HomeIndiaNational : UNના મંચ પરથી Gaza અને Iran પર આ શું બોલી...

National : UNના મંચ પરથી Gaza અને Iran પર આ શું બોલી ગયા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ !

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)એ ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2026ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN General Assembly)ને સંબોધિત કરી ગાઝા યુદ્ધ (Gaza War), ઈરાન (Iran) સામે ઇઝરાયલની સૈન્ય કાર્યવાહી અને વિશ્વભરમાં વધતા યહૂદી વિરોધ અંગે પોતાના પક્ષની વાત રજૂ કરી. જોકે તેમનું ભાષણ શરૂ થાય તે પહેલાં જ ભારે વિરોધ જોવા મળ્યો.

નેતન્યાહૂ મંચ પર પહોંચતા અનેક દેશોના રાજદ્વારીઓ (Diplomats)એ પોતાની બેઠકો છોડી હોલમાંથી વોકઆઉટ (Walkout) કર્યું. બીજી તરફ હોલમાં હાજર કેટલાક ઇઝરાયલ સમર્થકોએ તાળીઓ પાડી તેમનું સમર્થન કર્યું.

વોકઆઉટ કરનારા ડિપ્લોમેટ્સ પર નેતન્યાહૂનો પ્રહાર

રિપોર્ટ્સ અનુસાર, વિવિધ દેશોના પ્રતિનિધિઓએ ગાઝા અને કબજાવાળા વેસ્ટ બેન્ક (West Bank)ને લઈને ઇઝરાયલની નીતિઓના વિરોધમાં વોકઆઉટ કર્યું હતું. આ દરમિયાન ઇઝરાયલના કેટલાક સમર્થકોએ હિબ્રૂમાં ‘અમ ઇઝરાયેલ ચાઈ’ (Am Yisrael Chai)ના નારા લગાવ્યા. હોલ છોડીને જતા પ્રતિનિધિઓને સંબોધતા નેતન્યાહૂએ તેમને “મોરલ કાવર્ડ્સ” (Moral Cowards) ગણાવ્યા અને બાકી રહેલા વિરોધીઓને પણ બહાર જવા કહ્યું.

ગાઝામાં Genocideના આરોપોને નકાર્યા

નેતન્યાહૂએ પોતાના ભાષણમાં ઈરાન સામે ઇઝરાયલની કાર્યવાહીનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે ઈરાનની પરમાણુ સુવિધાઓ (Nuclear Facilities)ને નિશાન બનાવવું મુશ્કેલ હતું, પરંતુ વડાપ્રધાન તરીકે નિર્ણય લેવો તેમના માટે સરળ હતો, કારણ કે તેમના દાવા મુજબ આ પગલું ઇઝરાયલની સુરક્ષા માટે જરૂરી હતું.

ગાઝામાં ઇઝરાયલ પર લગાવવામાં આવેલા નરસંહાર (Genocide)ના આરોપોને પણ તેમણે સંપૂર્ણપણે નકારી કાઢ્યા અને તેને “સદીનું સૌથી મોટું જુઠ્ઠાણું” ગણાવ્યું. તેમણે હમાસ (Hamas) પર નાગરિકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનો આરોપ પણ મૂક્યો. આ આરોપો અને ગાઝા યુદ્ધને લઈને ઇઝરાયલની કાર્યવાહી અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર વિવાદ અને વિરોધ ચાલુ છે.

દુનિયાભરના યહૂદીઓને આપ્યો સંદેશ

ભાષણ દરમિયાન નેતન્યાહૂએ વિશ્વભરના યહૂદીઓ (Jewish Community)ને પણ સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે યહૂદીઓને ડરાવવાના પ્રયાસો સામે હવે ઇઝરાયલ પાસે પોતાનો દેશ અને પોતાની સેના છે. તેમણે યહૂદી સમુદાયને “માથું ઊંચું રાખવા”, આત્મવિશ્વાસ જાળવવા અને ભયભીત ન થવા અપીલ કરી.

સાથે જ તેમણે પોતાના સમર્થકોને ઇઝરાયલના દૃષ્ટિકોણ મુજબ “સત્ય અને ન્યાય”ના પક્ષમાં ઊભા રહેવાની અપીલ કરી. આ ભાષણ એવા સમયે આવ્યું છે જ્યારે ગાઝા અને વેસ્ટ બેન્કને લઈને ઇઝરાયલને અનેક દેશો તરફથી રાજકીય અને કૂટનીતિક ટીકા (Diplomatic Criticism)નો સામનો કરવો પડી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments