પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ પ્રતિબંધિત સાઈકોટ્રોપિક દવાઓના નિર્માણમાં ઉપયોગ થતી કાચામાલની ખરીદી કરતો હતો. ત્યારબાદ કોઈ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર તેને રીપેકેજ કરીને ઘણા રાજ્યોમાં સપ્લાય કરતો હતો.
દિલ્હી પોલીસે નશાની વિરૂદ્ધ મોટી સફળતા મેળવી છે. દિલ્હી પોલીસે એક ઈન્ટરસ્ટેટ ડ્રગ કાર્ટેલનો ખુલાસો કર્યો છે, આ સિન્ડિકેટનું નેટવર્ક દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી ફેલાયેલું હતું. પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરીને 48 કિલો સાઈકોટ્રોપિક પદાર્થ જપ્ત કર્યો છે. જેની કિંમત બ્લેક માર્કેટમાં 50 કરોડ રૂપિયાથી વધારે આંકવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ પ્રતિબંધિત સાઈકોટ્રોપિક દવાઓના નિર્માણમાં ઉપયોગ થતી કાચામાલની ખરીદી કરતો હતો. ત્યારબાદ કોઈ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર તેને રીપેકેજ કરીને ઘણા રાજ્યોમાં સપ્લાય કરતો હતો. આ નેટવર્કનો ખુલાસો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મળેલા એક ખાસ ઈનપુટ મળ્યા બાદ થયો. પોલીસને સૂચના મળી હતી કે સાઈકોટ્રોપિક પદાર્થોની મોટી ખેપ મોકલવામાં આવી રહી છે.

ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી, પોલીસે દિલ્હીના લાજપત નગર વિસ્તારમાંથી અનિરૂદ્ધ રાયની ધરપકડ કરી. તેની પાસેથી લગભગ 2 કિલો પાઉડર ટ્રામાડોલ જપ્ત કર્યો. ટ્રામાડોલ એક ઓપિઓઈડ ડ્રગ્સ છે, જેને NDPS એક્ટ હેઠળ કડક નિયંત્રણમાં રાખવામાં આવ્યું છે. ટેક્નિકલ સર્વિલાન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા પોલીસને એક મોટા સિન્ડિકેટના પુરાવા મળ્યા.
ત્યારબાદ ઉત્તરપ્રદેશથી મનોજ રાયની ધરપકડ કરવામાં આવી. તેની પુછપરછના આધાર પર દિલ્હીથી કિશન પાલ ઉર્ફ ભુલ્લરને પકડવામાં આવ્યો. તેના ઘરમાં તપાસ કરતા પોલીસને 503 ગ્રામ અલ્પ્રાજોલમ જપ્ત થયું, જે એક પ્રતિબંધિત એન્ટી-એન્ગઝાયટી દવા છે. તેનો દુરુપયોગ નશા તરીકે કરવામાં આવે છે. આગળની તપાસમાં કૃષ્ણ તંવરને પણ ધરપકડ કરવામાં આવી. ત્યારે હરિયાણાના મનોજ કુમારને સિંધૂ બોર્ડરની પાસે પકડવામાં આવ્યો, તેની ગાડીમાંથી લગભગ 5.012 કિલો ટ્રામાડોલ જપ્ત કરવામાં આવ્યું. પોલીસે ત્યારબાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં દરોડા પાડ્યા. જ્યાંથી પ્રશાંત અને અમિતની ધરપકડ કરવામાં આવી. તેમની પાસેથી પ્રતિબંધિત દવાઓના ઉત્પાદનમાં ઉપયોગ થતો સાઈકોટ્રોપિક પાઉડર મોટી માત્રામાં જપ્ત કરવામાં આવ્યો.


