E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : લક્ઝરી મુસાફરીનો નવો અધ્યાય, ગુજરાતની પ્રથમ હાઈટેક વોલ્વો બસનું...

Rajkot : લક્ઝરી મુસાફરીનો નવો અધ્યાય, ગુજરાતની પ્રથમ હાઈટેક વોલ્વો બસનું થયું ભવ્ય લોન્ચિંગ

સુરક્ષાના ભાગરૂપે તેમાં એડવાન્સ ફાયર સિસ્ટમ પણ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. આ ત્રણ બસો જામનગર, રાજકોટ, બરોડા, અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મુખ્ય રૂટ પર દોડશે, જે મુસાફરોને વૈભવી મુસાફરીનો અહેસાસ કરાવશે.

રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સ દ્વારા પરિવહન ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું ભરતા ત્રણ નવી અત્યાધુનિક વોલ્વો બસનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ બસો માત્ર મુસાફરીનું સાધન નહીં, પરંતુ ટેકનોલોજી અને આરામનો સુભગ સમન્વય છે. ગુજરાતમાં પ્રથમ વખત આવી હાઈટેક સુવિધાઓ રજૂ કરવામાં આવી છે, જે અત્યાર સુધી રાજ્યની કોઈ પણ ખાનગી કે સરકારી બસમાં ઉપલબ્ધ નહોતી. આ બસ ખાસ કરીને લાંબા અંતરના મુસાફરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેમાં સુરક્ષા અને સુવિધા બંનેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

આ હાઈટેક બસની વિશેષતાઓની વાત કરીએ તો, તેમાં દરેક સીટ પર પર્સનલ સ્માર્ટ સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં મુસાફરો OTT પ્લેટફોર્મનો આનંદ માણી શકશે. આ ઉપરાંત, મુસાફરોની સુવિધા માટે બાયો-કેમિકલ ટોયલેટ, દરેક સીટ પર USB ચાર્જિંગ પોઈન્ટ અને અત્યંત આરામદાયક સિટિંગ એરેન્જમેન્ટ કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે તેમાં એડવાન્સ ફાયર સિસ્ટમ પણ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. આ ત્રણ બસો જામનગર, રાજકોટ, બરોડા, અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મુખ્ય રૂટ પર દોડશે, જે મુસાફરોને વૈભવી મુસાફરીનો અહેસાસ કરાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments