E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : જેતપુર પોલીસની ‘ટ્રાફિક સ્ટ્રાઈક’: એમ.જી. રોડ અને સ્ટેન્ડ ચોકમાં આડેધડ...

Rajkot : જેતપુર પોલીસની ‘ટ્રાફિક સ્ટ્રાઈક’: એમ.જી. રોડ અને સ્ટેન્ડ ચોકમાં આડેધડ પાર્કિંગ કરનારાનાં વાહનોને ઝીંકાયા લોક, લારીધારકો સામે ગુના દાખલ

જેતપુર શહેરના મુખ્ય માર્ગો પર વકરતી જતી ટ્રાફિકની જટિલ સમસ્યાને ડામવા માટે સીટી પોલીસે આક્રમક તેવર અપનાવ્યા છે. શહેરના અત્યંત ધમધમતા એવા એમ.જી. રોડ, સ્ટેન્ડ ચોક, અમરનગર રોડ અને જૂનાગઢ રોડ પર પોલીસે ઓચિંતી ડ્રાઈવ યોજીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અડચણરૂપ વાહનો સામે લાલ આંખ કરી છે. ‘નો-પાર્કિંગ’ ઝોનમાં આડેધડ ઊભેલા વાહનોને સ્થળ પર જ વ્હીકલ લોક મારી દેવામાં આવ્યા હતા, જ્યારે અનેક વાહનોને એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ડિટેન કરી કાયદેસરનો સકંજો કસવામાં આવ્યો છે.

માત્ર વાહનો જ નહીં, પરંતુ જાહેર માર્ગો પર અડિંગો જમાવીને ટ્રાફિકના પ્રવાહને અવરોધતી લારીઓ સામે પણ પોલીસે સપાટો બોલાવ્યો છે. રસ્તો રોકનારા લારી ધારકો સામે બી.એન.એસ. (BNS) ની કલમો હેઠળ ગુના નોંધી તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જેતપુર સીટી પોલીસે જાહેર જનતાને કડક ચેતવણી આપતા અપીલ કરી છે કે, “પોતાના વાહનો જાહેર માર્ગ પર અડચણરૂપ પાર્ક કરવા નહીં, અન્યથા પોલીસની આકરી કાર્યવાહીનો સામનો કરવો પડશે.” શહેરની શિસ્ત જાળવવા માટે નાગરિકોને ફરજિયાત પાર્કિંગ સ્થળનો જ ઉપયોગ કરવા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments