Home Blog Page 382

Rajkot : જેતપુરમાં SGOએ દરોડો પાડી બોગસ ડોકટરને ઝડપી પાડ્યો : ધોરણ ૧૦ પાસ મુન્નાભાઈ MBBS ઝડપાયો

0

જેતપુર શહેરમાં રાજકોટ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. આ શખ્સ કોઈપણ મેડિકલ ડિગ્રી વગર વર્ષોથી લોકોની સારવાર કરતો હતો. આરોપી નથુની ઉર્ફે મનીષ પાસવાન (ઉંમર ૪૪) મૂળ બિહારના કૈમુર જિલ્લાનો રહેવાસી છે.

એસઓજી ટીમે જેતપુર શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં દરોડો પાડીને આ નકલી ડોક્ટરને પકડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે માત્ર ધોરણ-૧૦ પાસ હોવા છતાં અંબર સિનેમા પાછળ ક્લિનિક ચલાવી એલોપેથીક સારવાર કરતો હતો.

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દરોડા દરમિયાન પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. ૫૧,૯૦૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં રૂ. ૫૧,૬૫૫ ની કિંમતની વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ અને રોકડ રકમનો સમાવેશ થાય છે.

આ સફળ કામગીરીમાં એસઓજી પી.આઈ. એફ.એ. પારગી, એ.એસ.આઈ. પરબતભાઈ, કોન્સ્ટેબલ રઘુભાઈ, નિર્મળસિંહ, ચિરાગભાઈ અને કલ્પેશભાઈ જોડાયા હતા. જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

World : ટ્રમ્પના નવા ગ્લોબલ ટેરિફથી ભારત, ચીન અને બ્રાઝિલને વધારે ફાયદો થશે

0

 અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફ અંગેના ચુકાદા પછી ટ્રમ્પ સામે અનેક પડકારો ઊભા થયા છે. યુરોપીયન યુનિયન (ઇયુ)એ ટ્રમ્પને જણાવી દીધું છે કે તે અગાઉના ૧૦ ટકા ટેરિફમાં કોઈપણ પ્રકારનો વધારો સ્વીકાર નહીં કરે. બીજી બાજુ ટ્રમ્પના ૧૫ ટકા ગ્લોબલ ટેરિફથી ભારત, ચીન અને બ્રાઝિલને અન્ય દેશોની સરખામણીમાં વધારે ફાયદો થશે. અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને ચીને કહ્યું હતું કે અમેરિકન કોર્ટે પણ જણાવી દીધું છે કે પ્રમુખ ટ્રમ્પે લાદેલા ટેરિફ ગેરકાયદે છે. 

ટ્રમ્પના નવા ગ્લોબલ ટેરિફ અંગે એક નવા ડેટા એનાલિસિસ મુજબ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પના ૧૫ ટકા ટેરિફના પગલાનો બ્રાઝિલ, ભારત અને ચીનને સૌથી વધુ ફાયદો થશે. ડેટાથી ખબર પડે છે કે જે દેશોની અમેરિકન પ્રમુખે આકરી ટીકા કરે છે તેમને ગ્લોબલ ફ્લેટ રેટ્સથી સૌથી વધુ ફાયદો મળવાની આશા છે. બ્રાઝિલના સરેરાશ ટેરિફ રેટમાં સૌથી વધુ ઘટાડો થશે, જે ૧૩.૬ ટકા હશે. બીજા ક્રમે ચીનના સરેરાશ ટેરિફમાં ૭.૧ ટકા તો ભારતના સરેરાશ ટેરિફમાં છ ટકા ઘટાડો થશે. ચીને પણ ટ્રમ્પને ચેતવણી આપી છે કે તે બિનજરૂરી ટેરિફ ન લાદે. તેના કારણે અનિશ્ચિતતા વધે છે અને અમેરિકાએ પોતે જ પારોઠના પગલાં ભરવા પડે છે. ટેરિફથી બધાને નુકસાન જ છે.

દરમિયાન ચીને દાવો કર્યો કે અમે કહેલી વાતને અમેરિકન સુપ્રીમ કોર્ટે મહોર મારી દીધી છે. અમેરિકન સુપ્રીમ કોર્ટે પોતાના જ પ્રમુખના પગલાંને ખોટું ઠેરવ્યું છે. આ બતાવે છે કે ટ્રમ્પના પગલાંને અમે સાવ એકતરફી અને વિવેકમુનસફી મુજબનું તથા તર્કવિહીન ગણાવ્યું તે વાત યોગ્ય હતી.  

યુરોપીયન યુનિયન (ઇયુ)એ જણાવ્યું હતું કે અમેરિકાઅ જણાવવું જોઈએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તે કયા પ્રકારના પગલાં ઉઠાવવાનું છે. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિ નિષ્પક્ષ, સંતુલિત અને પારસ્પરિક ફાયદાવાળા ટ્રાન્સએટલાન્ટિક વેપાર અને રોકાણ માટ સારી નથી જે ગયા વર્ષે વેપાર સમજૂતીમાં નક્કી થયું હતું. પંચે જણાવ્યું હતું કે ડીલ છેવટે ડીલ જ હોય છે. યુરોપીયન યુનિયનના પંચની પ્રતિક્રિયા પહેલાં કરતાં વધુ આકરી હતી. પહેલા તેણે ફક્ત એટલું જ જણાવ્યું હતું કે તે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરી રહી છે. 

ઇયુએ જણાવ્યું હતું કે ઇયુ ઉત્પાદકોને સૌથી વધારે સગવડો મળવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે પહેલેથી નક્કી અને બધા વેરાને સામેલ કરતી સરહદથી વધારે ટેરિફ ન વધારવા જોઈએ. અસંબંદ્ધ ટેરિફ વેપારને અવરોધે છે અને વૈશ્વિક બજારોમાં વિશ્વાસને નબળો પાડે છે. અમેરિકન કોર્ટના ટેરિફના આદેશ પછી ભારતે પણ કેટલાક પગલાં લીધા છે. ભારત અને અમેરિકા વચ્ચે ૨૩ ફેબુ્રઆરીના રોજની બેઠક ટળી ગઈ છે. બંને દેશોએ વ્યાપારના આ મહત્ત્વના તબક્કાની મંત્રણા વોશિંગ્ટનમાં જ રીશેડયુલ કરવાનો નિર્ણય લીધો છે. જો કે હજી સુધી તેની આગામી તારીખ નક્કી થઈ નથી. 

ટ્રમ્પ અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદાથી હજી પણ એટલા ભડકેલા છે કે તે સતત તેને નિશાન બનાવી રહ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટને ફરીથી જાણે આરોપીના પીંજરામાં ઊભી કરતા હોય તેમ જણાવ્યું હતું કે કોર્ટે હાસ્યાસ્પદ અને મૂર્ખામીભર્યો ચુકાદો આપ્યો છે. હું હવે લાઇસન્સનો ઉપયોગ કરીને વિદેશો પર આકરાં પગલાં લઈ શકું છું. તેમા પણ ખાસ કરીને અમેરિકાને લૂંટતા દેશોની સામે તો વધુ આકરાં પગલાં લઈ શકું છું. આશ્ચર્યની વાત તો એ છે કે આ ચુકાદાના આધારે હું આ દેશો પર લાઇસન્સ વેરો પણ લગાવી શકતો નથી, જ્યારે દરેક લાઇસન્સ વેરા સાથે જોડોયલું હોય છે. આવું હોય તો પછી અમેરિકા કેમ તેમ ન કરી શકે. લાઇસન્સ તો વેરો લેવા માટે જ હોય છે. આ ચુકાદામા આ અંગે કશું જણાવાયું નથી, પરંતુ મને તેના જવાબની ખબર છે.

National : संकल्प से सिद्धि को समर्पित बजट : भाजपा प्रदेश अध्यक्ष किरण सिंह देव

0

भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष किरण देव ने मुख्यमंत्री विष्णु देव साय के नेतृत्व वाली सरकार द्वारा विधानसभा में प्रस्तुत वर्ष 2026-27 के बजट का स्वागत करते हुए इसे छत्तीसगढ़ की जनता की आकांक्षाओं के अनुरूप, दूरदर्शी और राज्य को समृद्ध बनाने वाला ऐतिहासिक दस्तावेज बताया है। श्री देव ने कहा कि यह बजट समावेशी विकास, क्षेत्रीय संतुलन, मजबूत आधारभूत संरचना, मानव संसाधन विकास, अंतिम छोर तक सेवाओं की उपलब्धता तथा राज्य को निवेश के लिए आकर्षक गंतव्य बनाने पर केंद्रित है। बजट राज्य की नीति को प्रदर्शन में, निवेश को परिणामों में और आकांक्षाओं को प्रत्येक नागरिक के लिए उपलब्धियों में बदलने की दृढ़ प्रतिबद्धता को दर्शाता है। यह बजट प्रधानमंत्री नरेंद्र मोदी की ‘गारंटी’ को पूरा करने और छत्तीसगढ़ को 2047 तक ‘विकसित राज्य’ बनाने की दिशा में एक सशक्त कदम है।

भाजपा प्रदेश अध्यक्ष श्री देव ने बजट को ‘ज्ञान’ और ‘गति का संगम’ और ‘विकसित छत्तीसगढ़’ का आधारस्तम्भ बताते हुए कहा कि बजट में कृषक उन्नति योजना और सिंचाई परियोजनाओं के लिए किया गया प्रावधान यह सिद्ध करता है कि हमारी सरकार किसानों की खुशहाली के लिए प्रतिबद्ध है। बिना किसी नए कर के राजस्व बढ़ाना और किसानों को समय पर इनपुट सब्सिडी देना प्रशंसनीय है। बजट में युवाओं के कौशल विकास, स्वरोजगार और औद्योगिक प्रशिक्षण संस्थानों के उन्नयन पर जोर दिया गया है। ‘अटल निर्माण वर्ष’ के तहत बुनियादी ढांचे में निवेश से रोजगार के नए अवसर सृजित होंगे। ‘महतारी वंदन योजना’ के सफल क्रियान्वयन के साथ-साथ महिलाओं के स्वरोजगार और लखपति दीदी योजना को नई गति देना महिला सशक्तिकरण का प्रत्यक्ष प्रमाण है। बजट में सड़क, बिजली और ग्रामीण विकास (गति) के लिए आवंटित भारी भरकम राशि से राज्य के सुदूर वनांचलों तक विकास की किरण पहुँचेगी। श्री देव ने विशेष रूप से बस्तर और सरगुजा क्षेत्रों में शिक्षा, स्वास्थ्य और सुरक्षा के लिए किए गए विशेष प्रावधानों हेतु मुख्यमंत्री विष्णुदेव साय एवं वित्त मंत्री ओ.पी. चौधरी का आभार व्यक्त करते हुए कहा कि यह बजट केवल आंकड़ों का लेखा-जोखा नहीं है, बल्कि यह हर छत्तीसगढ़िया के स्वाभिमान और समृद्धि का रोडमैप है। यह अंत्योदय के संकल्प को चरितार्थ करता है।

Rajkot : જેતપુરના નવાગઢમાં 5 વર્ષની બાળકી પર થયેલા અત્યાચાર મામલે ‘હુમન રાઇટ્સ ફેડરેશન’ (USA) દ્વારા નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરાઈ.

0

નવાગઢ વિસ્તારમાં ૫ વર્ષની માસૂમ બાળકી પર થયેલા અમાનવીય દુષ્કર્મની ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે ‘હુમન રાઇટ્સ ફેડરેશન’ (USA) દ્વારા આજે જેતપુરના નાયબ મામલતદારશ્રીને રૂબરૂમાં આવેદનપત્ર પાઠવી આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે.

​મુખ્ય રજૂઆતો અને નકલ રવાના:
​ન્યાયની માંગ: આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે ૫ વર્ષની બાળકી પર અત્યાચાર ગુજારનાર નરાધમ જીતુ ભોજાણીને ફાંસીની સજા અપાય અને સ્પેશિયલ પ્રોસીક્યુટરની નિમણૂક કરી કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે.

​ઉચ્ચ સ્તરે રજૂઆત: આ કેસની ગંભીરતાને જોતા, આવેદનપત્રની નકલ તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલને નકલ રવાના (CC) કરવામાં આવી છે.

​છટકબારી રોકવા અપીલ: આરોપી પોતાની દિવ્યાંગતાનો ખોટો ફાયદો ઉઠાવી કાયદાની પકડમાંથી છટકી ન જાય તે માટે પોલીસ પ્રશાસનને સતર્ક રહેવા સંસ્થાએ તાકીદ કરી છે.

​આ પ્રસંગે હુમન રાઇટ્સ ફેડરેશન (USA) ના આંતરરાષ્ટ્રીય મહિલા મોરચાના સુપ્રીમ લીડર કાજલબેન વાળા, જેતપુર તાલુકા ઉપપ્રમુખ મોદન મુકતારભાઈ વિનયકાન્ત વાળ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સંસ્થાના હરિ સેવક મહેન્દ્ર આયલાણી દ્વારા જણાવાયું છે કે જરૂર પડશે તો આ મુદ્દે રસ્તા પર ઉતરીને આંદોલન કરતા પણ સંસ્થા અચકાશે નહીં.

Top News : ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામમાં રમતા-રમતાં કૂવામાં ખાબકતાં બે માસૂમ ભાઈ-બહેનના કરૂણ મોત, ગામમાં અરેરાટી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ઘરની નજીક રમી રહેલા બે માસૂમ ભાઈ-બહેન અચાનક લાપતા થયા બાદ તેમના મૃતદેહ પાસેના જ એક ખુલ્લા કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તંત્રની બેદરકારી અને ખુલ્લા કૂવાઓએ બે નિર્દોષ જીવ હોમી લેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગઈકાલ સાંજથી ગુમ હતા માસૂમો

મળતી માહિતી અનુસાર, ઝરીબુઝર્ગ ગામમાં રહેતા પરિવારના બે સંતાનો, પાંચ વર્ષીય રોનક અને ત્રણ વર્ષીય આરાધના સોમવાર (24મી ફેબ્રુઆરી) સાંજથી ઘર આંગણે રમતા-રમતા અચાનક ગુમ થઈ ગયા હતા. પરિવારે આખી રાત આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી, પરંતુ બાળકોનો કોઈ પત્તો મળ્યો ન હતો. આજે (24મી ફેબ્રુઆરી) સવારે ઘર નજીક આવેલા એક ખુલ્લા કૂવામાં બાળકીનો મૃતદેહ તરતો જોવા મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

ઘટનાની જાણ થતા જ ગરબાડા પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કૂવામાં પાણી વધુ હોવાથી તાત્કાલિક મશીન મંગાવી પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કૂવાનું પાણી ખાલી થતા જ રોનક અને આરાધના બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે બંને માસૂમોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તંત્રની બેદરકારી સામે રોષ

આ ઘટનાએ ગ્રામ પંચાયત અને સ્થાનિક વહીવટી તંત્રની ગંભીર બેદરકારી ખુલ્લી પાડી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, પંથકમાં અનેક ખેતરો અને ઘર પાસે આવા અસુરક્ષિત અને ખુલ્લા કૂવાઓ આવેલા છે, જે સતત જોખમ ઊભું કરે છે. વારંવારની રજૂઆતો છતાં જોખમી કૂવાઓ પર સુરક્ષા કવચ કે ફેન્સિંગ કરવામાં આવતી નથી. બે ફૂલ જેવા બાળકોના મોત બાદ હવે શું તંત્ર જાગશે? તેવો વેધક સવાલ સ્થાનિકો પૂછી રહ્યા છે.

રમત-રમતમાં કાળનો કોળિયો બનેલા આ બે માસૂમ ભાઈ-બહેનના મોતથી પરિવારમાં કલ્પાંત મચી ગયો છે. પંથકના લોકો હવે માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર તાત્કાલિક સર્વે કરી આવા તમામ જોખમી કૂવાઓને સુરક્ષિત કરે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય પરિવારનો ચિરાગ ન બુઝાય.

Bollywood :  વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના લગ્ન માટે ઉદયપુર પહોંચ્યાં

0

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા તેમનાં લગ્ન માટે ઉદયપુર પહોંચી ગયાં છે. તા. ૨૬મીએ તેઓ લગ્ન કરવનાં છે.  

તેમના પ્રી-વેડિંગ ફંકશન ૨૪ ફેબુ્રઆરીથી શરૂ થશે જે દિવસે સંગીત અને મહેંદીની રસમ હશે. તેમજ ૨૫ ફેબુ્રઆરીના રોજ હલદીની સેરેમની કરવામાં આવશે. 

આ પ્રેમી યુગલ તેમના મિત્રો અને પરિવાર સાથે હૈદરાબાદના એરપોર્ટ પર જોવા મળ્યું હતું. 

 તેમના લગ્નમાં ફક્ત મિત્રો અને પરિવારજનોને આમંત્રણ આપવામાં  આવ્યું છે. જોકે તેઓ હૈદરાબાદ અને મુંબઇમાં રિસેપ્શન  યોજે તેવી શક્યતા છે. હૈદરાબાદમાં ૪ માર્ચના રોજ રિસેપ્શન  કરવાના હોવાની માહિતી છે. જ્યારે મુંબઇના રિસેપ્શનની તારીખની વિગત હજુ સામે આવી નથી. 

National : पति ही निकला पत्नी का कातिल: डोंगरगढ़ पुलिस ने 48 घंटे में सुलझाई ‘अंधे कत्ल’ की गुत्थी चरित्र पर संदेह करता था आरोपी पति

0

ग्राम भैंसरा स्थित बाबा आम बगीचा में मिली अज्ञात महिला की लाश की गुत्थी को डोंगरगढ़ पुलिस और साइबर सेल की संयुक्त टीम ने महज 48 घंटों के भीतर सुलझा लिया है। चरित्र पर संदेह के चलते पति ने ही अपने दोस्त के साथ मिलकर पत्नी की पत्थर से सिर कुचलकर नृशंस हत्या की थी।

पुलिस ने मुख्य आरोपी पति, उसके साथी और साक्ष्य छुपाने में मदद करने वाले एक अन्य व्यक्ति सहित कुल तीन आरोपियों को गिरफ्तार किया है। पुलिस ने बताया की
बीते 22 फरवरी 2026 को डोंगरगढ़ पुलिस को सूचना मिली थी कि ग्राम भैंसरा के पास एक अज्ञात महिला (उम्र लगभग 35-40 वर्ष) का शव मिला है, जिसका सिर पत्थर से कुचला गया था। पुलिस ने तत्काल धारा 103(1), 61(2), 238 बीएनएस के तहत मामला दर्ज कर जांच शुरू की।
वरिष्ठ अधिकारियों के मार्गदर्शन में गठित विशेष टीम ने तकनीकी साक्ष्यों और मुखबिरों की मदद से मृतिका की पहचान पूर्णिमा नेताम (35 वर्ष) निवासी रविदास नगर, राजनांदगांव के रूप में की। जांच के दौरान पता चला कि मृतिका का पति सुनील वंजारी घटना के बाद से ही फरार है और उसका मोबाइल बंद है।
पुलिस ने जब आरोपी सुनील की घेराबंदी कर उसे डोंगरगांव से हिरासत में लिया, तो उसने कड़ाई से पूछताछ में अपना जुर्म कबूल कर लिया।
हत्या की वजह और साजिश
आरोपी सुनील ने बताया कि उसे अपनी पत्नी के चरित्र पर संदेह था। इसी कारण उसने अपने दोस्त ज्योतिष सिंह नेताम के साथ मिलकर हत्या की योजना बनाई।
21 फरवरी की शाम सुनील अपनी पत्नी को बहला-फुल्का कर भैंसरा स्थित बगीचे में ले गया। वहां पत्थर से सिर पर ताबड़तोड़ हमला कर उसकी हत्या कर दी और पहचान छिपाने की कोशिश की।
हत्या के बाद आरोपी ने खून से सने कपड़े अपने परिचित नीलकंठ साहू को नष्ट करने के लिए दे दिए। इस मामले में आरोपी सुनील वंजारी (45 वर्ष) मुख्य आरोपी (मृतिका का पति) के अलावा, ज्योतिष सिंह नेताम (40 वर्ष) सह-आरोपी (हत्या में शामिल) नीलकंठ साहू (71 वर्ष) साक्ष्य छुपाने में मददगार की गिरफ्तार किया गया।
इस अंधे कत्ल को सुलझाने में डोंगरगढ़ थाना प्रभारी संतोष जायसवाल, साइबर सेल प्रभारी विनय कुमार पम्मार और उनकी टीम का विशेष योगदान रहा। सभी आरोपियों को गिरफ्तार कर आज 24 फरवरी 2026 को न्यायिक रिमांड पर पेश किया जा रहा है।

REPOTER : हेमंत वर्मा ,राजनांदगांव

Recipe : ગરમાગરમ પાલકના ભજીયા,ચાની ચુસ્કી સાથે ટેસ્ટી -ક્રિસ્પી બનાવવા આ ટ્રીક અપનાવો

0

સાંજે ચા સાથે કંઈક ટેસ્ટી અને ક્રિસ્પી ખાવું કોને ન ગમે? એમાં પણ ગરમ ગરમ ભજીયા અથવા પકોડા આપી દે તો મજા જ પડી જાય છે. પાલકમાંથી બનતા ભજીયા પણ જરૂર ટ્રાય કરવા જેવા છે. જેમાં પાલકમાં ભરપૂર આયર્ન અને વિટામિન હોય છે જે શરીર માટે જરૂર છે.

ક્રિસ્પી પાલક ભજીયા રેસીપીપાલક ભજીયા સિક્રેટ 

પાલક ભજીયાને ટેસ્ટી અને ક્રિસ્પી કરવાએમાં કાચા બટાકાનું છીણ ઉમેર્યું છે જે આ ભજીયાને એકદમ સરસ ટેક્સચર આપે છે. આ ભજીયાના બેટરમાં શાકભાજી માંથી પાણી છૂટે જે છે જેથી ઉપરથી પાણી બિલકુલ જરૂર પડતી નથી, અને ભજીયા એકદમ ક્રિસ્પી બનશે.

પાલક ભજીયા રેસીપી 

1 પાલકની ભાજી ગડી 
4-5 સમારેલી ડુંગળી
2 છીણેલા કાચા બટાકા 
થોડી કોથમીર
3-4 લીલા મરચાંની પેસ્ટ
1/2 ચમચી જીરું
1/2 અધકચરા ધાણા
1/2 હળદર પાઉડર
1 કપ ચોખાનો લોટ
3 કપ ચણાનો લોટ
સ્વાદ મુજબ મીઠું

પાલકના ભજીયા ઓછા સમયમાં બની જાય છે, જેમાં વધારે ડુંગળી, આદુ લસણ ઉમેરીને બનાવથી વધુ સ્વાદિષ્ટ બને છે

Gujarat : હોળી ઉજવણી માટે સ્ટાઇલિશ દેખાવા પોતાના પોશાકની પસંદગીમાં રાખો આ સાવચેતી.

0

હોળી તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે. રંગોથી રંગાઈ જવાનો તહેવાર એટલે હોળી. આ તહેવારની વિશેષ રીતે ઉજવણી કરાય છે. હોળીમાં સુંદર આકર્ષક કપડાં ભલે પહેર્યા હોય પરંતુ જયાં સુધી તેના પર રંગના છાંટા ના પડે ત્યાં સુધી આ તહેવારની ઉજવણી ફિક્કી પડે છે. હોળીમાં રંગો રંગોથી રમતી વખતે લોકો મૂંઝવણમાં મુકાય છે કે આખરે નવા કપડાં પહેરવા કે પછી જૂના. હોળી પાર્ટી માટે અથવા હોળી ઉજવણી માટે સ્ટાઇલિશ દેખાવા પોતાના પોશાકની પસંદગીમાં રાખો આ સાવચેતી.

સફેદ કપડાં છે ટ્રેન્ડમાં
આ તહેવાર રંગો, મોજ-મસ્તી અને પાણીનો છે. તહેવારની ઉજવણીમાં યુવતીઓ આકર્ષક દેખાવા મોર્ડન કપડા પહેરે છે. પરંતુ હોળીના તહેવારની મસ્તીમાં તેમને કયારેક uncomfortableનો સામનો કરવો પડે છે. એટલે તમારે આ તહેવારમાં એવો પોશાક પહેરવો જોઈએ જે સ્ટાઈલિશ પણ લાગે અને આરામદાયક પણ હોય. સામાન્ય રીતે હોળીમાં સફેદ રંગ હંમેશા ટ્રેન્ડમાં રહે છે. કારણ કે સફેદ કપડાં પર જ્યારે અલગ-અલગ રંગો લાગે છે, ત્યારે તે ખૂબ જ સુંદર દેખાય છે. આ ટ્રેન્ડ ફિલ્મોથી આવ્યો છે. મોટાભાગની ફિલ્મો અને આજકાલ સીરીયલમાં પણ હોળી તહેવાર પર લોકો વ્હાઈટ કપડામાં દેખાય છે. યાદ રાખો કે હોળી રમતા પહેલા ત્વચા પર તેલ અથવા સનસ્ક્રીન જરૂર લગાવો, જેથી રંગો સરળતાથી નીકળી જાય.

હોળીમાં કયો પોશાક પહેરવો, જાણો
હોળીના રંગો વચ્ચે અસ્વસ્થતા ટાળવા મારે યોગ્ય કપડાં અને ફૂટવેર કાળજીપૂર્વક પસંદ કરવા જોઈએ. આ તહેવારમાં Boys સફેદ કોટનનો કુર્તો અને પાયજામો અથવા જીન્સ આઉટફિટ ટ્રાય કરી શકે છે. જયારે Girlsફેદ કુર્તી સાથે લેગિંગ્સ અથવા સફેદ ચિકનકારી કુર્તો અને પલાઝાને આઉટફિટમાં સ્થાન આપી શકે છે. હોળી તહેવાર એવા સમયે આવે છે જયારે હવામાનમાં આપણે બેવડીઋતુનો અનુભવ કરીએ છીએ. આ તહેવારના પોશાકમાં કોટન શ્રેષ્ઠ છે કારણ કે તે હલકું હોય છે અને ભીના થયા પછી જલ્દી સુકાઈ જાય છે. જયારે ફેશન માટે પહેરાતા નાયલોન કે સિન્થેટિક કાપડ પહેરી હોળી રમવાથી તે ભીના થવાથી ત્વચા પર ખંજવાળ થવાની શકયતા રહે છે. જો તમારે પાણીથી વધુ રમવું હોય, તો જૂના ટી-શર્ટ અને આરામદાયક લોઅર કે શોર્ટ્સ પહેરી શકો છો.પાર્ટીમાં જવા માટે ટ્રાય કરો આ ટીપ્સ
જો તમે કોઈ પાર્ટીમાં જવાના હોવ તો તમારી મનપસંદ ડિઝાઇન પસંદ કરવી મહત્વપૂર્ણ છે, તેમ તમારા પોશાકના ફેબ્રિકને ધ્યાનમાં લેવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. કૃત્રિમ કાપડ એકવાર ભીના થઈ ગયા પછી ઝડપથી સુકાતા નથી અને હોળીની ઉજવણી દરમિયાન તમને અસ્વસ્થતા અનુભવી શકે છે. ભારે પોશાકના બદલે તમે હળવા વજનના ફેબ્રિકથી બનેલો મોટા કદનો શર્ટ પહેરી શકો છો, અને જો સૂટ પહેરવાના હોવ તો તેની સાથે કોટન સ્ટોલ સારો વિચાર છે, જેને તમે તમારા ગળામાં લપેટી શકો છો. હોળી તહેવારની ઉજવણીમાં મેકઅપ જરૂરી નથી. તો એવા ફૂટવેર પસંદ કરવા જોઈએ જે મજબૂત અને આરામદાયક હોય. ફ્લિપ-ફ્લોપ શ્રેષ્ઠ છે. આ લપસી પડતા નથી અને ભીના થવા પર અસ્વસ્થતા લાવતા નથી. ત્વચાની સુરક્ષા માટે આખી બાયના કપડાં પહેરો અને આંખની સુરક્ષા માટે સનગ્લાસ પહેરો.

આ પોશાક ના પહેરવો
હોળી તહેવારની ઉજવણીમાં કયારેય મોંઘા કે રેશમી કપડાંના પહેરવા જોઈએ. કપડા પર રંગોના ડાઘ રહી જાય છે તે ક્યારેય જતા નથી. લાઈટ વેઈટના જીન્સ પહેરવા. તહેવારમાં પાણીથી રમ્યા બાદ વજન વધુ લાગે છે એટલે હેવી જીન્સ પહેરવાથી તમને ભાર લાગશે. આ મોજમસ્તીનો તહેવાર છે એટલે હાઈ પગમાં હાઈ હીલ્સ પહેરવાનું ટાળો. કારણ કે આમતેમ દોડતાં હાઈહિલ્સથી લપસવાની પૂરી શક્યતા છે. સ્ટાઈલ અને ફેશનેબલ દેખાવા ટાઈટ અને પારદર્શક કપડાં પહેરવાનું ટાળો.

Article : જે તમને એકવાર દગો આપે છે, તે તમને હજાર વાર દગો આપશે.

0

“દરિયો ખારો છે તે જાણવા માટે આખો દરિયો પીવાની જરૂર નથી હોતી”

માનવ સંબંધોમાં ‘વિશ્વાસ’ એ એક એવો કાચ છે જો એકવાર તૂટી જાય, તો તેમાં દેખાતો ચહેરો હંમેશા માટે બદલાઈ જાય છે. સંકેતોને ઓળખતા શીખો
જેમ દરિયાના પાણીનું એક ટીપું ચાખવાથી ખબર પડી જાય છે કે આખું પાણી ખારું જ હશે, તેમ માણસના એક વ્યવહાર પરથી તેની આખી ફિતરત સમજી શકાય છે. મનોવિજ્ઞાન કહે છે કે ‘Past behavior is the best predictor of future behavior’ (ભૂતકાળનો વ્યવહાર ભવિષ્યના વ્યવહારનો શ્રેષ્ઠ સંકેત છે). જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે તમારો ભરોસો તોડી શકે છે, તો તે તેની માનસિકતા છે, ભૂલ નહીં.
બીજી તક ઉદારતા કે જોખમ?
સમાજમાં આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે “બીજી તક આપવી જોઈએ.” પરંતુ, દગાના કિસ્સામાં આ જોખમી સાબિત થઈ શકે છે.ક્ષમા આપવી તે તમારી માનસિક શાંતિ માટે જરૂરી છે.ફરી વિશ્વાસ કરવો તે સામી વ્યક્તિને ફરીથી નુકસાન કરવાની છૂટ આપવા બરાબર છે. સમયનો બચાવ એ જ સમજદારીઆખો દરિયો પીવાની મૂર્ખામી એ વ્યક્તિ કરે છે જે વારંવાર છેતરાવા છતાં એમ માને છે કે “કદાચ હવે સામેવાળી વ્યક્તિ બદલાઈ જશે.”
સમજદાર વ્યક્તિ એ જ છે જે એક નાનકડા કડવા અનુભવ પરથી સત્ય સ્વીકારી લે છે અને પોતાનો કિંમતી સમય અને લાગણીઓ બચાવી લે છે.
આત્મસન્માનની સુરક્ષા
જ્યારે તમે જાણી લો છો કે કોઈની દાનત બરાબર નથી, ત્યારે તેનાથી અંતર જાળવવું એ તમારો અહંકાર નથી, પણ તમારું Self-Respect (આત્મસન્માન) છે. જે તમને એકવાર દગો આપી શકે છે, તે તમારી નબળાઈ જાણી ચૂક્યો હોય છે, અને તે ફરીથી એ જ નબળાઈનો ફાયદો ઉઠાવશે.
જીવન ટૂંકું છે અને સાચા લોકો ઓછા છે. તેથી, ખોટા લોકો પાછળ આખી જિંદગી બગાડવા કરતા, એક કડવા અનુભવથી જ બોધપાઠ લઈ લેવો ઉત્તમ છે. યાદ રાખો કે સાપ કરડે ત્યારે ઝેર આખા શરીરમાં ફેલાય તેની રાહ જોવાની ન હોય, પણ તરત જ ઈલાજ કરવાનો હોય છે.

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)