HomeSportsSports : મુંબઈ ઇન્ડિયન્સ માટે હિટમેને રચ્યો ઇતિહાસ, કોહલીના ક્લબમાં રોહિત શર્માની...

Sports : મુંબઈ ઇન્ડિયન્સ માટે હિટમેને રચ્યો ઇતિહાસ, કોહલીના ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી

આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ અને આરસીબી વચ્ચેની મેચ ઐતિહાસિક બની રહી છે. મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ પોતાની ફ્રેન્ચાઈઝી માટે 6 હજાર રનનો આંકડો પાર કરીને એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા 15 વર્ષ પૂર્ણ કરનાર રોહિતે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે આ ટીમનો અસલી ‘કિંગ’ છે.

આઈપીએલ ઇતિહાસમાં એક જ ટીમ માટે 6 હજાર કે તેથી વધુ રન બનાવનાર રોહિત બીજો ખેલાડી છે. વિરાટ કોહલી 8840 રન સાથે પ્રથમ ક્રમે છે. રોહિતની આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે તેણે મુંબઈને પોતાની કેપ્ટનશિપમાં 5 વખત ચેમ્પિયન પણ બનાવ્યું છે.

એક જ ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધુ રન

વિરાટ કોહલી (RCB): 8840 રન

રોહિત શર્મા (MI): 6000 રન

એમએસ ધોની (CSK): 4865 રન

સુરેશ રૈના (CSK): 4687 રન

રનનો પહાડ અને આરસીબીની બેટિંગ

મેચની વાત કરીએ તો, આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 240 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હતો. ફિલ સોલ્ટે માત્ર 36 બોલમાં 78 રન ફટકારી મુંબઈના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. વિરાટ કોહલીએ પણ 38 બોલમાં 50 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 222 જ રન બનાવી શકી અને પરાજયનો સામનો કરવો પડ્યો. MI તરફથી સૂર્યકુમાર યાદવે 33, હાર્દિક પંડ્યાએ 40 રન ફટકાર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments