રણવીરની ફિલ્મ ‘ધુરંધર’માં ઉઝેર બલોચની ભૂમિકાથી જાણીતો બનેલો ડેનિશ પાંડોર હવે આશુતોષ ગોવારિકર દ્વાર બનાવાઈ રહેલી ફિલ્મ ‘લલકાર’માં સામેલ થયો છે. આ ફિલ્મમાં તે આમિર ખાનના એક મિત્રની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ ક્રિકેટર લાલા અમરનાથની બાયોપિક હોવાનું કહેવાય છે.
‘જ્યુબિલી’થી જાણીતો સિદ્ધાંત ગુપ્તા પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. બીજી તરફ વિક્રાંત મેસ્સી પણ આ પ્રોજેક્ટમાં સામેલ થયો હોવાની કેટલાક સમય પહેલાં વ્યક્ત થયેલી અટકળોને સર્જકોએ ફગાવી દીધી છે.
ડેનિશ પાંડોર અગાઉ ‘સેક્રેડ ગેમ્સ’ તથા ‘છાવા’માં પણ દેખાયો હતો. જોકે, તેને ખરી ઓળખ ‘ધુરંધર’ના ઉઝેર બ્લોચના રોલથી મળી હતી. ‘ધુરંધર’ પછી ‘લલકાર’ તેની બીજી મોટી ફિલ્મ બનશે. આમિર ખાન, ડેનિશ સહિતના કલાકારોએ ફિલ્મ માટે ક્રિકેટની પ્રેક્ટિસ પણ ચાલુ કરી દીધી હોવાનું કહેવાય છે. આ ફિલ્મ દ્વારા આમિર ખાન અને આશુતોષ ગોવારિકર પણ ‘લગાન’ના આશરે બે દાયકા બાદ ફરી કોલબરેટ કરી રહ્યા છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન પહેલાં ભારતીય સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલના ટ્રેડિંગને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અફવાઓ પર દિલ્હી કેપિટલ્સે (DC) સત્તાવાર પૂર્ણવિરામ મૂકી દીધું છે. છેલ્લા બે સપ્તાહથી એવી જોરદાર ચર્ચાઓ ચાલી રહી હતી કે અજિંક્ય રહાણેની નિવૃત્તિ બાદ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) રાહુલને પોતાની ટીમમાં સામેલ કરીને કેપ્ટન બનાવવા માંગે છે અને રાહુલ દિલ્હી છોડીને KKRમાં જઈ શકે છે. જોકે, દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલે આ તમામ ટ્રેડિંગ રિપોર્ટ્સને સદંતર પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.‘રાહુલ ક્લચ પ્લેયર છે, અમારું કામ હજુ અધૂરું છે’: પાર્થ જિંદાલ
દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાહુલ ક્યાંય જઈ રહ્યા નથી. જિંદાલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું: “KL IS KLUTCH FOR @DelhiCapitals – હું જેટલા લોકોને ઓળખું છું તેમાં તે સૌથી સારો માણસ છે અને તે હંમેશાં પોતાના કરતાં પહેલાં ટીમના હિતને સર્વોપરી રાખે છે. અમારું કામ હજુ અધૂરું છે અને અમે સાથે મળીને સખત મહેનત કરી દિલ્હીને ગૌરવ અપાવીશું.”
પાર્થ જિંદાલની આ સ્પષ્ટતા બાદ કેએલ રાહુલે પણ તરત જ પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું: “Thank you, can’t wait for the coming season ”
આ વાતચીતથી સ્પષ્ટ થઈ ગયું છે કે કેએલ રાહુલ આગામી IPL સિઝનમાં પણ દિલ્હી કેપિટલ્સ તરફથી જ રમશે.
IPL 2025 મેગા ઓક્શનમાં ₹14 કરોડમાં જોડાયો હતો
કેએલ રાહુલ IPL 2025ના મેગા ઓક્શનમાં ₹14 કરોડની જંગી બોલી સાથે દિલ્હી કેપિટલ્સમાં સામેલ થયા હતા. તે સમયે દિલ્હીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) જેવી ટીમોને પાછળ છોડીને તેને ટીમમાં લીધો હતો. દિલ્હી સાથે જોડાયા બાદથી રાહુલે ટીમના બેટિંગ ઓર્ડરને મજબૂતી પૂરી પાડી છે.રિષભ પંતની વાપસી અને કેપ્ટનશીપના સમીકરણો
દિલ્હી કેપિટલ્સે હાલમાં જ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સાથે મોટો ટ્રેડ કરીને ડાબોડી સ્પિનર કુલદીપ યાદવના બદલામાં વિકેટકીપર રિષભ પંતને ફરી ટીમમાં સામેલ કર્યો છે. પંતની ઘરવાપસી અને રાહુલની હાજરીથી ટીમમાં બે મોટા વિકેટકીપર-બેટ્સમેન ઉપલબ્ધ બન્યા છે. અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ ટીમ 2025 અને 2026માં પ્લેઓફમાં ક્વોલિફાય ન થઈ શકી હોવાથી હવે ટીમ પાસે કેપ્ટનશીપના મજબૂત વિકલ્પો પણ તૈયાર છે. પંત વિકેટકીપિંગ સંભાળશે તો રાહુલ ઓપનિંગમાં સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
વડોદરામાં ગાજરાવાડી પાણીની ટાંકી પાસે આજે ફરી પીવાના પાણીની સપ્લાય લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું. એક તરફ ગાજરાવાડી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય મહિનાથી ગટરમિશ્રિત પાણીની સમસ્યા યથાવત્ છે, ત્યારે બીજી તરફ પીવાના પાણીની લાઈનમાં ભંગાણની ઘટના સામે આવતા પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
સામાજિક કાર્યકર પંકજ દર્વેએ આક્ષેપ કર્યો હતો કે, પાલિકા દ્વારા પાણીની લાઈનો સહિતની કામગીરી જે રીતે કરવામાં આવી રહી છે તે ચિંતાજનક છે. તેમણે જવાબદાર અધિકારીઓની નિષ્કાળજી હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.
દર્વેએ વધુમાં જણાવ્યું હતું કે, અદ્યતન ટેકનોલોજી અને મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ શહેરની પ્રાથમિક સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના નેતાઓની કામગીરી સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. દર્વેના જણાવ્યા મુજબ, ગટરમિશ્રિત પાણીના કારણે વિસ્તારમાં રોગચાળાની સ્થિતિ ઊભી થઈ હોવા છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર અને કાયમી કાર્યવાહી કરવામાં આવી રહી નથી. સ્થાનિક લોકોને વારંવાર પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
તમિલનાડુમાં પ્રથમ વખત ચૂંટણી લડીને સરકાર બનાવવામાં સફળ રહેલા અભિનેતા અને મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની પાર્ટી ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK) સામે રાજ્યના તમામ વિરોધી પક્ષો એકજૂથ થવાની તૈયારી કરી રહ્યા છે. AIADMK (અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ)એ મુખ્ય વિપક્ષી પક્ષ DMKને સાથે આવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. AIADMKના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એડપ્પડી કે. પલાનીસ્વામીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે વિજયની સરકાર વિરુદ્ધ જો અન્ય પક્ષો પણ વિપક્ષી મોરચામાં જોડાવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. જોકે, મુખ્ય વિરોધ પક્ષ DMK તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
DMKને પડકાર અને AIADMKના 6 ધારાસભ્યો તૂટ્યાનો ઈતિહાસ
મંગળવારે પૂર્વ સીએમ પલાનીસ્વામીને પૂછવામાં આવ્યું હતું કે શું TVK વિરુદ્ધ કોઈ નવું મહાગઠબંધન તૈયાર થઈ રહ્યું છે? તેના જવાબમાં તેમણે કહ્યું:તેઓ (વિજય) વિધાનસભાને કોઈ ફિલ્મનો સેટ સમજે છે અને ડાયલોગબાજી કરે છે. અમે રાજકારણમાં કંટાળીને નથી આવ્યા, અમે લડવા આવ્યા છીએ. ચૂંટણી હાર્યા પછી આગામી ચૂંટણી સુધી ઊંઘતા રહેવાની આદત બીજા પક્ષોની હોઈ શકે છે, DMK વિપક્ષમાં રહીને પણ લોકો માટે સતત અસાધારણ કામ કરવા માટે જાણીતી છે.”
TVKની સંકલન બેઠકમાંથી ડાબેરી પક્ષો અળગા રહ્યાબીજી તરફ, મુખ્યમંત્રી વિજયની TVK પાર્ટીએ ચેન્નાઈ સ્થિત મુખ્યાલય ખાતે સાથી પક્ષો સાથે ગઠબંધનને ઔપચારિક રૂપ આપવા, કોમન મિનિમમ પ્રોગ્રામ ઘડવા અને સ્ટીયરિંગ કમિટીની રચના કરવા મહત્ત્વની સંકલન બેઠક બોલાવી હતી. જોકે, ડાબેરી પક્ષો—માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) અને CPIએ આ બેઠકમાંથી સંપૂર્ણ અંતર જાળવી રાખ્યું છે અને સામેલ થવાનો ઇનકાર કર્યો છે. બેઠકમાં કોંગ્રેસ, VCK, IUML અને MDMKના નેતાઓ સામેલ થાય તેવી શક્યતા છે.
2029માં PM ચહેરાને લઈને TVK અને કોંગ્રેસ વચ્ચે મતભેદો
આ તમામ રાજકીય ખેંચતાણ વચ્ચે 2029ની લોકસભા ચૂંટણીમાં વિજયને વડાપ્રધાન પદના સંભવિત ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવાની TVK નેતાઓની માંગણીને લઈને કોંગ્રેસ સાથે પણ મતભેદો સપાટી પર આવ્યા છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે વિપક્ષી ગઠબંધનનો મુખ્ય ચહેરો રાહુલ ગાંધી જ રહેશે. જોકે, આ વિવાદ વધતાં TVK એ ડેમેજ કંટ્રોલ કરતાં ‘વિજય ફોર પીએમ’ના નિવેદનોને કેટલાક નેતાઓના અંગત મંતવ્યો ગણાવ્યા હતા.
જ્યારથી આઇપીઓ(ઇનિશ્યલ પબ્લીક ઓફરીંગ))માં રોકેલા નાણા શેર લાગે ત્યારેજ ખાતામાંથી કપાતા થયા છે ત્યારથી તેમાં રોકાણ કરનારાની સંખ્યા વધી છે. એમ તો, આઇપીઓની સિઝન હોય એમ લાગી રહ્યું છે પરંતુ ૯મી સપ્ટેમ્બરેના બુધવારે એકજ દિવસમાં છ આઇપીઓ બહાર પડયા હતા. છેલ્લા ૩૦ વર્ષમાં પહેલીવાર એક દિવસમાં છ આઇપીઓ બહાર પડયા છે.
છેલ્લે ૩૦ વર્ષ પહેલાં એટલેકે ૧૪ ઓક્ટોબર ૧૯૯૬ના રોજ એક સાથે છ આઇપીઓ બહાર પડયા હતા. એક સાથે પાંચથી વધુ આઇપીઓ બહાર પડવાની ઘટના નવી નથી. ૨૮ ઓક્ટોબર ૧૯૯૬ના રોજ એક સાથે સાત આઇપીઓ બહાર પડયા હતા. ૧૯૯૫ અને ૧૯૯૬નું વર્ષ તો આઇપીઓ માટે બહુ સારૂં ગણાતું હતું. ત્યારે અનેક વાર એક દિવસમાં દશ આઇપીઓ બહાર પડયા હતા.
૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ખુલેલા છ આઇપીઓમાં રેન્ટોમોજો,એસેટ રીકન્સટ્રકશન ઇન્ડિયા,મનીપાલ પેમેન્ટ,, સ્ટીમ હાઉસ ઇન્ડિયા, એલઆઇસી પ્રોજેક્ટ અને કર્મતાર એેન્જીન્યરીંગનો સમાવેશ થાય છે. આ છ આઇપીઓ સંયુક્ત ૪૩૮૬ કરોડ રૂપિયા ઉભા કરશે. જ્યારે ૩૦ વર્ષ પહેલાં એક દિવસમાં એક સાથે છ આઇપીઓ બહાર પડયા ત્યારે તેમાં સંયુક્ત રીતે ઉભી કરેલી રકમ ૨૦૨૬ કરતાં ૩૦ કરોડ ઓછી હતી. ૭ સપ્ટેમ્બર અને ૧૧ સપ્ટેમ્બર વચ્ચે કંપનીઓનો ટાર્ગેટ ૭૧૮૦ કરોડ ઉભા કરવાનો છે.
આઇપીઓની વણઝાર પાછળનું મુખ્ય કારણ રોકાણકારોનો વધતો ભરોસો છે. આઇપીઓ ખરીદવા કોઇને ફેાર્સ નથી કરાતો. સિસ્ટમ એટલી સરળ બનાવાઇ છે કે જેમને શેરબજારમાં રોકાણમાં બહુ રસ ના હોય એવા લોકો પણ બેંકમાં ફોર્મ આપીને રોકાણ કરી શકે છે. એક તરફ મ્યુચ્યલફંડમાં રોકાણ ફીકસ થતાં વધારાના રોકાણ માટે લોકો આઇપીઓ તરફ વળ્યા છે. આઇપીઓમાં રોકાણ કરનારા કંપનીમાં રોકાણ કરવાના જોખમોની (રીસ્ક ફેક્ટર)કોલમ વાંચતા થયા છે. આઇપીઓ તરફ રોકાણકારો વધતાં સેકન્ડરી માર્કેટ તરફનું આકર્ષણ ઘટયું છે. કેટલાક આઇપીઓમાં લોકો ત્વરીત કમાયા છે જ્યારે કેટલાકમાં બે-ત્રણ મહિના રાહ જોવી પડતી હોય છે. કેટલાક ફેમિલીમાં તમામ ફેમિલી મેમ્બરોના નામે આઇપીઓ ભરાતા હોય છે. આઇપીઓનું ફોર્મ ભરવામાં કોઇ લાંબો સમય નથી લાગતો કે નથીતો બેંકની લાઇનમાં ઉભા રહેવું પડતું. દરેક નાની કમાણી કરવાનો ચાન્સ શોધતા હોય છે.
મૂળમાં નવી પેઢીને મહારાણા પ્રતાપની ગાથાથી પરિચિત કરવા બનાવવામાં આવેલાં શૂરવીર આલ્બમના એક ગીતને ‘મિર્ઝાપુર’ ફિલ્મમાં મુન્નાભૈયાના યશોગાન તરીકે વાપરવામાં આવતાં વીફરેલાં આ ગીતના ગાયક રેપરિયા બાલમ ઉર્ફે અશોક માંડાએ ફિલ્મના નિર્માતા એક્સલ એન્ટરટેઇનમેન્ટ સામે કાનુની પગલાં ભર્યા હોવાનો દાવો કરી ફિલ્મમાંથી આ ગીત હટાવી માફી માંગો તેવી માંગણી કરી હતી.
રેપરિયા બાલમે સોશ્યલ મિડિયા પર તેના ગીતની તફડંચી થઇ હોવાનો આરોપ મૂક્યો હતો. તેના પગલે ટ્રુપર રેકોર્ડસ દ્વારા નિવેદન જારી કરી જણાવવામાં આવ્યું હતું કે આ ગીત ફિલ્મ ‘મિર્ઝાપુર’માં વાપરવાની સત્તાવાર પરવાનગી ટ્રુપર રેકોર્ડસ દ્વારા એક્સલ એન્ટરટેઇનમેન્ટને આપવામાં આવી છે. જો કે, એ પછી રેપરિયા બાલમના ભાઇ અને પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે ટ્રુપર રેકોર્ડસ સાથે પાર્ટનરશિપની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ શૂરવીર સિરિઝના નવ-દસ ગીત બનાવીને અમારી પોતાની ચેનલ પર મુકવામાં આવ્યા હતા. આ ગીતના કોપીરાઇટ અશોક માંડાના નામે છે.
અમારી પાસે લેખકની પણ એનઓસી છે.આ ગીત ટ્રુપર રેકોર્ડસની ચેનલ પર છે પણ તેના કોપીરાઇટ અમારી પાસે છે. જો તેને ફિલ્મમાં વાપરવું હોય તો તેમણે અમારી મંજૂરી લેવી જોઇતી હતી. તેઓ તેને વાપરવાનું લાઇસન્સ આપી શકે નહીં. ‘મિર્ઝાપુર’ ફિલ્મના મેકર્સે લાઇસન્સ મળ્યું તે પહેલાં દસ્તાવેજો ચકાસવા જોઇતાં હતા. એક્સલ એન્ટરટેઇનમેન્ટની ભૂલ એ છે કે તેમણે મહારાણા પ્રતાપને સમર્પિત કરવામાં આવેલું ગીત ગુંડા માટે વાપર્યું છે. અમે આ ગીત વાપરવાની કોઇપણ કિંમતે મંજૂરી આપીશું નહીં. આ ગીતને ફિલ્મમાં વાપરવા સામે રેપરિયા બાલમ કેમ વિરોધ કરી રહ્યા છે તેના જવાબમાં તેમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડ્રગ્સ લેતાં મુન્નાભૈયાના પાત્રને દર્શાવતી વખતે આ ગીત બેકગ્રાઉન્ડમાં વાગે છે. આ રાજસ્થાનની સંસ્કૃતિ અને મહારાણા પ્રતાપનું અપમાન છે. ફિલ્મમેકર્સે માફી માંગી આ ગીતને ફિલ્મમાંથી દૂર કરે એવી અમારી માંગણી છે.
અમેરિકાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હોર્મુઝ પર સંપૂર્ણપણે અમારું નિયંત્રણ છે. ઇરાનના કોઈ એકસ્લ્ઝન ઝોન નથી. ઇરાન વહાણોના જવા માટે જે એકસ્લુઝન ઝોનની વાતો કરે છે તે ફક્ત વાતો છે, વાસ્તવમાં હોર્મુઝ પર ઇરાનનું નિયંત્રણ જ નથી. અમેરિકન નેવીએ હોર્મુઝમાંથી સુરંગો દૂર કરી દીધી છે. નોન-ઇરાનીયન બંદરો પરનો ટેન્કર ટ્રાફિક વધ્યો છે. અમેરિકા ઇરાનના બંદરોની ઘેરાબંધી કરીને તેની શક્ય તેટલી ઓઇલ નિકાસને અટકાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે, જેથી તેને શક્ય તેટલો મોટો આર્થિક ફટકો મારી શકાય. અમેરિકાએ સોમવારે જણાવ્યું હતું કે ૯૪ કોમર્સિયલ જહાજોને રિડાયરેક્ટ કરવામાં આવ્યા છે અને ત્રણને અસમર્થ બનાવી દેવાયા છે.
ટ્રમ્પ તંત્રએ ઇરાનના હવાઈ ઉદ્યોગ પર પણ પ્રતિબંધ લગાવ્યા છે. તેના ભાગરુપે બે ડઝનથી પણ વધુ કોમર્સિયલ અને પ્રાઇવેટ એરલાઇન્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદેશી કાર્ગો સર્વિસ પ્રોવાઇડરોને પણ આ પ્રતિબંધોના લપેટામાં લઈ લેવાયા છે. ઇરાનને નાણાકીય રીતે ખતમ કરી નાખવા માટે તેની સાથે જોડાયેલી બધા જ પ્રકારની નાણાકીય લાઇફલાઇન ખતમ કરવા આ પગલું લેવાયું છે, જેથી ઇરાન પરના આર્થિક પ્રતિબંધોને વધુ આકરા બનાવી શકાય. નવા પ્રતિબંધોનું ધ્યેય ઇરાનની એવિયેશન ઇકોસિસ્ટમને ખતમ કરવાનું છે, જે આમ પણ વર્ષોથી અમેરિકાના અગણિત પ્રતિબંધોનો સામનો કરી રહી છે.
અમેરિકાના નાણાપ્રધાને ધમકી આપી છે કે ઇરાનની એરલાઇન્સો સાથે જે પણ કારોબાર કરશે અમે તેના પર પણ પ્રતિબંધ મૂકી દઇશું. આ કંપની વૈશ્વિક નાણાકીય સિસ્ટમ સાથે આપમેળે કપાઈ જશે. ટ્રમ્પ તંત્રએ ૩૬ એકમો પર પ્રતિબધ મૂક્યો હતો, જે ઇરાનના એવિયેશન સેક્ટરને સમર્થન આપતી હતી. ઇરાનને દાવો કર્યો છે કે તેના બેલિસ્ટિક મિસાઇલની સુધારેલી ક્ષમતા પ્રતિકારનો નવો જ સિદ્ધાંત પ્રસ્થાપિત કરે છે. આ સિદ્ધાંત છે તહેરાન કોઈપણ પ્રકારના હુમલાનો ફક્ત સામનો જ નહી કરી શકે, પરંતુ તે હુમલો થાય તે પહેલા જ તેને વળતો જવાબ આપી દેશે. ઇરાનની સરકારી સમાચાર સંસ્થાએ ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના વડા મોહસીન રઝાઈને ટાંકીને આ વાત જણાવી હતી. પરંતુ તે હજી સુધી સ્પષ્ટ નથી કે આ મિસાઇલનું શું પરીક્ષણ થઈ ચૂક્યું છે આ મિસાઇલ અગાઉ બતાવાી હતી તે કાસીમ બસીર મિસાઇલ છે. ઇરાને જણાવ્યું હતુ કે કાસીમ બશીર મિસાઇલ ઇરાનની નવી સંરક્ષણાત્મક વ્યૂહરચનાનો મહત્ત્વનો હિસ્સો બની શેકે તેમ છે. આ મિસાઇલની રેન્જ કમસેકમ ૧,૨૦૦ કિ.મી.ની હોવાનું મનાય છે.
ઇઝરાયેલના અખબારના અહેવાલ મુજબ વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુને યુએઈએ ચેતવણી આપી હતી કે હમાસ ઇઝરાયેલ પર મોટાપાયા પર હુમલાનું આયોજન કરી રહ્યુ છે. હમાસે સાત ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હુમલો કર્યો તેના ગણતરીના દિવસો પહેલા યુએઈએ આ ચેતવણી આપી હતી. નેતન્યાહુએ યુએઈને તેના જવાબમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલ કોઈપણ સ્થિતિનો સામનો કરવા સજ્જ છે. વાસ્તવમાં તેઓને આ હુમલો વેસ્ટ બેન્ક તરફથી થવાની આશા હતી, ગાઝાપટ્ટી પરથી આ પ્રકારનો હુમલો થવાની સંભાવના ન હતી.
દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન હવે ધીમે ધીમે વિદાય તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તે પહેલાં દેશના અનેક વિસ્તારોમાં ફરી એકવાર આકરી બેટિંગ જોવા મળી શકે છે. હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, 9 થી 11 સપ્ટેમ્બર વચ્ચે દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વિજળીના કડાકા સાથે પવન ફૂંકાવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 12 થી 21 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં વરસાદનો વધુ એક સક્રિય તબક્કો જોવા મળી શકે છે. આ વરસાદથી પાક માટે જમીનમાં જરૂરી ભેજ જળવાઈ રહેશે, જે ખેડૂતો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
દિલ્હી અને ઉત્તર પ્રદેશ: દિલ્હીમાં 11 સપ્ટેમ્બર સુધી 30 થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશના મેરઠ, આગ્રા, કાનપુર, વારાણસી અને ગોરખપુર સહિતના જિલ્લાઓમાં 70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદનું એલર્ટ છે.
બિહાર અને ઝારખંડ: બિહારના પટના, ગયા, મુઝફ્ફરપુર અને ભોજપુર સહિત 21 જિલ્લાઓમાં 60 થી 70 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. ઝારખંડમાં રાંચી અને જમશેદપુર સહિતના વિસ્તારોમાં 10 સપ્ટેમ્બર સુધી વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી છે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ: પહાડી રાજ્યોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ)નું જોખમ વધી ગયું છે. ઉત્તરાખંડના દહેરાદૂન અને નૈનીતાલ તેમજ હિમાચલના મનાલી અને શિમલામાં તેજ પવન સાથે મુસળધાર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને અન્ય રાજ્યોમાં એલર્ટ
રાજસ્થાનના જયપુર, ઉદયપુર, કોટા અને બિકાનેરમાં 60 થી 70 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના ભોપાલ, ઇન્દોર અને ઉજ્જૈનમાં 50 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કેરળ અને આસામમાં પણ વાવાઝોડા અને વિજળીના કડાકા સાથે વરસાદી માહોલ રહેશે. નોંધનીય છે કે ચાલુ મોસમમાં દેશના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં 14% ઓછો વરસાદ નોંધાયો છે, જેમાં અલ નીનોની અસર મુખ્ય કારણ માનવામાં આવે છે.
મધ્યપ્રદેશમાં ચોમાસું સક્રિય છે. ભારેથી અતિ ભારે વરસાદ માટે 28 જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મંદાકિની અને નર્મદા નદીઓ પૂરની સ્થિતિમાં છે, જ્યારે બરગી અને કુટની બંધના દરવાજા પાણી છોડવા માટે ખોલવામાં આવી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 29.2 ઇંચ વરસાદ પડ્યો છે, જે સામાન્ય કરતા 8% ઓછો છે.
મધ્યપ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે. રાજ્યના પૂર્વ ભાગમાં ભારે વરસાદ બાદ, મંદાકિની અને નર્મદા નદીઓ પૂરની સ્થિતિમાં છે, જ્યારે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ યથાવત છે. વરસાદની અસર છતરપુર, સતના, મંડલા અને મૈહરમાં સૌથી વધુ જોવા મળી રહી છે. દરમિયાન, પાણી છોડવા માટે બરગી અને કુટની બંધના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. શુક્રવારે એક સક્રિય હવામાન પ્રણાલી આગળ વધશે, જેના કારણે 4 અને 5 સપ્ટેમ્બરે વરસાદ વધુ તીવ્ર બનવાની ધારણા છે.
9 જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ
શિવપુરી, ગુના, રાજગઢ, નિવારી, ટીકમગઢ, છતરપુર, સાગર, દમોહ અને નર્મદાપુરમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભોપાલ, ઉજ્જૈન, ગ્વાલિયર, શ્યોપુર, ભીંડ, દતિયા, પન્ના, સતના, રીવા, અશોકનગર, વિદિશા, રાયસેન, છિંદવાડા, બેતુલ, સિહોર, શાજાપુર, દેવાસ, અગર-માલવા અને મંદસૌરમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ઈન્દોર, ધાર, અલીરાજપુર, બુરહાનપુર, બરવાની, ખંડવા, ખરગોન, ઝાબુઆ, નીમચ, રતલામ, હરદા, મુરેના, જબલપુર, કટની, સિવની, નરસિંહપુર, બાલાઘાટ, મંડલા, ડીંડોરી, પંધુર્ના, સીધી, સિંગરૌલી, મૌજપુર, મૌહરગાન અને મૌહરમાં પણ વરસાદ ચાલુ રહી શકે છે.
નદીઓ છલકાઈ ગઈ, ઘણી જગ્યાએ પૂરનો ભય ચિત્રકૂટમાં મંદાકિની નદીનું પાણીનું સ્તર ૧૩૮.૫૨ મીટર સુધી પહોંચી ગયું, જે ખતરાના નિશાનની નજીક છે. પૂરના ભયને ધ્યાનમાં રાખીને, SDERF એ લગભગ ૧૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા. છતરપુરમાં બધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. મૈહરમાં, પુલોમાં પાણી ભરાઈ જવાને કારણે મુકુંદપુર રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. મંડલામાં નર્મદાનું પાણીનું સ્તર ૪૩૬.૧ મીટર નોંધાયું હતું. જબલપુરમાં બરગી ડેમ ૯૩.૩૩ ટકા ભરાઈ ગયો છે. ત્યારબાદ, પાંચ દરવાજા લગભગ એક મીટર ખોલવામાં આવ્યા છે. આનાથી નર્મદા ઘાટ પર પાણીનું સ્તર લગભગ ચાર ફૂટ વધવાની ધારણા છે.
૨૯.૨ ઇંચ વરસાદ, હજુ પણ સામાન્ય કરતાં ઓછો રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૪૧.૨ મીમી (૨૯.૨ ઇંચ) વરસાદ પડ્યો છે. આ સામાન્ય ૩૧.૮ ઇંચ કરતા લગભગ ૨.૬ ઇંચ ઓછો છે. સમગ્ર રાજ્યમાં વરસાદનો આંકડો સામાન્ય કરતાં ૮ ટકા ઓછો છે. પૂર્વીય ક્ષેત્રમાં વરસાદની ખાધ માત્ર 1 ટકા રહી છે, જ્યારે પશ્ચિમી ક્ષેત્રમાં સરેરાશ વરસાદ કરતાં 17 ટકા ઓછી છે.
34 જિલ્લાઓમાં હજુ પણ વરસાદની ખાધ છે પૂર્વીય ક્ષેત્રના ઘણા જિલ્લાઓમાં 1 થી 23 ટકા સુધીનો વરસાદ ખાધ નોંધાયેલ છે. આમાં બાલાઘાટ, ડિંડોરી, છિંદવાડા, દમોહ, જબલપુર, કટની, નરસિંહપુર, નિવારી, પંધુર્ણા, રેવા, સાગર, સિઓની અને ટીકમગઢનો સમાવેશ થાય છે. તેનાથી વિપરીત, પશ્ચિમી ક્ષેત્રના ઘણા જિલ્લાઓમાં નોંધપાત્ર ખાધ છે. અગર-માલવા, અલીરાજપુર, અશોકનગર, બેતુલ, દતિયા, દેવાસ, ધાર, હરદા, ઇન્દોર, ઝાબુઆ, મંદસૌર, નર્મદાપુરમ, નીમુચ, રાયસેન, રતલામ, સિહોર, શાજાપુર, શ્યોપુર, શિવપુરી, ઉજ્જૈન અને વિદિશામાં 6 થી 54 ટકા સુધીનો વરસાદ ખાધ છે.
21 જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે.
અનુપપુર, છતરપુર, મૈહર, મંડલા, મૌગંજ, નિવારી, પન્ના, સતના, શહડોલ, સિદ્ધિ, સિંગરૌલી, ઉમરિયા, ભિંડ, ભોપાલ, બુરહાનપુર, દતિયા, ગુના, ગ્વાલિયર, ખરગોન, રાજગઢ અને શિવપુરીમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ચોમાસાની ઋતુમાં, રાજ્યમાં જૂનમાં 14 ટકા વરસાદની ખાધ રહી છે. જુલાઈ અને ઓગસ્ટમાં સારા વરસાદથી પરિસ્થિતિમાં સુધારો થયો છે, પરંતુ જૂનમાં થયેલી ખાધની ભરપાઈ થઈ શકી નથી. બે નબળા ચોમાસાને કારણે, વરસાદ ઘણા દિવસો સુધી રોકાયો હતો. હવે, સપ્ટેમ્બરની શરૂઆતમાં એક સક્રિય સિસ્ટમે પૂર્વી મધ્યપ્રદેશમાં વરસાદની તીવ્રતામાં વધારો કર્યો છે. રાજ્ય માટે આગામી બે દિવસ મહત્વપૂર્ણ રહેશે. 4-5 સપ્ટેમ્બરે વરસાદની પ્રવૃત્તિમાં વધારો થયા પછી, 6-7 સપ્ટેમ્બરે ગ્વાલિયર-ચંબલ વિભાગમાં પણ ભારે વરસાદની અપેક્ષા છે.
મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એમેઝોન કાર્ગો પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું અને વાહનો સાથે અથડાતા ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા છે. આ માહિતી અધિકારીઓએ આપી છે.
આ વિમાન પ્યુઅર્ટો રિકોથી સાન જુઆન આવ્યું હતું અને બપોરે 2 વાગ્યાની આસપાસ વિમાન રન વે પરથી ઉતરી ગયું હતું અને એરપોર્ટની આસપાસના વેરહાઉસના કર્મચારી અને એરપોર્ટની આસપાસના અન્ય વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા રસ્તા પર ઘૂસી ગયું હતું. મિયામી-ડેડ કાઉન્ટીના અધિકારીઓએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને બે અન્યને સામાન્ય ઇજા થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી કે પાયલોટ બચી શક્યો છે કે નહીં અથવા વિમાનની ટક્કર સમયે માર્યા ગયેલા તમામ લોકો વિમાનમાં હતા કે નહીં.
મિયામી- ડેડ રેસ્કયૂ ફાયર ચીફ રે જદાલ્લાહે જણાવ્યું કે આ દુર્ઘટનાને કારણે આકાશમાં કાળો ધુમાડો છવાઇ ગયો હતો અને પાયલોટ અને કો-પાયલોટ કોકપિટમાં તથા કેટલાક લોકો કારમાં ફસાઇ ગયા હતા. એજન્સીએ જણાવ્યું કે બચાવ દળને એક એવા વ્યક્તિને પણ બહાર કાઢવો પડ્યો જે એક ગાડીની નીચે ફસાયેલો હતો.
આ દુર્ઘટનાને કારણે બપોરના સમયે આ વ્યસ્ત ટ્રાવેલ હબ પર ઊડાન રોકી દેવામાં આવી હતી. વિભાગે જણાવ્યું કે આશરે 200 ઇમરજન્સી કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે જાણવા મળ્યું કે વિમાનના એન્જિનના કંપાર્ટમેન્ટમાં લાગેલી આગને કારણે ધુમાડો નીકળતો હતો. ફાયર બ્રિગેડે આગ ઓલવવા માટે એરપોર્ટની ખાસ ફાયરફાઇટિંગ યૂનિટ્સમાંથી ફોમનો ઉપયોગ કર્યો હતો અને કલાકો બાદ પણ બચાવ દળ વિમાનમાંથી થઇ રહેલા ફ્યૂલ લીકેજને રોકવાનો પ્રયાસ કરતા હતા.
જોકે, દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી અને એવું પણ સ્પષ્ટ નથી કે તેમાં હવામાનની કોઇ ભૂમિકા હતી કે નહીં. નેશનલ વેધર સર્વિસ અનુસાર, તે સમયે વિસ્તારમાં વાવાઝોડુ અને 48 કિમી પ્રતિ કલાકની ઝડપથી ભારે પવન ફૂંકાઇ રહ્યો હતો.
આ ફ્લાઇટનું સંચાલન નોર્થ કેરોલિના સ્થિત કાર્ગો કેરિયર ’21 એર’ કરતું હતું. ફ્લાઇટ-ટ્રેકિંગ સાઇટ ‘ફ્લાઇટ રડાર 24’ અનુસાર, 32 વર્ષ જૂનું બોઇંગ 767 મૂળ રીતે મુસાફરોને લઇ જવા માટે બનાવવામાં આવ્યું હતું અને 2015માં કાર્ગો પ્લેનમાં બદલવામાં આવ્યા પહેલા બે દાયકા કરતા વધુ સમય સુધી કેટલીક એરલાઇન્સ માટે ઉડાન ભરી ચુક્યુ હતું.
ફ્લાઇટમાં વિલંબ પર નજર રાખતી વેબસાઇટ ‘ફ્લાઇટ અવેર’ અનુસાર, રવિવાર મોડી સાંજ સુધી 160થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને લગભગ 325 ફ્લાઇટમાં વિલંબ થયો હતો. મિયામીથી 200 માઇલ (320km)થી વધુ ઉત્તરમાં સ્થિત ઓરલેન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓ જણાવ્યું હતું કે કેટલીક ફ્લાઇટ્સને ત્યા ડાયવર્ટ કરવામાં આવી હતી.