Home Blog Page 162

Kutch : રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત

0

કચ્છમાં રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું છે. જેમાં પૂરઝડપે આવતી કાર સાથે બાઈકની ભયાનક ટક્કર વાગી હતી. અકસ્માત પગલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, રાપરના એકતાનગરના રહેવાસી પરસોત્તમભાઈ ગંગારામભાઈ મસુરીયા અને તેમના પત્ની નવલબેન બાઈક પર સંબંધીને મળવા આડેસર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે બાઈકચાલક દંપતીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે જાણ થતાં રાપર પોલીસ ત્યાં પહોંચીને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં કારચાલકને પણ ગંભીર ઈજા થઈ હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માત હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

National : Womens Reservation Billને લઈને ભાજપ થયું એક્ટિવ, સાંસદોને મોકલ્યું વ્હીપ, જાણો કારણ

0

ભાજપે સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાના પોતાના સભ્યોને 3 લાઈનનું વ્હીપ જાહેર કરીને 16, 17, અને 18 એપ્રિલે ગૃહમાં હાજર રહેવા માટે નિર્દેશ આપ્યો છે. સાંસદોને આ વ્હીપનું કડકાઈથી પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

સંસદનું બજેટ સત્ર 2 એપ્રિલ સુધી ચાલવાની હતી, 2 એપ્રિલે કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત થવાની હતી, જો કે એવું થયું નહીં. સ્પીકર ઓમ બિરલાએ સંસદીય કાર્ય મંત્રી તરફથી મળેલા અનુરોધનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આપણે ફરીથી બેસીશું. તેમને કાર્યવાહી 16 એપ્રિલ સુધી કાર્યવાહી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. હવે 16 એપ્રિલની તારીખ નજીક આવી ગઈ છે. NDA આગેવાની કરી રહી છે અને ભાજપ એક્ટિવ થઈ ચૂક્યું છે.

ભાજપે સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાના પોતાના સભ્યોને 3 લાઈનનું વ્હીપ જાહેર કરીને 16, 17, અને 18 એપ્રિલે ગૃહમાં હાજર રહેવા માટે નિર્દેશ આપ્યો છે. સાંસદોને આ વ્હીપનું કડકાઈથી પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. પાર્ટી તરફથી જાહેર વ્હીપ મુજબ તમામ સાંસદોને ગૃહમાં હાજરી સુનિશ્ચિત કરાવવી પડશે. ભાજપ તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ 3 દિવસ દરમિયાન કોઈ પણ સાંસદને કોઈ પણ પ્રકારની રજા આપવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે અનામત લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર મહિલા આરક્ષણ બિલમાં સંશોધનનો પ્રસ્તાવ લાવશે. બંધારણમાં સંશોધન પ્રસ્તાવ પણ આવશે. જેને પાસ કરાવવા માટે બે તૃતીયાંશ બહુમતની જરૂર હોય છે, ત્યારે ભાજપે હવે આ બિલ પાસ કરાવવા માટે કમર કસી લીધી છે.

વિપક્ષી પાર્ટીઓની માગ છે કે સરકાર સીમાંકન જેવા મુદ્દાઓ પર સ્થિતિ સ્પષ્ટ કરે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને મહિલા અનામત બિલ અને સીમાંકન જેવા બંધારણ સંશોધન પર ચર્ચા માટે સર્વદળીય બેઠક બોલાવવાની માગ કરી હતી. વિપક્ષના નેતાએ આરોપ લગાવ્યો હતો કે વિપક્ષને વિશ્વાસમાં લીધા વગર બેઠક બોલાવવામાં આવી છે.

Gujarat : Iranમાં ફસાયેલા વલસાડ અને નવસારીના માછીમારોની વતન વાપસી: સાંસદ ધવલ પટેલના પ્રયાસો સફળ

0

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવ વચ્ચે વિદેશી ધરતી પર ફસાયેલા દક્ષિણ ગુજરાતના માછીમારો માટે રાહતના સમાચાર આવ્યા છે. વલસાડ અને નવસારી જિલ્લાના માછીમારો ભારત સરકાર અને સાંસદ ધવલ પટેલની સક્રિયતાને કારણે સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઈરાનમાં ફસાયેલા દક્ષિણ ગુજરાતના માછીમારો માટે રાહતના સમાચાર આવ્યા છે. સાંસદ ધવલ પટેલની સક્રિયતા અને કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ વલસાડ અને નવસારી જિલ્લાના માછીમારો સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે.

રોજગારી મેળવવા માટે ઈરાન ગયેલા નવસારી અને વલસાડના અનેક માછીમારો ત્યાં અચાનક ફાટી નીકળેલા સંઘર્ષને કારણે ફસાઈ ગયા હતા. વિદેશી ધરતી પર અટવાયેલા પોતાના સ્વજનોની સુરક્ષાને લઈને સ્થાનિક પરિવારોમાં ભારે ચિંતા પ્રસરી હતી. આ મામલે માછીમાર પરિવારોએ સાંસદ ધવલ પટેલની મુલાકાત લઈને રજૂઆત કરી હતી.

ઘટનાની ગંભીરતા સમજી સાંસદ ધવલ પટેલે ત્વરિત પગલાં લીધા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સતત સંપર્ક જાળવીને રાજદ્વારી સ્તરે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ત્વરિત કાર્યવાહીને પરિણામે માછીમારોની વતન વાપસીનો માર્ગ મોકળો થયો હતો.

આજે જ્યારે આ માછીમારો સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમના પરિવારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. પરત ફરેલા માછીમારો અને તેમના સગા સંબંધીઓએ મુશ્કેલ સમયમાં મદદરૂપ થવા બદલ ભારત સરકાર અને ખાસ કરીને સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

Entertainment : હા, લતા દીદી સાથે મારે કોમ્પિટિશન હતી પણ…’, આશા ભોંસલેએ કરી હતી દિલ ખોલીને વાત

0

ભારતીય સંગીતનો ઝળહળતો સિતારો આશા ભોસલે હવે આપણી વચ્ચે નથી રહ્યા. હવે માત્ર તેમની સુરીલી યાદો જ આપણી સાથે રહી છે. જોકે આશા ભોસલે અને લત્તા મંગેશકર બહેનો હતા. જો કે બહેન દિગ્ગજ ગાયક હોવા છતા આશા ભોસલેએ પોતાની મહેનતથી પોતાનું અદકેરુ સ્થાન બનાવ્યું હતું. ભારતીય સંગીત જગતમાં મંગેશકર બહેનોનું યોગદાન અમૂલ્ય છે. જોકે, દાયકાઓ સુધી એવી ચર્ચાઓ ચાલતી રહી કે, લતા મંગેશકર અને આશા ભોસલે વચ્ચે અણબનાવ છે. આશા ભોસલેએ પોતે એક ઈન્ટરવ્યુમાં આ બાબતે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની વચ્ચે કેવી હેલ્ધી કોમ્પિટિશન હતી.

આશા ભોસલેએ એક કિસ્સો યાદ કરતા જણાવ્યું હતું કે, એકવાર એક મ્યુઝિક ડાયરેક્ટરે તેમને ફોન કરીને લતા દીદીએ ગાયેલા ગીતના વખાણ કર્યા. ત્યારે આશાએ સ્પષ્ટતા કરી કે એ ગીત લતા દીદીનું છે. તે દિવસે આશા ભોસલેને સમજાયું કે જો તેઓ પોતાની અલગ ઓળખ નહીં બનાવે, તો લતા મંગેશકરના પ્રભુત્વ વચ્ચે તેમનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બનશે. આ માટે તેમણે અંગ્રેજી ફિલ્મોના મ્યુઝિક એલિમેન્ટ્સ પોતાની ગાયકીમાં ઉમેરવાનું શરૂ કર્યું.

આશા ભોસલેના જણાવ્યા મુજબ, જ્યારે બંને બહેનો સાથે રેકોર્ડિંગ કરતી ત્યારે એકબીજાની શૈલી પર બારીકાઈથી નજર રાખતી. આશા ભોસલે હંમેશા જોતા કે લતા દીદી ગીતમાં કેવો વળાંક કે ટ્વિસ્ટ લાવે છે. બંને બહેનોમાં ગીતને અનોખી રીતે રજૂ કરવાની આદત હતી, જેણે તેમની વચ્ચે એક સકારાત્મક સ્પર્ધા જન્માવી હતી. બંનેએ સાથે મળીને 80 થી વધુ હિન્દી ગીતો ગાયા છે, જેમાં ‘મન ક્યોં બહકા’ અને ‘મેં ચલી મેં ચલી’ જેવા સદાબહાર ગીતો સામેલ છે.
વન

ચર્ચાઓ મુજબ, જ્યારે આશા ભોસલેએ લતાજીના સેક્રેટરી ગણપત રાવ સાથે લગ્ન કર્યા, ત્યારે લતા મંગેશકર તેમનાથી નારાજ થયા હતા. જોકે, સમય જતાં તેમના સંબંધોમાં સુધારો થયો હતો. આશાએ હંમેશા સ્વીકાર્યું છે કે લતા દીદી તેમના માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા છે.8 દાયકાની લાંબી કારકિર્દીમાં આશા ભોસલેએ અનેક સન્માન મેળવ્યા છે જેમાં ભારતના સર્વોચ્ચ સન્માન પૈકીના એક પદ્મ વિભૂષણ ઉપરાંત દાદા સાહેબ ફાળકે એવોર્ડ, 2 નેશનલ એવોર્ડ અને 8 ફિલ્મફેર એવોર્ડ્સ, 18 મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ એવોર્ડ્સ સહિતનાં અનેક એવોર્ડ્સનો સમાવેશ થાય છે.

તેમની યાદગાર સફરમાં ‘પિયા તૂ અબ તો આજા’, ‘દમ મારો દમ’, ‘દિલ ચીઝ ક્યા હૈ’, ‘ઈન આંખો કી મસ્તી’, ‘ઓ હસીના ઝુલ્ફોવાલી’ અને ‘રંગીલા રે’ જેવા ગીતોએ તેમને એક વર્સેટાઈલ સિંગર તરીકે પ્રસ્થાપિત કર્યા.

Anand : નાવખલ ફાર્મમાં ઝટકા મશીનનો વીજ કરંટ લાગતા 11 વર્ષની બાળકીનું મોત,પરિવારમાં ભારે આક્રંદ

0

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નાવખલ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નવખાલ-કિંખલોડ માર્ગ પર આવેલા એક ફાર્મમાં ચીકુ તોડવા ગયેલી 11 વર્ષીય બાળકીને ખેતરની ફરતે લગાવેલા ઝટકા મશીનનો જોરદાર વીજ કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.

મળતી વિગતો અનુસાર, નાવખલ ફાર્મમાં ચીકુની વાડી આવેલી છે. અહીં 11 વર્ષની બાળકી ચીકુ તોડવા માટે ગઈ હતી. વાડીની સુરક્ષા માટે ફરતે ઝટકા મશીનના તાર લગાવવામાં આવ્યા હતા. ચીકુ તોડતી વખતે અજાણતા જ બાળકી આ તારના સંપર્કમાં આવી ગઈ હતી. તારમાં વહેતા વીજ પ્રવાહને કારણે બાળકીને જોરદાર ઝટકો લાગ્યો હતો અને તે ત્યાં જ ફસડાઈ પડી હતી.

બાળકીના મોતના સમાચાર મળતા જ પરિવાર અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિજનોએ આક્ષેપ કર્યો છે કે, સામાન્ય રીતે ઝટકા મશીનમાં હળવો ઝટકો લાગે તેવો કરંટ હોય છે, પરંતુ આ કિસ્સામાં મશીનમાં ડાયરેક્ટ વીજ કરંટ આપવામાં આવ્યો હતો. આ બેદરકારીને કારણે જ બાળકીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

ઘટનાની જાણ થતા જ આંકલાવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે આંકલાવ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી, ખરેખર મશીનમાં ડાયરેક્ટ કરંટ હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

Entertainment : ‘છેલા જી રે પાટણથી પટોળા મોંઘા લાવજો…’, આશા ભોસલેએ ગયેલા એવરગ્રીન ગુજરાતી ગીતો, જે દરેકના હૈયે વસેલા છે

0

દેશના સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું આજે(12 એપ્રિલ) 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને કાર્ડિયાક અરેસ્ટ શનિવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે 4 વાગ્યે થશે. આશા ભોસલેના નિધનથી માત્ર સિનેમા જગતના લોકો જ દુઃખી જ નથી, પરંતુ અનેક દિગ્ગજ નેતા પણ દિગ્ગજ સિંગરથી દુઃખમાં છે. તેમણે માત્ર હિન્દી જ નહીં પણ ભારત દેશની અનેક ભાષાઓમાં ગીતો ગાયા હતાં.

ખાસ કરીને ગુજરાતી સંગીત સાથે તેમનો નાતો ખૂબ જ જૂનો અને અતૂટ રહ્યો છે. ગુજરાતી સિનેમાના સુવર્ણકાળ દરમિયાન આશા ભોસલેએ ઘણા યાદગાર ગીતો ગાયા હતા. ગુજરાતી સુગમ સંગીતથી લઈને ફિલ્મી ગીતો સુધી, આશાજીએ એવા અનેક ગીતો આપ્યા છે જે આજે પણ દરેક ગુજરાતીના હૈયે વસેલા છે.

ગુજરાતી ફિલ્મોની વાત કરવામાં આવે તો આશા ભોંસલેએ ગુજરાતી સંગીતના દિગ્ગજ સંગીતકારો જેવા કે અવિનાશ વ્યાસ, ક્ષેમુ દિવેટિયા અને આજીત મર્ચન્ટ સાથે ઘણું કામ કર્યું છે. આશા ભોસલેએ અવિનાશ વ્યાસના સંગીત નિદર્શન હેઠળ અનેક સુપરહિટ ગીતો ગાયા છે. તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયા હતા.

આશાજીએ ગાયેલા પ્રખ્યાત ગુજરાતી ગીતો, જેમાં કેટલાક જુગલબંધીમાં ગાયેલા છે

તમે થોડું થોડું બોલો તો (ફિલ્મ: જેસલ તોરલ)
પંખીડાને આ પિંજરું : (ફિલ્મઃ અખંડ સૌભાગ્યવતી)
છેલાજી રે, મારે હાટું પાટણથી પટોળાં મોઘા લાવજો
છાનું રે છપનું કંઇ થાય નહિં
તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે
એક પાટણ શેરની નાર પદમણી
તારો લટકો છે સવા લાખનો
ધમક ધમક ધમ સાંબેલુ
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમીયા
મારા પાલવડે બાંધ્યો જશોદાનો જાયો..
ખમ્મા મારા નંદજીના લાલ
તારા ફળીયામાં પગ નહીં મેલુ
ક્યાં રમી આવ્યા રાસ…
ઉંચી તલાવડીની કોર..
છલકાતુ આવે બેડલું
હે રંગલો જામ્યો..
માનું ગગન ઘેરાઈ ગયું..
ઉભી શેરીને ઉભી બજાર..
ફુલડા વિણવા ગઈતી..
મેલો મેલો રે મારગડો
માં પાવા તે ગઢથી
જય આદ્યા શક્તિ

આશા ભોસલેએ માત્ર ગીતો જ નથી ગાયા, પરંતુ ગુજરાતી ગઝલ અને કવિતાઓને સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં મોટું યોગદાન આપ્યું છે. આજે જ્યારે નવી પેઢીના ગાયકો ગુજરાતી સંગીતને રિ-મિક્સ કરી રહ્યા છે, ત્યારે આશાજીના ઓરિજિનલ ગીતો હજુ પણ બેન્ચમાર્ક ગણાય છે. આશા ભોસલેના આ ગુજરાતી ગીતો હંમેશા આપણી સંસ્કૃતિનો હિસ્સો બની રહેશે.

Ahmedabad : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અવનવી ઘટનાઓ, ક્યાંક સામૂહિક રાજીનામા તો ક્યાંક નેતાઓ રડી પડ્યા

સુરત: સુરતના વોર્ડ નંબર 14માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાલી ચાચર દ્વારા કલેક્ટર કચેરી ખાતે જ ફિનાઈલ પી લેવાની ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી મુજબ, ટેકનિકલ સમસ્યાઓના કારણે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શક્યા નહોતા. ફોર્મ રિજેક્ટ થવાની કે ન ભરી શકવાની ભીતિએ આવેશમાં આવી તેમણે આ પગલું ભર્યું હતું. હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા.

ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ટિકિટ ફાળવણી મુદ્દે નારાજ ભાજપના કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપી રોષ ઠાલવ્યો હતો. શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં આંતરિક કકળાટ શરૂ થયો છે. નરોડા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોએ કોમેન્ટો થકી રોષ ઠાલવવાનું શરૂ કર્યું હતું. કાર્યકરોનું કહેવું છે કે, પક્ષ માટે લોહી-પરસેવો વહાવનારા કાર્યકરોની ધરાર અવગણના કરાઈ છે જ્યારે ‘નવા’ ચહેરાને તક છે જે યોગ્ય નથી.

વડોદરા ખાતે મહિલા નેતાને ટિકિટ નહીં મળતાં તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. વાયરલ વીડિયોમાં તેમણે રડતાં-રડતાં કહ્યું કે, ‘જેમણે ક્યારેય મહિલા મોરચાની મીટિંગમાં ભાગ લીધો નથી તેવાને ટિકિટ આપી દેવામાં આવી છે. પક્ષને આપેલા મારા 15 વર્ષ પાણીમાં ગયા છે એટલે હું રાજીનામું આપી રહી છું.’

ટિકિટ ફાળવણી પછી મોરબીમાં પણ ભાજપમાં અસંતોષ ચરમસીમાએ જોવા મળ્યો હતો. પૂર્વ કાઉન્સિલરની મંત્રી કાંતિ અમૃતિયા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જાહેરમાં બંને નેતાઓ તુતુમેમે પર ઉતરી આવ્યા હતા. જોકે, ટિકિટ કપાઈ જતા ભાજપના દાવેદારે અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણીમાં ઝુકાવ્યું હતું.

અમરેલીના બગસરા વિસ્તારમાં નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે 21 વર્ષની વિદ્યાર્થીનીને ટિકિટ આપી છે. તે હાલમાં બીએસસી નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. બીજી તરફ સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં 20 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતી ઈન્ફ્લુએન્સરને ટિકિટ આપવામાં આવી છે.

પેટલાદમાં ભાજપ કાર્યકરોમાં નારાજગીના સૂર ઉઠ્યા હતા. નગરપાલિકા માટે ઉમેદવારો જાહેર થતાં જ કાર્યકરોમાં રોષ ભભૂક્યો હતો. કેટલાક કોર્પોરેટરોને રિપિટ કરતાં મહિલા કિસાન મોરચાના ઉપપ્રમુખે અપક્ષમાં ફોર્મ ભર્યું હતું.

મહેસાણા ખાતેના કાર્યાલયમાં છેલ્લા 28 વર્ષથી પ્યુન તરીકે સેવા આપનારાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. પક્ષ પ્રત્યેની વફાદારીનું ફળ તેમને મળ્યું હોવાનું ચર્ચાય છે. આ સિવાય અમુક શહેરોની બેઠકના ઉમેદવારો ચર્ચામાં છે. જેમાં લોકગાયક માયાભાઈ આહિરના પુત્રીએ ચાવંડ તાલુકા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.

ડભોઈના ચાણોદ જિલ્લા પંચાયતમાં પણ ટિકિટને લઈને ભાજપમાં બળવાની સ્થિતિ સર્જાઈ છે. ભાજપે ટિકિટ ન આપતા ભાજપના મહિલા નેતા મમતા પટેલે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. એટલું જ નહીં, ચાણોદ જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં સૌથી વધુ ચર્ચાનો વિષય ‘પતિ-પત્ની’ ફોર્મ્યુલા બની છે. અનેક તાલુકા પંચાયતો અને નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપે ઉમેદવાર તો બદલ્યા છે, પરંતુ ટિકિટ ઘરની બહાર જવા દીધી નથી. જેમાં કેટલીક બેઠકમાં પતિના સ્થાને પત્નીને તો કેટલીકમાં પત્નીના સ્થાને પતિને ટિકિટ આપી દેવામાં આવી છે.

પક્ષ માટે વફાદાર કાર્યકરોને ટિકિટ ન મળતાં ભાજપમાં રોષ ભભૂક્યો છે. કલોલના પલિયડ જિલ્લા પંચાયત બેઠક પર ટિકિટ ન મળતાં ભાજપના કાર્યકરો રોષે ભરાયાં છે. 400 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. એટલું જ નહીં, ભાજપને રાજકીય પાઠ ભણાવવા નક્કી કર્યું છે. આયાતી ઉમેદવારને ટિકિટ અપાતાં ભાજપના કાર્યકરો નારાજ થયાં છે.

બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય પાસે જ ટિકિટ મુદ્દે ભાજપના બે હોદ્દેદારો વચ્ચે જાહેરમાં જામી હતી. ટિકિટના વિતરણને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો એટલી હદ વકર્યો કે, ભાજપ પ્રમુખ પર પથ્થર વડે હુમલો કરાયો હતો. પુત્રને ટિકિટ ન મળતા પિતાએ શહેર પ્રમુખ કિરીટભાઈ પર રાજકીય દબાણ કર્યું હતું. પુત્ર ખાતર પિતાએ આવેશમાં આવીને પથ્થરમારો શરૂ કર્યો હતો. જોકે, ભાજપ પ્રમુખનો બચાવ થયો હતો. પથ્થર વાગતાં એક કાર્યકરને પગના ભાગે ઈજા પહોંચી હતી.

છોટાઉદેપુર જિલ્લામાં ભાજપમાં આંતરિક કકળાટ જામ્યો હતો. બોડેલી તા.પં. પ્રમુખના પતિની અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. સક્રિય કાર્યકરોને બદલે રાજકીય વગ ધરાવનારાને ટિકિટ અપાતાં નારાજગી પ્રવર્તી રહી છે. ભાજપે યોગ્ય ઉમેદવારની પસંદગી ન કરતાં બળવા જેવી સ્થિતિ પરિણમી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષપલટાની મોસમ જામી છે. મહેસાણા નગરપાલિકામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ચુસ્ત ટેકેદારે જ ભાજપને તિલાંજલિ આપી હતી. આ નિર્ણયથી મહેસાણા ભાજપના સંગઠનમાં હલચલ મચી છે. ભાજપની વિચારધારા ધરાવતા ટેકેદારના પત્નીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી.

ડીસા નગરપાલિકા માટે ભાજપે ઉમેદવારી પસંદગીમાં રબારી સમાજની ધરાર અવગણના કરાઈ હતી. એટલું જ નહીં, સામાજિક સમીકરણને આધારે પણ ટિકિટ ફાળવી ન હતી. જેના લીધે રબારી સમાજ હવે ભાજપ સામે મોરચો માંડવા સજ્જ છે. યુવા નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે, મતના માધ્યમથી ભાજપને પાઠ ભણાવવામાં આવશે. ભાજપથી નારાજ કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

વિજલપોર નગરપાલિકામાં પૂર્વ ભાજપી કોર્પોરેટર પ્રીતિ અમીનનું આ વખતે પત્તું કપાયું છે. ભાજપે ટિકિટ ન આપતાં તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી. સ્થાનિક કક્ષાએ આ રાજકીય ફેરબદલ થતાં ભાજપને ફટકો પડે તેમ છે.

World : ઈરાન-અમેરિકાની વાતચીત નિષ્ફળ જતાં નેતન્યાહૂ ભડક્યાં, કહ્યું- ‘ઓપરેશન હજુ યથાવત…’

0

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક ચોંકાવનારો દાવો કર્યો છે કે, ઈરાન વિરુદ્ધ ચલાવવામાં આવેલા સૈન્ય અભિયાનમાં મોટી સફળતા મળી છે. તેમના મતે, ઈરાનનો પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ હવે અત્યંત નબળો પડી ગયો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી 21 કલાકની મેરેથોન બેઠક કોઈ પણ પરિણામ વગર પૂરી થઈ છે.

નેતન્યાહુએ જણાવ્યું હતું કે, ઈરાન વર્ષોથી હમાસ, હિઝબુલ્લાહ અને હૂતીઓ જેવા સંગઠનો દ્વારા ઈઝરાયેલને ઘેરવાનો પ્રયાસ કરતું હતું. ઈરાન ઈઝરાયેલને ખતમ કરવાની વાતો કરતું હતું, પણ હવે તે પોતે અસ્તિત્વ ટકાવી રાખવા માટે ફાંફા મારી રહ્યું છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, આ અભિયાન હજુ સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી.

ઈસ્લામાબાદમાં થયેલી બેઠક અંગે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પ્રતિક્રિયા આપી હતી. તેમણે દાવો કર્યો કે, અમેરિકા ઈચ્છતું હતું કે ઈરાન ભવિષ્યમાં પરમાણુ હથિયાર નહીં બનાવે તેનો લેખિત ભરોસો આપે. ઈરાને આ શરત માનવાનો ઈનકાર કર્યો, જેના કારણે 21 કલાકની ચર્ચા બાદ પણ કોઈ સીઝફાયર ડીલ થઈ શકી નહીં. ઈરાને આ નિષ્ફળતા માટે અમેરિકાની અયોગ્ય માંગણીઓને જવાબદાર ઠેરવી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, સૈન્ય મોરચે અમેરિકાની જીત થઈ છે. તેમણે ચીનને પણ ચેતવણી આપી છે કે જો તે ઈરાનને ટેકો આપશે તો તેને માઠાં પરિણામ ભોગવવા પડશે. દરિયાઈ સુરંગોનો વિવાદ પણ વકર્યો છે. અમેરિકાના બે યુદ્ધ જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પહોંચી ગયા છે. અમેરિકાનો આરોપ છે કે, ઈરાનની IRGC એ દરિયામાં સુરંગો બિછાવી છે. ઈરાને ચેતવણી આપી છે કે, જો કોઈ સૈન્ય જહાજ આ રસ્તે આગળ વધશે તો તેના ગંભીર પરિણામો આવશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે, પરંતુ નેતન્યાહુના દાવા અને અમેરિકાના કડક વલણને જોતા આગામી દિવસોમાં આ સંઘર્ષ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

Entertainment : આશા ભોંસલેના નિધનથી બોલીવુડમાં શોકના માહોલ, અનેક સેલિબ્રિટીઓએ આપી શ્રદ્ધાજંલિ

0

બોલીવુડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ એક લાંબી વારસો છોડી ગયા છે. તેમની સાથે, સંગીતનો એક આખો યુગ શાંત થઈ ગયો છે.

બોલીવુડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ એક લાંબી વારસો છોડી ગયા છે. તેમની સાથે, સંગીતનો એક આખો યુગ શાંત થઈ ગયો છે. દાયકાઓથી દરેક લાગણીને શબ્દો આપતો અવાજ, પછી ભલે તે પ્રેમ હોય, પીડા હોય, તોફાન હોય કે ઉજવણી કાયમ માટે બંધ થઈ ગયો છે.

બોલીવુડ અને સંગીત ઉદ્યોગમાં મોટો આંચકો લાગ્યો

સુપ્રસિદ્ધ ગાયિકા અને સૂરોના મહારાણી એવા આશા ભોંસલેના નિધનથી બોલીવુડ અને સંગીત ઉદ્યોગમાં મોટો આંચકો લાગ્યો છે. આજે તેમણે 92 વર્ષની વયે દુનિયા છોડી દીધી. હાર્ટ એટેકના કારણે તેમને મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર આનંદ ભોંસલેએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી. સેલિબ્રિટીઓ તેમને યાદ કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સેલિબ્રિટીઓએ આપી શ્રદ્ધાજંલિ
આશા તાઈનું નિધન સમગ્ર રાષ્ટ્ર માટે એક મોટું નુકસાન છે. બોલીવુડ જગતના ઘણા લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમની સાથેના તેમના છેલ્લા ક્ષણોને યાદ કરી રહ્યા છે.

અક્ષય કુમારે આશા સાથેનો એક ભૂતકાળનો ફોટો શેર કર્યો અને લખ્યું કે તેમનો મધુર અવાજ હંમેશા અમર રહેશે.

હાસ્ય કલાકાર જેમી લીવરે, જોની લીવરની પુત્રી અને આશા ભોંસલેની નકલ કરવા માટે જાણીતી, પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેણીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “મારું હૃદય આ લખીને ભારે થઈ રહ્યું છે. હું હંમેશા તેમની કલાનો મોટો ચાહક રહ્યો છું. મારી આખી સફર દરમિયાન, હું તેમના અવાજ અને શૈલીથી ખૂબ પ્રેરિત થયો. હું તેમના ગાયનથી એટલો પ્રભાવિત થયો કે મેં આપમેળે તેમના જેવું ગાવાનો પ્રયાસ કર્યો. લોકોને મારું અનુકરણ ગમે છે, પરંતુ સત્ય એ છે કે આશાજી જેવો કોઈ એક જ હોઈ શકે છે.”

તમારી ખૂબ જ યાદ આવશે, તાઈ. ઓમ શાંતિઃ મનોજ મુન્તાશીર

મનોજ મુન્તાશીરે એક કવિતા દ્વારા આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપી. તેમણે લખ્યું, “કેટલાક લોકો એટલા મહાન હતા કે તેઓ દંતકથા બની ગયા… પૃથ્વી પર જન્મ્યા પછી, તેઓ આકાશ બની ગયા.” “આજે, એક આકાશ આ ધરતી છોડી ગયું છે. તમારી ખૂબ જ યાદ આવશે, તાઈ. ઓમ શાંતિ!”

આજે આપણે એક દંતકથા ગુમાવી દીધીઃ કરણ જોહર

ફિલ્મ નિર્માતા કરણ જોહરે લખ્યું, “આજે આપણે એક દંતકથા ગુમાવી દીધી એ કહેવું ઓછું હશે. આશાજી જેવું કોઈ નહોતું – તેમના અવાજે ફક્ત એક પેઢી જ નહીં, પરંતુ સિનેમાના સમગ્ર યુગને વ્યાખ્યાયિત કર્યો. હું હંમેશા તેમના અવાજ, તેમની કલા અને તેમના વ્યક્તિત્વનો મોટો ચાહક રહ્યો છું.” આશાજી, તમારું સંગીત હંમેશા જીવંત રહેશે, અને અમે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ કે અમને તમારા જાદુનો અનુભવ કરવાની તક મળી.

આ ખોટ ક્યારેય નહીં ભરાયઃ રવિના ટંડન

રવિના ટંડને પણ આશા ભોંસલેને યાદ કર્યા, કહ્યું કે આ ખોટ ક્યારેય ભરાઈ શકશે નહીં. બોલીવુડના દિગ્ગજ હેમા માલિનીએ આશા તાઈને યાદ કર્યા અને લખ્યું કે તે વિશ્વાસ કરી શકતી નથી કે આ દંતકથા ગાયિકા હવે નથી. કાજોલે ગાયિકાને યાદ કરતાં કહ્યું કે તે હંમેશા એક દંતકથા હતી. સુશાંત દિવગીકરે લખ્યું, “શાંતિથી આરામ કરો, મારી ક્વીન.

Ahmedabad : અમદાવાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે રમકડાં વેચતી મહિલાને આપી ટિકિટ, ભાજપ-AAPના ‘ગણિતની ગેમ’ પડી શકે ઉંધી?

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત બાદ તમામ પક્ષોએ ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. તેવામાં કોંગ્રેસે છેલ્લી ઘડીએ અમદાવાદ મનપામાં ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમાં ખાસ કરીને વોર્ડ નંબર 17માં શાહપુર બેઠક પર સામાન્ય સ્ત્રી અનામતમાં કોંગ્રેસે પીઢ કાર્યકર્તાના પત્ની જે અમદાવાદ પૂર્વમાં ભરાતી ગુજરી બજારમાં ફેરિયા (સ્ટ્રીટ વેન્ડર)નું કામ કરે છે તેમણે ચૂંટણીમાં ઉતારી સૌ કોઈને ચોંકાવી દીધા છે.

આશાબેન દંતાણી છેલ્લા 25થી વધુ વર્ષથી ગુજરી બજારમાં બેસે છે ત્યાં રમકડાં વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. કોંગ્રેસે શાહપુર વોર્ડ નંબર 17માં ગરીબ પરિવારને ટિકિટ આપતા હવે ભાજપ અને આપ પાર્ટી ચૂંટણી જીતવી કઠિન સાબિત થઈ શકે છે. આશાબેને મતદાન પહેલા દાવો કર્યો છે કે કોર્પોરેટર બન્યા બાદ પણ તેઓ ગુજરી બજારમાં રમકડાં વેચવાનું ચાલુ રાખશે તેમજ ગરીબ લોકોના કામ કરશે.

ટિકિટ બાબતે દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદદીન શેખે કહ્યું કે, ‘આશાબેન દંતાણી શંકર ભુવનમાં રહે છે અને મારા કાર્યકર્તા ગોપાલભાઈ દંતાણીના વાઈફ છે અને સ્ટ્રીટ વેન્ડર છે. પરંતુ 25 વર્ષથી વફાદારી સાથે કોંગ્રેસમાં ગોપાલભાઈ જોડાયેલા હતા ત્યારે જ્યારે આ વખતે બહુ સરસ વાતાવરણ છે અને કોંગ્રેસ દરિયાપુરની 4 સીટ, કાલુપુર-ખાડિયાની અને શાહપુરની જ્યારે જીતવાની છે, એવા સમયની અંદર મેં જે 2022માં જ્યારે હું ચૂંટણી હાર્યો પરંતુ વફાદારીના કારણે જે મારી સાથે રહ્યા એમને મેં પ્રાયોરિટી આપી છે અને એની અંદર જ મેં આશાબેન દંતાણીને ટિકિટ આપી છે.’

‘આ વખતે જે SIR થઈ છે અને જે જનસમર્થન છે મારી વિધાનસભાની બારે-બાર સીટ કોંગ્રેસ પક્ષ બહુમતી સાથે જીતવાની છે. ચૂંટણીનું વાતાવરણ અને દ્રશ્યો જુઓ છો, રોજ રેલીઓ, રોજ અમારા લોકસંપર્ક રાઉન્ડ, હજારો લોકો એમાં જ્યારે અમે લોકસંપર્ક જાહેરમાં કર્યો એમાં હજારો લોકો જોડાયા છે’