HomeGujaratRajkotRajkot : સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી નાયબ મુખ્યમંત્રીને અપશબ્દો બોલનાર આશિફ હૈદરાબાદથી...

Rajkot : સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી નાયબ મુખ્યમંત્રીને અપશબ્દો બોલનાર આશિફ હૈદરાબાદથી ઝડપાયો

રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીને અપશબ્દો બોલી સોશિયલ મીડિયામાં અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી વીડિયો બનાવ્યા બાદ હૈદરાબાદ ભાગી ગયો હતો, પરંતુ રાજકોટ સાયબર ક્રાઈમ શાખાની ટીમે ટેક્નિકલ તપાસના આધારે તેને ઝડપી લીધો છે.

મળતી માહિતી અનુસાર આરોપી આશિફે સોશિયલ મીડિયા પર નાયબ મુખ્યમંત્રીને લઈને અપશબ્દો ભરેલો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ગંભીર બન્યો હતો. ત્યારબાદ આ અંગે ફરિયાદ નોંધાતા રાજકોટ પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગે તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વીડિયો બનાવ્યા બાદ આરોપી આશિફ હૈદરાબાદ ભાગી ગયો હતો. જોકે રાજકોટ સાયબર ક્રાઈમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ટ્રેકિંગના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું.આ માહિતીના આધારે પોલીસ ટીમ હૈદરાબાદ પહોંચી હતી અને ત્યાંથી આરોપી આશિફની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ આરોપીને રાજકોટ લાવવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીની વધુ પૂછપરછ કરવાની સાથે મામલાની ઉંડી તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments