હતો.


