Home Blog Page 363

Ahmedabad : બ્યુટી પાર્લરમાં ધાર્મિક વિધિના બહાને છેતરપિંડી કરતી બે મહિલાઓ ઝડપાઈ, સોનું જપ્ત કરાયું

0

નરોડા પોલીસે બ્યુટી પાર્લર ચલાવતા વેપારીઓ અને ગ્રાહકોને નિશાન બનાવી, ધાર્મિક વિધિના બહાને સોના-ચાંદીના દાગીના પડાવી લેતી બે મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે છેતરપિંડીનો મુદ્દામાલ ખરીદનાર વેપારી સહિત કુલ ત્રણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ મહિલાઓ અત્યંત શાતિર રીતે છેતરપિંડી કરતી હતી. મહિલાઓ ગ્રાહક બનીને બ્યુટી પાર્લરમાં જતી હતી. સર્વિસ લેતી વખતે એક મહિલા રડવાનું નાટક કરી સામેવાળી વ્યક્તિની સહાનુભૂતિ મેળવતી. બીજી મહિલા દાવો કરતી કે તેની માતા પાસે એવી શક્તિ છે જે કોઈપણ ‘દુર્ભાગ્ય’ કે ‘દુઃખ’ દૂર કરી શકે છે. વિધિ કરવાના બહાને બંને પીડિતાને રોકડ અથવા દાગીના લાવવા સમજાવતી અને નજર ચૂકવીને તે લઈને ફરાર થઈ જતી હતી.

ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન નરોડા પોલીસને મળેલા ચોક્કસ ઇનપુટ્સના આધારે શંકાસ્પદોને ધરપકડ કરાઈ છે. આરોપીની ઓળખ ગાંધીનગર જિલ્લાના દહેગામ રોડ પર આવેલા બહિયાલ ગામની રહેવાસી 40 વર્ષીય મીનાબેન ઉર્ફે ટીના અને ખેડા જિલ્લાના દાણાદરા ગામની રહેવાસી 40 વર્ષીય રૂપલબેન તરીકે થઈ છે.

પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસના જણાવ્યાનુસાર, મુખ્ય આરોપી મીનાબેનનો ગુનાહિત ઇતિહાસ ઘણો મોટો છે અને તેની સામે ગુજરાતના અનેક પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી અને ચોરીના ગુના નોંધાયેલા છે.

મહિલાઓએ ચોરેલા દાગીના દસક્રોઈ વિસ્તારમાં જ્વેલર્સ ચલાવતા ધીરેન અરવિંદભાઈ સોનીને વેચ્યા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ઝવેરી પાસેથી 18.57 ગ્રામ સોનાની ત્રણ લગડીઓ કબજે કરી છે, જેની બજાર કિંમત આશરે 1.77 લાખ રૂપિયા થાય છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વધુ કાનૂની તપાસ હાથ ધરી છે અને આ ગેંગે અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

Panchmahal : ગ્રાહક બનીને ચોરી કરવા આવેલી 4 મહિલાઓની ટોળકી ઝડપાઈ, 22 ડ્રેસની ચોરી

0

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગ્રાહકના સ્વાંગમાં આવી વેપારીઓની નજર ચૂકવી ચોરી કરતી મહિલાઓની ગેંગનો પર્દાફાશ થયો છે. ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચાર મહિલાઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરાયેલો મુદ્દામાલ રિકવર કર્યો છે.

મળતી માહિતી અનુસાર, 12મી ફેબ્રુઆરીના રોજ ગોધરાના ભરચક ગણાતા બગીચા રોડ પર આવેલી એક કપડાંની દુકાનમાં આ ચોરીની ઘટના બની હતી. ચાર અજાણી મહિલાઓ એકસાથે ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશી હતી. દુકાનદારને વાતોમાં પરોવી અને કપડાં જોવાની આડમાં આ મહિલાઓએ નજર ચૂકવીને એકસાથે 22 નંગ ડ્રેસની ચોરી કરી લીધી હતી. મહિલાઓ ગયા બાદ માલ ઓછો જણાતા દુકાન માલિકે તપાસ કરી હતી અને અંતે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મળતા જ પોલીસે તપાસ તેજ કરી હતી. દુકાન અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસતા ચારેય મહિલાઓની શંકાસ્પદ હિલચાલ કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજમાં મહિલાઓ અત્યંત ચાલાકીપૂર્વક ડ્રેસ ચોરી કરતી હોવાનું સ્પષ્ટ જણાતા પોલીસે બાતમીદારો અને સર્વેલન્સની મદદથી આ ટોળકીને દબોચી લીધી હતી.

પોલીસે ઝડપાયેલી ચારેય મહિલાઓ પાસેથી ચોરી કરેલા તમામ 22 ડ્રેસ જપ્ત કર્યા છે, જેની કુલ કિંમત આશરે 16,500 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અગાઉ અન્ય કોઈ બજારો કે શહેરોમાં આ પ્રકારે વેપારીઓને નિશાન બનાવ્યા છે કે કેમ?

Ahmedabad : પીએમ મોદીએ સાણંદમાં સેમી કંડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

0

સાણંદમાં સાડા ત્રણ કિમીના પીએમ મોદી ભવ્ય રોડ શો બાદ સાણંદ સ્થિત માઇક્રોન કંપનીના સેમી કંડક્ટર પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા અને સેમિ કંડક્ટર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું.સાણંદમાં સાડા ત્રણ કિમીના પીએમ મોદી ભવ્ય રોડ શો બાદ સાણંદ સ્થિત માઇક્રોન કંપનીના સેમી કંડક્ટર પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા અને સેમિ કંડક્ટર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું.

સાણંદમાં સ્થાપીત થયેલા માઇક્રોન કંપનીના સેમી કંડક્ટર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉદ્ગાટન કર્યું હતું. કોવિડ વખતે વિશ્વભરમાં ઉદ્યોગો ઠપ્પ થઇ ગયા હતા ત્યારે પીએમ મોદીએ પ્રયાસો કરીને માઇક્રોન કંપનીને ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માટે લાવ્યા હતા.22500 કરોડના ખર્ચે માઇક્રોન કંપનીએ સેમી કંડક્ટર પ્લાન્ટ બનાવ્યો છે. ગેજેટમાં આ ચિપનો ઉપયોગ થશે અને હજારોની સંખ્યામાં રોજગારી જનરેટ થશે.

National : આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના: ફટાકડા ફેક્ટ્રીમાં બ્લાસ્ટ થતાં 18 લોકોના મોત, અનેક દાઝ્યાં, 5km સંભળાયો વિસ્ફોટ

0

આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લાના વેટલાપલેમ ગામમાં શનિવારે એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં જોરદાર ધડાકો થયો હતો. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ થયો તે સમયે ફેક્ટરીમાં 20 થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બપોરે અંદાજે 2 વાગ્યે આ બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો ભયાનક હતો કે, તેનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટ બાદ ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.રાજ્યના ગૃહમંત્રી વંગાલપુડી અનિતાએ આશંકા વ્યક્ત કરી છે કે, મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે, કારણ કે કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે સંબંધિત મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર નજર રાખવા આદેશ આપ્યો છે. હાલમાં વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. આ ઉપરાંત ઘાયલોને તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટેના આયોજનની પણ અપીલ કરી છે.

Business : સોનાની ચમકે વધારી બેંકોની રફ્તાર, પર્સનલ, કાર લોનને પછાડી ગોલ્ડ લોન બની જાન્યુઆરીની ‘સુપરહિટ’ પ્રોડક્ટ

0

ભારતીય બેંકિંગ સેક્ટરમાં અત્યારે લોનની માંગને લઈને એક નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોને હવે પર્સનલ લોન કે કાર લોન કરતા ગોલ્ડ લોન (Gold Loan) વધુ આકર્ષી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સેક્ટોરલ ડેટા દર્શાવે છે ક

ભારતીય બેંકિંગ સેક્ટરમાં અત્યારે લોનની માંગને લઈને એક નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોને હવે પર્સનલ લોન કે કાર લોન કરતા ગોલ્ડ લોન (Gold Loan) વધુ આકર્ષી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સેક્ટોરલ ડેટા દર્શાવે છે કે જાન્યુઆરી મહિનામાં ગોલ્ડ લોનની માંગમાં જંગી ઉછાળો આવ્યો છે.

RBI ના આંકડા મુજબ, જાન્યુઆરીમાં સોના પર આપવામાં આવતી લોનમાં વાર્ષિક ધોરણે (Year-on-Year) 128 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે. જ્યારે એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં આ ગ્રોથ 91 ટકા હતો. નિષ્ણાતોના મતે, સોનાના સતત ઊંચા રહેલા ભાવો અને બેંકોની સરળ તથા ઝડપી પ્રોસેસિંગના કારણે લોકો પોતાની તાત્કાલિક નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે ગોલ્ડ લોન તરફ વળ્યા છે.

અન્ય સેક્ટર્સની વાત કરીએ તો, રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં અપાતી લોનમાં 62 ટકાનો જંગી વધારો થયો છે. જ્યારે ગત વર્ષે આ વધારો 40 ટકા હતો. બીજી તરફ, અમેરિકન ટેરિફમાં ફેરફારો અને વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓને કારણે એક્સપોર્ટ ક્રેડિટમાં 17.2 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

એકંદરે, નોન-ફૂડ ક્રેડિટમાં 14 ટકાનો વધારો થયો છે. રિટેલ લોન સેક્ટરમાં પણ મજબૂત માંગ ચાલુ છે, જેમાં 15 ટકાનો ગ્રોથ નોંધાયો છે. રિટેલમાં એજ્યુકેશન લોન 14 ટકાના ગ્રોથ સાથે બીજું સૌથી ઝડપથી વિકસતું સેગમેન્ટ બન્યું છે. કોર્પોરેટ સેક્ટરમાં પણ સુધારો જોવા મળ્યો છે, જેનો ગ્રોથ 8 ટકાથી વધીને 12 ટકા પર પહોંચ્યો છે. ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી અને એન્જિનિયરિંગ સેક્ટરમાં 36 ટકાનો ઊંચો ગ્રોથ જોવા મળ્યો છે.

આ ડેટામાં એક વધુ મહત્વની બાબત એ સામે આવી છે કે, 15 ફેબ્રુઆરીએ પૂરા થતા પખવાડિયામાં બેંક ક્રેડિટ (લોન) 13.6 ટકા વધી છે, જ્યારે ડિપોઝિટ (થાપણો) નો ગ્રોથ માત્ર 11.2 ટકા રહ્યો છે. તેનો અર્થ એ છે કે બેંકોમાં થાપણો જમા થવાની રફ્તાર કરતા લોન આપવાની રફ્તાર વધુ ઝડપી છે, જેના કારણે ક્રેડિટ-ડિપોઝિટ રેશિયો 82.47 ટકા પર પહોંચી ગયો છે.

આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે બજારમાં નાણાંની માંગ સતત વધી રહી છે અને ભારતીયો પોતાની નાણાકીય જરૂરિયાતો માટે સોનાનો સ્માર્ટ રીતે ઉપયોગ કરી રહ્યા છે.

Ahmedabad : સાણંદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, હજારો લોકોએ પીએમનું અભિવાદન કર્યું

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેઓ સાણંદ પહોંચ્યા હતા અને સાડા ત્રણ કિમીનો ભવ્ય રોડ શો યોજ્યો હતો

બપોરે 3 વાગે સાણંદ પહોંચ્યા

વડાપ્રધાન બપોરે 3:40 વાગ્યાના પોતાના નિર્ધારિત સમયમાં પહોંચવાના બદલે, બપોરે 3 વાગે સાણંદ પહોંચ્યા હતા

3.5 કિલોમીટર લાંબો રોડ શો

સાણંદ હેલિપેડથી માર્ગ પર 3.5 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હકતો.આ રોડ શોમાં આશરે 15,000 લોકો પહોંચ્યા હતા. હજારો લોકોએ પીએમનું ફુલો વરસાવી અભિવાદન કર્યું હતું.

