E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeSportsSports : ક્રિકેટરમાંથી એક્ટર બન્યો, દર્દ ભૂલાવવા 24 કલાક દારૂ પીધો, કહ્યું...

Sports : ક્રિકેટરમાંથી એક્ટર બન્યો, દર્દ ભૂલાવવા 24 કલાક દારૂ પીધો, કહ્યું – 3 વખત મોતના મૂખમાંથી પાછો આવ્યો

90ના દાયકાની વાત છે, જ્યારે ક્રિકેટર સલિલ અંકોલાને જીવનમાં એક મોટો ઝટકો મળ્યો. તે સમયે તે પૈસા માટે ક્રિકેટરથી એક્ટર બન્યો હતો. જ્યારે એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો તો અનેક ટીવી શોમાં કામ કર્યું. જેમાં ‘કહેતા હૈ દિલ’, ‘કોરા કાગઝ’ અને ‘વિક્રાલ ઔર ગબરાલ’ જેવા શોનો સમાવેશ થાય છે. પડદાં પર ભલે સલિલ ડેશિંગ અને હેન્ડસમ દેખાતો હોય પરંતુ, પડદાની પાછળ તેની સ્થિતિ કંઇ ખાસ નહોતી. તે દારૂની લતમાં ફસાઇ ગયો હતો. હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યુમાં જીવનના આ તબક્કા વિશે ખુલીને વાત કરી છે. જ્યારે, તેણે ક્રિકેટ રમવાનું છોડીને દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું.

સલિલે જણાવી આપવીતી

એક યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા સલિલે જણાવ્યું કે, ‘મેં દારૂ પીવાનું શરૂ કર્યું તો એ વિચારીને નહતું કર્યું કે હું ફક્ત આટલું જ પીશ. વર્ષો સુધી પીતો રહ્યો અને ધીમે-ધીમે ઘણું વધી ગયું. 1999-2011ની વચ્ચે મેં જરાય ક્રિકેટ ન જોયું. કારણ કે, જોઇને કદાચ મારા ઘા ઉપસી જાત. જો હું 24 કલાક જાગતો હોવ, તો હું 24 કલાક દારૂ પીતો. તે એક રીત કદાચ મેં શોધી લીધી હતી કોઈ વસ્તુમાંથી બહાર નીકળવાની અથવા તેનાથી બચવાની. મારા પરિવાર અને મિત્રોએ મારી મદદ કરી. તમામે મને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ, આ ખુદ પર જ હોય છે. કદાચ હું તે સમયે રોકાવા નહતો ઇચ્છતો. અમુક વર્ષોમાં ઘણાં રિહેબ્સમાં ગયો, દારૂ છોડવાનો પ્રયાસ કર્યો પરંતુ છોડી ન શક્યો. બાદમાં એક દિવસ રિહેબમાં મેં વર્ષ 2011માં વર્લ્ડ કપ જોયો. એક દાયકામાં પહેલીવાર હતું, જ્યારે હું ક્રિકેટ જોઈ રહ્યો હતો.’

દારૂની લત વિશે કરી વાત

દારૂની લત વિશે વાત કરતા સલિલે કહ્યું કે, ‘લોકોનું કહેવું છે કે, દારૂ પીવું એક આદત છે, અમુક લોકો તેને મજા માટે પીવે છે. પરંતુ, આ આદત નથી હોતી, આ બીમારી હોય છે. ભગવાન કદાચ મારી સાથે રહ્યા, નહીંતર આજે હું તમારી સામે ન હોત. હું વર્ષ 2014માં આ દુનિયાને અલવિદા કહી ચુક્યો હોત. હું 12વાર ICU માં ગયો. ત્રણ વાર મને મૃત જાહેર કરી દેવાયો. મેં દારૂની લત ત્યારે છોડી જ્યારે હું મારી બીજી પત્નીને મળ્યો. અમારી મુલાકાત ફેસબુક પર થઈ હતી અને તે ડૉક્ટર હતી. તેણે મારી બીમારી સમજી અને જોયું કે, હું પોતાના શરીર અને મગજ પર વસ્તુઓનું ભારણ લઈ રહ્યો છું. આમાંથી બહાર નીકળવામાં તેણે મારી મદદ કરી.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments