Home Blog Page 236

Nepal : બાલેન્દ્ર શાહે 47મા વડાપ્રધાન તરીકે લીધા શપથ, PM Modiએ આપ્યા અભિનંદન

0

બાલેન્દ્ર શાહે GenZ આંદોલન અને કે.પી. શર્મા ઓલીની સરકાર ઉથલાવ્યા બાદ નેપાળના નવા પીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ શપથવિધિ દરમિયાન ધાર્મિક વિધિઓ થઇ હતી. જેમાં સાત બ્રાહ્મણો દ્વારા શંખ વગાડવામાં આવ્યા હતા. 108 યુવાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રનું પઠન કરવામાં આવ્યું હતું, અને 107 લામાઓ દ્વારા ‘મંગલ વચન’ અને બૌદ્ધ ગ્રંથોનું પઠન કરવામાં આવ્યું હતું.

નેપાળમાં હવે એક નવી ચૂંટાયેલી સરકાર અસ્તિત્વમાં આવી છે. બાલેન્દ્ર શાહ ‘બાલેન’ શુક્રવારે નેપાળના નવા વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. બાલેન્દ્ર શાહ ‘બાલેન’ હિમાલયના દેશમાં ટોચના કાર્યકારી પદ સંભાળનારા સૌથી યુવા ચૂંટાયેલા નેતા બન્યા છે. પીએમ મોદીએ શાહને અભિનંદન આપ્યા અને નેપાળ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની વાત કરી હતી. બાલેન સંભવતઃ એક નાનું મંત્રીમંડળ બનાવશે. જેમાં 15 થી 18 મંત્રીઓની સંભવિત સંખ્યા હશે.

રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક સૂચના અનુસાર, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે બંધારણની કલમ 76(1) હેઠળ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી સંસદીય પક્ષના નેતા બાલેન શાહને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. 35 વર્ષીય રેપરથી રાજકારણી બનેલા બાલેન શાહ મધેસી પ્રદેશમાંથી વડા પ્રધાન બનનારા દેશના પ્રથમ નેતા બન્યા છે. રાષ્ટ્રપતિના પ્રેસ સલાહકાર કિરણ પોખરેલે અગાઉ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પૌડેલ નવનિયુક્ત વડા પ્રધાનને બપોરે 12:34 વાગ્યે રાષ્ટ્રપતિ કાર્યાલય, શિતલ નિવાસ ખાતે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે.

રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી, જેણે બાલેનને તેના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા, તેમણે પ્રતિનિધિ ગૃહમાં 275 બેઠકોમાંથી 182 બેઠકો જીતીને પ્રચંડ વિજય મેળવ્યો. આનાથી પક્ષ બંધારણના અનુચ્છેદ 76 (1) હેઠળ બહુમતી સરકાર બનાવવા માટે લાયક બને છે. પ્રતિનિધિ ગૃહના 275 સભ્યોમાંથી, 165 સીધા મતદાન દ્વારા અને 110 પ્રમાણસર મતદાન દ્વારા ચૂંટાય છે. સંસદના તમામ નવા ચૂંટાયેલા સભ્યોએ ગઈકાલે, ગુરુવારે શપથ લીધા.

Gujarat : ગુજરાતના ખેડૂતો માટે જમીન વહેંચણી અને હક્ક કમીની પ્રક્રિયા સરળ, માત્ર આટલા રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી

0

ગુજરાતમાં વારસાઈ સંબંધિત જમીનના આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ રાજ્ય સરકારે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાંથી રાહત આપીને રૂપિયા 300 ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપતા હવે ખેડૂતોને ખેતીની જમીનની વારસાઈ મિલકતના વેચાણમાં આર્થિક ભાર ઓછો થતાં મોટી રાહત થશે.

રાજ્યમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈમાં રાહત આપીને રૂ.300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વિવિધ સમાજના અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

આ નિર્ણય અનુસાર, વારસાઈની નોંધ હેઠળના સંયુકત કબજેદારો પૈકીના કોઈ એક અથવા વધુ વારસદારોની તરફેણમાં એક કે વધુ તબક્કામાં હક્ક ઉઠાવવાના કિસ્સામાં પ્રત્યેક હક્ક-કમીના લેખ પર રૂ.300 સ્ટેમ્પ ડ્યુટી લેવાશે. જેમાં મરણ જનાર મુળ ખાતેદારના સીધી લીટીના કેસમાં એક પણ વારસદારો હયાત ન હોય તો આડી લીટીના વારસદારોનો સમાવેશ થશે. જેમાં જો સીધીલીટીના વારસદારો હયાત હોય તો તે પૈકીના એક કે વધુના નામ એક અથવા વધુ તબક્કાઓમાં દાખલ કરવાના કિસ્સામાં, સીધીલીટીના એક પણ વારસદારો હયાત ન હોય તો આડીલીટીના હયાત પૈકીના એક યા વધુ વારસદારોના નામ દાખલ કરવાના કિસ્સામાં પ્રત્યેક હયાતીમાં હક્ક દાખલના લેખ પર રૂ.300 સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવામાં આવશે.

સમયના ક્રમાનુસાર એક યા વધુ તબક્કે વારસાઈ નોંધ અન્વયે દાખલ થયેલા સંયુકત ખાતેદારો દ્વારા એક અથવા વધુ તબક્કે કરવામાં આવતી વહેંચણીમાં પ્રત્યેક વહેંચણીના લેખ પર રૂ.300 સ્ટેમ્પ ડ્યુટી લેવાશે.

જે કિસ્સામાં સીધીલીટીના એક પણ વારસદારો હયાત ન હોય તો જ આડીલીટીના પ્રકારના એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હકક ઉઠાવવો. જેમાં હયાતીમાં નામ/હક્ક દાખલ કરવા તથા વહેંચણી અંગે ઉક્ત દર્શાવેલા પ્રત્યેક લેખ પર રૂ.300 સ્ટેમ્પ ડ્યુટી વસુલી વિનિયમિત કરવાની રહેશે.

આ નિર્ણયના પરિણામે પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણી સરળ બનવાથી કોર્ટ કેસ અને વિવાદોમાં ઘટાડો થશે. જેમાં કાયદેસર દસ્તાવેજીકરણમાં વધારો થશે અને હાલમાં સ્ટેમ્પ ડ્યુટી વધુ હોવાથી જે ઘણા વ્યવહારો બિનદસ્તાવેજી રહે છે, તેમાં આ સુધારા પછી લોકો સરળતાથી નોંધણી કરાવશે.

National : પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યું

0

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઊભા થયેલા ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓને મોટી રાહત આપી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારત પાસે ક્રૂડ ઓઇલ, LPG અને LNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને આગામી બે મહિના સુધી પુરવઠા અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

અહેવાલો અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 70 ડૉલરથી વધીને 140 ડૉલરને પાર કરી ગયા હોવા છતાં, કેન્દ્ર સરકારે તેની સપ્લાય લાઇન સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. સરકારના જણાવ્યાનુસાર, ભારત પાસે આગામી 60 દિવસ એટલે કે બે મહિના સુધી ચાલે તેટલો ક્રૂડ ઓઇલનો સ્ટોક છે. ભારતીય રિફાઇનરીઓ અત્યારે તેમની પૂર્ણ ક્ષમતા અથવા તેનાથી પણ વધુ ઝડપે કામ કરી રહી છે. જેમાં સ્થાનિક LPG ઉત્પાદનમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે.

ભારત LPG જરૂરિયાતોનો મોટો હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ખરીદે છે. યુદ્ધના શરૂઆતના તબક્કામાં, સરકારે ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કોમર્શિયલ સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હવે તે ધીમે ધીમે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. શરૂઆતમાં, કોમર્શિયલ સપ્લાય અટકાવવામાં આવ્યો હતો, પછી 20 ટકા અને પછી 30 ટકા સુધી ખોલવામાં આવ્યો હતો. વ્યવસાય કરવાની સરળતાને ધ્યાનમાં રાખીને, આ વધારીને 50 ટકા કરવામાં આવ્યો હતો. હવે, તે 70 ટકા પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જેના પરિણામે 14મી માર્ચથી આશરે 30,000 ટન કોમર્શિયલ LPG પુરવઠો થયો છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે પુરવઠા વ્યવસ્થામાં નાની હોટલો, રસ્તા પરની ખાણીપીણીની દુકાનો, ઔદ્યોગિક કેન્ટીન અને મજૂરોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે જેથી સામાન્ય જનજીવન અને અર્થતંત્રને અસર ન થાય.

સરકારે નાગરિકોને ખાસ વિનંતી કરી છે કે પેટ્રોલ-ડીઝલની અછત અંગેની કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરવો. પેટ્રોલ પંપ પર ખોટી કતારો લગાવવાની જરૂર નથી, કારણ કે દેશમાં સપ્લાય ચેઇન સંપૂર્ણપણે સુરક્ષિત છે.

Recipe : કડવા લાગતા કારેલા પણ સ્વાદિષ્ટ લાગશે, જો આ રીતે બનાવશો કારેલાનું શાક

0

કારેલાનું શાક

ઉનાળામાં આકરી ગરમી લોકોને પસંદ નથી. પરંતુ ઉનાળાની સિઝન જરૂર ગમે છે. કારણ કે આ સિઝનમાં આવતી કેરીનો સ્વાદ માણવા તેઓ આખું વર્ષ રાહ જોતા હોય છે. અનેક ઘરોમાં કેરીના રસ સાથે કારેલાનું શાક બનાવવામાં આવે છે. જો કે ઘણા લોકો કારેલાનો ઉલ્લેખ કરતા જ મોં ફેરવી લે છે. પરંતુ જ્યારે યોગ્ય રીતે બનાવવામાં આવે છે, ત્યારે કડવા લાગતા કારેલા પણ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે પણ કારેલા ખાવાનું ટાળો છો અથવા તેને સ્વાદિષ્ટ બનાવવા માટે નવા વિચારો શોધી રહ્યા છો, તો આ લેખ તમારા માટે છે. કારેલાના બનાવવા જુદી-જુદી રીતે આ શાક.

ભરેલા કારેલાં લાગશે ટેસ્ટી

ભરેલા કારેલા ખરેખર સ્વાદિષ્ટ હોય છે. તેને બનાવવા માટે, કારેલાને છોલીને અડધા ભાગમાં કાપી લો. તેને આખું કાપશો નહીં. બીજ કાઢી નાખો, મીઠું છાંટવું અને 20 મિનિટ માટે રહેવા દો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી, ધાણાજીરું પાવડર, હળદર અને લાલ મરચાં ઉમેરો અને મસાલા શેકો. કારેલાને સારી રીતે ભરો. કડાઈમાં તેલ ઉમેરો, ઢાંકી દો અને ધીમા તાપે રાંધો. ભાત કે રોટલી સાથે પીરસો.

કારેલા અને ડુંગળીની કઢી બનાવો

તમે રોટલી કે પરાઠા સાથે કારેલા-ડુંગળીની કઢી બનાવી શકો છો. કારેલાને પાતળા ટુકડાઓમાં કાપીને, મીઠું લગાવીને 15 મિનિટ સુધી રહેવા દો. પછી તેને ધોઈ લો. એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં જીરું અને સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતળો. કારેલા ઉમેરો, હળદર અને મીઠું નાખો. મસાલા ઉમેરો અને મિક્સ કરો. પાણી ઉમેરો, ઢાંકી દો અને ધીમા તાપે રાંધો, ક્યારેક ક્યારેક હલાવતા રહો.

કારેલા ફ્રાય બનાવો

કારેલાના ફ્રાઈસ બનાવવા માટે, કારેલાને પાતળા ગોળ ટુકડાઓમાં કાપીને, મીઠું લગાવીને 15 મિનિટ સુધી રહેવા દો. પછી, તેને પાણીથી ધોઈને સારી રીતે સૂકવી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો, કારેલા ઉમેરો અને તેને મધ્યમ તાપ પર તળો. હળદર, મીઠું અને ચાટ મસાલો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. જ્યારે કારેલા ક્રિસ્પી થઈ જાય, ત્યારે તેને કાઢી લો.

Entertainment : વિવેક અગ્નિહોત્રીએ ઓપરેશન સિંદૂર પર ફિલ્મ જાહેર કરી

0

મુંબઇ : વિવેક અગ્નિહોત્રીએ ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવવાની સત્તાવાર ધોષણા કરી છે. જોકે, ફિલ્મના કલાકારો કે રીલિઝ ડેટની જાહેરાત કરાઈ નથી. ટી સીરિઝના ભૂષણ કુમાર આ ફિલ્મના સહ નિર્માતા હશે.

તાજેતરમાં પાકિસ્તાનમાં ભારતીય જાસૂસનાં ઓપરેશનની ફિલ્મ ‘ધુરંધર’ના બે ભાગ હિટ થયા છે તે પછી આ જાહેરાત આવી છે. ‘ધુરંધર’નો પહેલો ભાગ હિટ થયો તે અરસામાં જ વિવેક અગ્નિહોત્રી આ ફિલ્મ પ્લાન કરી રહ્યો હોવાની ચર્ચા હતી. વિવેક અગ્નિહોત્રીની જાહેરાત અનુસાર આ ફિલ્મ લેફ્ટેનન્ટ જનરલ કેજેએસ ધિલ્લોના પુસ્તક ‘ઓપરેશન સિંદૂર : ધ અનટોલ્ન્સ્ટોરી ઓફ ઇન્ડિયા ડીપ સ્ટ્રાઇક્સ ઇનસાઇડ પાક્સ્તિાન’

Sports : હાર્દિક પંડ્યાએ વાયદો નિભાવી દિલ જીત્યાં! રાત-દિવસ મહેનત કરતાં સ્ટાફને આપ્યું ખાસ ઈનામ

0

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માત્ર પોતાની રમત માટે જ નહીં પરંતુ પોતાની લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતો છે. મોંઘી ઘડિયાળોથી લઈને મોંઘી સ્પોર્ટ્સ કાર સુધી, હાર્દિક પંડ્યા પોતાના શોખ માટે પ્રખ્યાત છે. બીજી તરફ ક્યારેક-ક્યારેક મેદાન પર કે મેદાનની બહાર પોતાના વર્તનના કારણે પણ તે લોકોના નિશાના પર રહે છે. પરંતુ હાર્દિક પંડ્યા એક દયાળુ વ્યક્તિ છે, અને આવું ઘણી વખત જોવા મળ્યું છે. જોકે, આ વખતે તેણે જે કર્યું તે ભાગ્યે જ જોવા મળે છે. હાર્દિકે એક ખાસ કારણસર મુંબઈના વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને 10-10 લાખ રૂપિયાના ચેક આપ્યા છે.

અહેવાલ પ્રમાણે IPL 2026 સીઝન શરૂ થાય તે પહેલાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ વાનખેડે સ્ટેડિયમમાં કામ કરતા લગભગ 10-11 મુંબઈ ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ સ્ટાફને આ ચેક આપ્યા છે. પરંતુ જો તમે એવું વિચારતા હોવ કે શું તેણે IPL દરમિયાન સારી પિચ તૈયાર કરવા બદલ આ ચેક આપ્યા છે, તો એવું બિલકુલ નથી. હાર્દિકે જે આ દિલ જીતનારું કામ કર્યું છે, તેની પાછળનું કારણ તેણે થોડા સમય પહેલા કરેલો વાયદો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે હાર્દિકે ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યોને 10-10 લાખ રૂપિયા આપ્યા છે, કારણ કે તેણે થોડા સમય પહેલા ભારતીય ઓલરાઉન્ડરને મદદ કરી હતી. અહેવાલમાં જણાવાયું છે કે હાર્દિક 2026ના T20 વર્લ્ડ કપ પહેલા વાનખેડે ખાતે તૈયારીઓમાં વ્યસ્ત હતો, અને આ સમય દરમિયાન તે ઘણીવાર મોડી રાત સુધી પ્રેક્ટિસ કરતો હતો, જેના કારણે ગ્રાઉન્ડ સ્ટાફને વધુ સમય સુધી રોકાવું પડતું હતું. પરંતુ તેમણે હાર્દિકની તૈયારીમાં કોઈ કસર નહોતી છોડી.

હાર્દિક પંડ્યાએ ત્યારે તેમને વાયદો કર્યો હતો કે, ‘જ્યારે હું અહીં પાછો આવીશ ત્યારે તમને ઈનામ આપીશ.’ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પોતાનો વાયદો ભૂલ્યા નહીં અને તેને નિભાવ્યો. મુંબઈ ઈન્ડિયન્સના પ્રેક્ટિસ સેશન બાદ હાર્દિકે પ્રેક્ટિસ દરમિયાન તેને મદદ કરનારા તમામ સભ્યોને 10-10 લાખના ચેક આપ્યા. આ તમામે હાર્દિક સાથે ફોટા પણ પડાવ્યા, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે અને દરેક લોકો મુંબઈના કેપ્ટનની પ્રશંસા કરી રહ્યા છે.

Gandhinagar : 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને 354 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને સર્વસ્પર્શી અને ગુણવત્તાયુક્ત બનાવવાના સંકલ્પ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને શિષ્યવૃત્તિ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને સર્વસ્પર્શી અને ગુણવત્તાયુક્ત બનાવવાના સંકલ્પ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને શિષ્યવૃત્તિ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ ક્રાયક્રમમાં મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે SSIP 2.O, નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના અંદાજે 13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં DBTના માધ્યમથી રૂ.354 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં કન્યાઓના ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધારવા તથા વિજ્ઞાન પ્રવાહ પ્રત્યે દિકરા-દિકરીઓનો ઝોક વધે તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી શરૂ કરવામાં આવી છે.રાજ્ય સરકારે આત્યાર સુધીમાં 27.61 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાઓ પેટે 1871.78 કરોડ રૂપિયાની સહાય આપી છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,અગાઉ ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો 34થી 38 ટકા જેટલો હતો, તે આજે ઘટીને માત્ર 2 ટકા પર આવી ગયો છે.આજે રાજ્યની શાળાઓ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લેબોરેટરી જેવી વર્લ્ડક્લાસ સુવિધાઓથી સજ્જ બની છે.જેથી વિદ્યાર્થીઓને ખૂબ જ સારું શિક્ષણ મળતું થયું છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, દીકરીઓનો અભ્યાસ આર્થિક સ્થિતિના કારણે અધૂરો ન રહે તે માટે રાજ્ય સરકારે સતત ચિંતા કરીને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી મહત્વપૂર્ણ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આ યોજનાઓના સફળ અમલીકરણથી શાળાઓમાં દીકરીઓની સંખ્યામાં ૬-૭ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.ગુજરાત સતત પાંચ વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પણ પ્રથમ નંબરે છે, રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને શાળા અભ્યાસકાળથી જ ઇનોવેશન માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવ્યું છે. તેમણે આ સંદર્ભમાં SSIP 2.O અન્વયે વિદ્યાર્થીઓના ઈનોવેટીવ પ્રોજેક્ટ્સ માટે પ્રોત્સાહન સહાયના ચેકનું વિતરણ પણ કર્યુ હતુ.આવા 735 યુવા વિદ્યાર્થીઓને કુલ 69.69 લાખની સહાય અપાઈ છે.

Vadodara : સગાઈ તૂટી જતાં આણંદની યુવતીએ છાણી કેનાલમાં કર્યો આપઘાતનો પ્રયાસ

0

વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી કેનાલ પર આજે એક યુવતીએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. મૂળ આણંદની વતની એવી આ યુવતી પોતાની સગાઈ તૂટી જવાથી ભારે માનસિક તણાવમાં હતી, જેના કારણે તેણે અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ઘટનાની જાણ થતા જ વડોદરા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને યુવતીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.

યુવતી છાણી કેનાલના કિનારે આપઘાત કરવાના ઇરાદે ઉભી હતી ત્યારે સ્થાનિકો કે અન્ય માધ્યમથી પોલીસને જાણ થઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુવતીને સમજાવટથી રોકી રાખી હતી અને બીજી તરફ સાવચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડના જવાનોને પણ બોલાવી લીધા હતા. ફાયરના જવાનોએ કેનાલના કિનારેથી યુવતીને સુરક્ષિત રીતે પકડી પાડીને બહાર કાઢી હતી, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.

રેસ્ક્યુ બાદ પોલીસે યુવતીની પ્રાથમિક પૂછપરછ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે સગાઈ તૂટી જવાની સામાજિક પરિસ્થિતિથી તે ખૂબ જ વ્યથિત હતી. પોલીસે માનવતાવાદી અભિગમ દાખવી યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તેના પરિવારજનોને આણંદ ખાતે જાણ કરી વડોદરા બોલાવ્યા હતા. હાલમાં યુવતીને તેના પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અને ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીની લોકોમાં પ્રશંસા થઈ રહી છે.

National : તમે જે ફ્લાઇટમાં મુસાફરી કરવાના છો તે કેટલી સુરક્ષિત? રિપોર્ટમાં ખામીને લઇને ચોંકાવનારો ખુલાસો

0

ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં મુસાફરોની સુરક્ષાને લઈને એક અત્યંત ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. સંસદીય સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા ઓડિટ રિપોર્ટ મુજબ, દેશમાં ઉડતી લગભગ 50% કોમર્શિયલ ફ્લાઇટ્સ કોઈને કોઈ ટેકનિકલ ખામીનો સામનો કરી રહી છે. આ રિપોર્ટ બાદ હવે મુસાફરોએ ટિકિટ બુક કરાવતા પહેલા એરલાઇન્સની વિશ્વસનીયતા ચકાસવી અનિવાર્ય બની ગઈ છે.

ગયા વર્ષે કરવામાં આવેલા ઓડિટમાં પેનલે શોધી કાઢ્યું કે કુલ 754 કોમર્શિયલ ફ્લાઇટ્સમાંથી 377 વિમાનોમાં વારંવાર ટેકનિકલ સમસ્યાઓ ઉભી થઈ હતી. આ યાદીમાં દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો ટોચ પર છે. ઇન્ડિગોની 405 ફ્લાઇટ્સનું ઓડિટ કરાયું જેમાંથી 148માં ખામીઓ મળી હતી. જોકે, ટકાવારીની દ્રષ્ટિએ એર ઇન્ડિયાની સ્થિતિ વધુ ગંભીર છે. એર ઇન્ડિયાની 166 ફ્લાઇટ્સમાંથી 137 (લગભગ 82%) વિમાનોમાં ટેકનિકલ ઇશ્યુ જોવા મળ્યા હતા, જ્યારે તેની સબસિડીયરી એર ઇન્ડિયા એક્સપ્રેસની પણ અડધોઅડધ ફ્લાઇટ્સ ખામીયુક્ત જણાઈ હતી.

આ રિપોર્ટ માત્ર મશીનરી પૂરતો મર્યાદિત નથી, પરંતુ માનવીય ભૂલો અને વ્યવહારુ ખામીઓ પર પણ પ્રકાશ પાડે છે. જૂન 2025 માં અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયાના અકસ્માત બાદ કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું કે,

બોઇંગ 787 અને 777 જેવા મોટા વિમાનો ઉડાવતા પાયલોટ્સની ટ્રેનિંગમાં મોટી ખામીઓ છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં કેબિન ક્રૂની સંખ્યા પૂરતી હોતી નથી.

ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન (FDTL) ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, જેના કારણે પાયલોટ્સ થાક અનુભવે છે.

ઘણી ફ્લાઇટ્સમાં ‘એક્સપાયર્ડ’ એટલે કે સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય તેવા ઇમરજન્સી સાધનોનો ઉપયોગ થતો હોવાનું પણ ખુલ્યું છે.

સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે ઉડ્ડયન ક્ષેત્રનું નિયમન કરતી સંસ્થા DGCA પોતે જ સંસાધનોની અછત સામે ઝઝૂમી રહી છે. રિપોર્ટ અનુસાર, DGCA માં 48.3% પદો ખાલી છે. સ્ટાફની આટલી મોટી અછતને કારણે એરલાઇન્સ પર અસરકારક રીતે દેખરેખ રાખવી અશક્ય બની રહી છે. જેના પરિણામે એર ઇન્ડિયાને અનેક ‘કારણ બતાવો નોટિસ’ આપવા છતાં પરિસ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. સંસદીય સમિતિએ આ મામલે કડક વલણ અપનાવતા તાત્કાલિક પ્રણાલીગત સુધારાઓની ભલામણ કરી છે. મુસાફરોની સુરક્ષા સાથે થતા આ ચેડાં અટકાવવા માટે ટેકનિકલ ઓડિટ વધુ કડક બનાવવું અને ખાલી પડેલી જગ્યાઓ પર ઝડપી ભરતી કરવી અનિવાર્ય છે.

Up : IPS ઓફિસર કેકે બિશ્નોઈ રિંગ સેરેમનીમાં બન્યા રોમેન્ટિક, ASP અંશિકાને ઉઠાવી કર્યો ડાન્સ

0

સંભલના ISP કેકે બિશ્નોઈ અને બરેલીના ASP અંશિકા વર્માના રિંગ સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ.રિંગ સેરેમનીમાં’ચલ પ્યાર કરેગી’સોંગ પર કર્યો ડાન્સ.જેમાં કેકે બિશ્નોઈએ અંશિકાને પોતાન હાથમાં ઉપાડી બન્યા રોમેન્ટિક.

ઉત્તર પ્રદેશના પ્રખ્યાત IPS કપલે ગુરુવારે યોજાયેલી રિંગ સેરેમની દરમિયાન બંનેએ પરંપરાગત રીતે વીંટીઓનું વિનિમય કર્યું.આ ક્ષણ દરમિયાન બંનેની ખુશી અને લાગણી સ્પષ્ટ જોવા મળી હતી.’ચલ પ્યાર કરેગી’ પર ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા.આ કપલ 29 માર્ચના બાડમેરમાં જઈને કરશે લગ્ન.સૌપ્રથમ કે.કે.બિશ્નોઈએ અંશિકા વર્માની આંગળી પર વીંટી પહેરાવી, ત્યારબાદ અંશિકાએ તેમની આંગળી પર વીંટી પહેરાવી હતી.

આ કપલે બોલીવૂડના ગીત પર ડાન્સ કર્યો હતો તે પલે લોકોના દિલ જીતી લીધા હતા.ડાન્સ દરમિયાન કેકે બિશ્નોઈએ અચાનક જ અંશિકા વર્માને પોતાના હાથમાં ઉંચકી લીધી. જે દૃશ્યો લોકોનો ઉત્સાહ વધાર્યો હતો અને તાળીઓના ગડગડાટ વચ્ચે આ પળ સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ બની છે.

રાત્રીના સમયે યોજાયેલા સમારોહમાં બંને અધિકારીઓ ખૂબ જ સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યા હતા.કેકે બિશ્નોઈ બ્લેક ગોગલ્સ સાથે અટ્રેક્ટિવ ડ્રેસમાં જોવા મળ્યા હતા.જ્યારે અંશિકા વર્મા પણ પોતાના પોશાકમાં ખૂબ જ આકર્ષક લાગી રહ્યા હતા.બંનેની કેમેસ્ટ્રી લોકોને ખુબ જ પસંદ આવી.

આ કાર્યક્રમમાં પરિવારજનો,નજીકના સગા-સંબંધીઓ અને ખાસ મહેમાનો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં રાજકીય અને સ્થાનિક પ્રશાસનના અનેક લોકો પણ જોડાયા હતા.મહેમાનોએ આ કાર્યક્રમને ખુબજ એન્જોય કર્યો હતો. અને સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર થયો હતો વાયરલ.લોકોને ખુબજ સારી સારી કમેન્ટ કરી હતી.ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં તેમની સાદગીને લોકોએ પ્રેરણાદાયક ગણાવી હતી.

આ કપલ 29 માર્ચના બાડમેરમાં લગ્નના બંધનમાં બંધાશે.તે પહેલાં હલ્દી અને સંગીત સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.ત્યારબાદ 30 માર્ચના જોધપુરમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.કેકે બિશ્નોઈ અને અંશિકા વર્મા બંને પોતાના કામમાં કડક અને જવાબદાર અધિકારીઓ તરીકે જાણીતા છે. હવેથી તેમના જીવનનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે, જેને લઈને પરિવાર અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.