PM મોદીનું સ્વાગત કરવા માટે 25 જેટલા સ્વાગત પોઇન્ટ બનાવાયા હતા અને વિવિધ થીમ સાથેના પ્લેનકાર્ડ્સ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

PM મોદીના આ રોડ શો અને લોકાર્પણને લઈને ભારે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી

Gujarat : ચોરવાડ નજીક જંગલમાં આગ લાગતાં 100 જેટલાં સરૂનાં વૃક્ષને નુકસાન

0

ચોરવાડના ત્રિવેણી નજીક આવેલા જંગલ વિસ્તારમાં આજે બપોરે આગ ભભૂકી હતી. જેમાં 100 જેટલા શરૂના વૃક્ષમાં નુકસાન થયું હતું. આ અંગે જાણ થતા ચોરવાડ અને વેરાવળના ફાયર ફાઈટરે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ અકસ્માતે નહી પરંતુ લાકડા માટે લગાડવામાં આવી હોવાની આશંકા છે. આ અંગે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવામાં એવી માંગ ઉઠી છે.

ચોરવાડના ત્રિવેણી ઘાટ નજીક નાગાગુરૂ મંદિર આવેલું છે. આ મંદિરની પાછળના વિસ્તારમાં મોટી સંખ્યામાં શરૂનું જંગલ છે. આજે બપોરે આ સ્થળની નજીક સ્મશાને ગયેલા ડાઘુઓના ધ્યાનમાં આ જંગલમાં આગ લાગી હોવાનું ધ્યાને આવેલ હતું. ધીમે-ધીમે આગ પ્રસરી રહી હતી. આગના લીધે ૧૦૦ જેટલા શરૂના વૃક્ષની ડાળીઓ તેમજ થડમાં નુકસાન થયું હતું. આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આથી ચોરવાડ અને વેરાવળ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ જંગલ અવાવરૂ વિસ્તારમાં આવેલું છે. થોડા સમય પહેલા પણ આ જંગલમાં આગ લાગી હતી. સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ લાકડા કાપનારાઓએ આ આગ લગાડયાની આશંકા છે. શરૂ વૃક્ષ સુકાતું નથી. આગ લાગ્યા બાદ વૃક્ષ સુકાઈ જાય છે. જેના લાકડા લઈ જવામાં આવે છે. આથી આ મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે એવી લોકોમાંથી માંગ ઉઠી છે.

Kheda : ડાકોરના પદયાત્રીઓને પીરસવામાં આવશે મેક્સિકન ફૂડ

0

ડાકોર પદયાત્રીઓ માટે ચીરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેક્સિકન રાઈસ, પાસ્તા અને પાવભાજી જેવી વાનગીઓ પીરસવામાં આવી રહી છે. 31 વર્ષથી આ સેવા યજ્ઞ ચાલે છે.

ફાગણી પૂનમના પાવન અવસરે ઠાકોરજીના દર્શને જતા લાખો પદયાત્રીઓ માટે સેવાના કેમ્પો શરૂ થઈ ગયા છે. આ વર્ષે ડાકોર માર્ગ પર ભક્તોને માત્ર પરંપરાગત ગુજરાતી ભોજન જ નહીં, પરંતુ વિદેશી વ્યંજનોનો સ્વાદ પણ માણવા મળશે. સિહુંજ નજીક ચીરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓ માટે ખાસ મેક્સિકન ફૂડની વ્યવસ્થા કરવામાં આવી છે.

છેલ્લા 31 વર્ષથી અવિરત સેવા આપતા ચીરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે મેનૂમાં મેક્સિકન રાઈસ, મેક્સિકન કઢી અને પાસ્તા જેવા આધુનિક વ્યંજનો ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત પદયાત્રીઓ પાઉંભાજી, ઇન્દોરી કચોરી, ખમણ, દાળ-ભાત, શાક-પૂરી અને શિરા જેવી વાનગીઓનો પણ નિઃશુલ્ક આનંદ માણી રહ્યા છે. આ સંસ્થા દર વર્ષે પદયાત્રીઓ માટે અવનવી વાનગીઓ પીરસવા માટે જાણીતી છે.

ભક્તિની સાથે ભૌતિક સુવિધાઓનો સંગમ
યાત્રાના થાકને ઉતારવા માટે ટ્રસ્ટ દ્વારા અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

આરોગ્ય સેવા: પદયાત્રીઓ માટે પગની માલિશ અને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ.
રહેવા-જમવાની વ્યવસ્થા: ભક્તોને રાત્રિ રોકાણ માટે રહેવા તેમજ નાહવા-ધોવાની ઉત્તમ સગવડ.
ભક્તિમય માહોલ: ભજન મંડળીઓ દ્વારા રામધૂન અને ભજનોની રમઝટ બોલાવવામાં આવે છે, જેથી યાત્રીઓનો થાક હળવો થાય.
ચીરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટની આ અનોખી સેવાની પદયાત્રીઓ ભારે પ્રશંસા કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે આ કેમ્પ ભક્તિ અને આધુનિક લિજ્જતનો અદભૂત સંગમ સાબિત થઈ રહ્યો છે.

Vadodara : વડોદરામાં 4 કલાકના ગાળામાં વેપારી અને મહિલાને જાહેરમાં લૂંટનારા બે લુંટારા ઝડપાયા

0

વડોદરામાં માત્ર ચાર કલાકના ગાળામાં એક જ પદ્ધતિએ પશ્ચિમ વિસ્તારમાં માત્ર ચાર કલાકના ગાળામાં એક જ પદ્ધતિએ બે જણાને લૂંટનાર બે લૂંટારાને પોલીસે યુપી સુધી પીછો કરી ઝડપી પાડ્યા છે.

વડોદરામાં કહેતા 18મીએ રેસકોર્સના જ્વેલર્સ શોરૂમમાંથી બંગડીઓ ખરીદી જઈ રહેલી માતા પુત્રીને લક્ષ્મીપુરા રોડ પર બાઈક સવાર બે લૂંટારાઓએ અટકાવી બંગડીઓ લૂંટી લીધી હતી. જેમાં મોબાઈલ તેમજ રોકડા રૂ.3000 પણ હતા. આવી જ રીતે સનફાર્મા રોડ પર દુકાન ધરાવતા વેપારી મોડી સાંજે ઘેર પરત ફર્યા ત્યારે મનીષા ચોકડી પાસે યુ ટર્ન લેતા સ્કૂટર પર આવેલા લુંટારા પર્સ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જેમાં રોકડા રૂ.1.40 લાખ હતા.

બનાવ અંગે પોલીસની ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેન્સની સાથે સાથે પોતાના સોર્સ મારફતે આરોપીઓની તપાસ કરતી હતી ત્યારે બે લૂંટારા ઉપર શંકા જતા તેમના પર વોચ રાખી હતી. આખરે પોલીસે બંને લૂંટારાને યુપીના ગાઝિયાબાદ ખાતેથી ઝડપી પાડ્યા હતા. પકડાયેલાઓમાં પ્રતીક શ્યામ યાદવ (ઘનશ્યામ નગર, મકરપુરા) અને શિવકુમાર રામમૂરત બિંદ(કલ્પના નગર, મકરપુરા એરફોર્સ પાછળ) નો સમાવેશ થાય છે. જ્યારે અન્ય એક આરોપીની શોધ ખોળ ચાલુ છે.

Ahmedabad : ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કો.ઓ. સોસાયટીએ ડિપોઝિટર્સના રૃા. ૬.૫ કરોડ ડૂબાડયા

0

અણદાવાદ શહેરના જીવરાજ પાર્ક બસ સ્ટોપ પાસે સહજાનંદ કોમ્પ્લેક્સમાં ચાલતી ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટી લિમિટેડે રોજ રોજ રૃા. ૧૦૦થી માંડીને રૃા. ૫૦૦ જમા કરાવીને મૂડી એકઠી કરી રહેલા થાપણદારોના અંદાજે રૃા. ૬.૫ કરોડ ડૂબાડયા હોવાનું બહાર આવી રહ્યું છે. આ કોઓપરેટી ક્રેડિટ સોસાયટીના વર્તમાન સંચાલકોમાં અમદાવાદની જ સોશિયલ કોઓપરેટીવ બેન્કના વર્તમાન ડિરેક્ટર સુરેશ શાહ, તેમના પત્ની કાશ્મીરા શાહ અને પ્રણવ શાહ હોવાનું બહાર આવ્યું છે. સોશિયલ કોઓપરેટીવ બેન્કમાંથી જ છૂટા કરેલા સ્ટાફના સભ્યોને થાપણ એકઠી કરવાની કામગીરીમાં જોતરી દઈને તેમણે પાંચ પાંચ સાત સાત ખાતા ચલાવતા થાપણદારોને રૃા. ૬.૫ કરોડ ડૂબાડયા હોવાથી થાપણદારો હેબતાઈ ગયા છે.

રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીની સ્થાપના ૨૦૧૬માં કરવામાં આવી હતી. આ રીતે તેઓ થાપણદારો પાસે રૃા. ૧૦૦થી માંડીને જે રકમ આપે તે રોજ રોજ જમા લેતા હતા. વર્ષ દરમિયાન જમા થયેલી રકમ પર વર્ષને અંતે બે ટકા જેટલું વ્યાજ ઉમેરીને થાપણદારોને પરત આપી દેવામાં આવતા હતા. આ જ પૈસા સુરેશ શાહ અને તેમના ભાગીદાર સ્વ. અમિત પરીખ બહાર ૨૪ ટકાથી વધુના વાર્ષિક વ્યાજદરે ફેરવતા હતા.

ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીના સ્થાપકોએ રોજ રોજની થાપણ લઈ આવવા માટે ૧૩ જેટલા એજન્ટ્સની નિમણૂક કરી હતી. આ એજન્ટ્સ રોજના રૃા. ૨૫૦૦૦થી માંડીને ૭૫૦૦૦ કે તેનાથીય વધુ થાપણો લઈ આવતા હતા. આજે આ એજન્ટ્સ માટે ઘરમાંથી બહાર નીકળવું કઠિન બની ગયું છે. કારણ કે ડિસેમ્બર ૨૦૨૫ પછી તો થાપણદારોના પૈસા પરત કરવાનું ધરાર બંધ જ કરી દેવામાં આવ્યું છે.ક્રેડિટ સોસાયટી સાથે સંકળાયેલા પ્રણવ શાહ પણ થાપણો પરત કરવાને બદલે હાથ ઊંચા કરી રહ્યા છે.

૨૦૨૫ની દિવાળી પૂર્વે રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવની સ્થાપના કરનારાઓમાંના એક અમિત ઇન્દ્રવદન પરીખ મૃત્યુ પામ્યા પછી સુરેશ શાહે થાપણદારોના પૈસા ચૂકવવાના ધાંધિયા કરવા માંડયા હોવાની જાણ કરતી ફરિયાદે ગાયકવાડ હવેલીમાં આર્થિક ગુના નિવારણનું કામ કરતાં પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી ફરિયાદમં જણાવવામં આવ્યું છે. આ એજન્ટોના ભરોસે થાપણ જમા લઈ આવનારાઓએ હવે એજન્ટો પાસે પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે. ક્રેડિટ સોસાયટી રજિસ્ટર્ડ હોવાથી ગુજરાતના સહકાર ખાતાના જિલ્લા રજિસ્ટ્રાર ઉન્નતી પંડયાને તેની ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તેમણે પણ રહસ્યમય રીતે મૌન સેવી લીધું છે.

નહેરુ નગર પાસે ક્લાઉડ નાઈનમાં આઈ વિન્ગમાં રહેતા સુરેશ શાહ અને તેમના રિદ્ધિ સિદ્ધિ ક્રેડિટ સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર અને સુરેશ શાહના પત્ની કાશ્મીરા સુરેશ શાહે આ થાપણના બદલામાં સચાણામાં અને બીજો નળસરોવર વિસ્તારનો પ્લોટ આપવાની ઓફર મૂકી હતી. પરંતુ આ બંને પ્લોટ પર સોશિયલ કોઓપરેટીવ બેન્કનો બોજો હોવાનું ખબર પડતાં થાપણદારોએ તે સ્વીકારવાની ના પાડી દીધી હતી. બીજું આ પ્લોટ સુરેશ શાહ બજાર ભાવથી બમણા ભાવે થાપણદારોને ઓફર કરી રહ્યાહોવાથી પણ આ સમાધાન તૂટી ગય્ હતું. બીજીતરફ તેમણે નારોલ વિસ્તારમાં મકાનમાં ખાલી પડેલા ફ્લેટ્સ પણ ઓફક કરીને ઓફર પાછી ખેંચી લીધી હતી. પરિણામે થાપણદારો તેમણે ટીપે ટીપે એકઠી કરેલી મૂડી પાછી મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે.