રાજકોટ શહેરમાં કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલી વ્યાજમાફી યોજનાથી શહેરવાસીઓને મોટી રાહત મળી રહી છે. પહેલાના વ્યાજને માફ કરીને કરદાતાઓને તેમના મૂળ વેરા ચૂકવવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે આ યોજના અમલમાં આવી છે.યોજનાના અમલી બનતા, માત્ર બે દિવસમાં ૩ કરોડથી વધુની વેરાની વસુલાત થઈ છે. વેરા ચૂકવણી માટે લોકો ઑનલાઇન તેમજ ઓફલાઇન બંને માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છે. મનપાના સિવિલ સેન્ટર તેમજ અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પણ વેરાની સફળ વસુલાત થઇ રહી છે.

અંદાજ મુજબ, આ એડવાન્સ વેરા પેટે મહાનગરપાલિકાને 100 કરોડ રૂપિયાનું વેરા આવક થવાની શક્યતા છે. આ યોજના શહેરના વહીવટને મજબૂત બનાવવામાં અને નાગરિકોને સુવિધા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઇ રહી છે.
યોજના હેઠળ લોકોને ચુકવણીમાં સરળતા તેમજ સમયસર વેરા ચુકવણીનો લાભ મળતો રહે તેવી કામગીરી ચાલુ છે..


