E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeSportsSports : શ્રીલંકાના અલ્ટીમેટમ બાદ પાકિસ્તાન બેકફૂટ પર, ભારત સાથે મેચ બહિષ્કાર...

Sports : શ્રીલંકાના અલ્ટીમેટમ બાદ પાકિસ્તાન બેકફૂટ પર, ભારત સાથે મેચ બહિષ્કાર મામલે નવો ટ્વિસ્ટ

T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન સતત અડિયલ વલણ કરી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ફરી એકવાર પોતાની સરકાર પાસેથી સલાહ લેવાનું છે. આ સલાહ 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોમાં થનારી ભારત-પાકિસ્તાન મેચના બહિષ્કારને લઈને લેશે, જેને ફરીવાર વિચારવાની અપીલ શ્રીલંકા ક્રિકેટે કરી છે.

પાકિસ્તાન સરકારે PCBને T20 વર્લ્ડ કપ રમવા માટે ટીમ મોકલવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ ભારત વિરૂદ્ધ રમવાની ના પાડી દીધી છે. આ તે મેચ છે જેને ICC અને તેના બ્રોડકાસ્ટર્સ માટે સૌથી વધુ કમાણી વાળો મુકાબલો માનવામાં આવે છે.ભારત-પાકિસ્તાન મેચ ન હોવાના કારણે શ્રીલંકા ક્રિકેટને આર્થિક નુકસાન થવાનો ડર છે. જેને લઈને શ્રીલંકા ક્રિકેટે PCBને એક ઈમેલ મોકલ્યો છે, જેમાં કહેવાયું છે કે, જો 15 ફેબ્રુઆરીએ આ મોટી મેચ નહીં રમાય તો.

  • ટિકિટ વેચાણમાં મોટું નુકસાન થશે
  • હોસ્પિટેલિટી અને સ્પોન્સરશિપથી મળનારી કમાણી ઘટશે
  • શ્રીલંકામાં ટૂર્નામેન્ટની છાપને પણ નુકસાન પહોંચશે

શ્રીલંકા ભારતની સાથે મળીને T20 વર્લ્ડ કપની સંયુક્ત યજમાની કરી રહ્યું છે.

પાકિસ્તાન પોતાની તમામ મેચ કોલંબો અને પલ્લેકેલેમાં રમશે. શનિવારે તેની પહેલી મેચ નેધરલેન્ડ્સ વિરૂદ્ધ છે. આ સમગ્ર મામલે માહિતી આપવાના એક સૂત્રએ કહ્યું કે, પાકિસ્તાન અને શ્રીલંકા સરકાર અને ક્રિકેટ બંને સ્તરો પર હંમેશા સારા અને નજીકના સંબંધો રહ્યા છે. તેવામાં શ્રીલંકા ક્રિકેટનો આ મેલ અવગણી ન શકાય.

સૂત્રએ એમ પણ જણાવ્યું છે કે, PCB ચેરમેન મોહસિન નકવી સાથે સીધા શ્રીલંકા ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ શમ્મી સિલ્વાએ સંપર્ક કર્યો છે. શમ્મી સિલ્વાએ નકવીને યાદ અપાવ્યું કે, હાલના સમયે શ્રીલંકાને પાકિસ્તાનના સહયોગની જરૂર છે, કારણ કે જો ભારત-પાકિસ્તાન મેચ નહીં રમાય તો શ્રીલંકા ક્રિકેટને વધુ કમાણી નહીં થઈ શકે.

સૂત્રોના અનુસાર, મોહસિન નકવીએ શમ્મી સિલ્વાને ભરોસો અપાવ્યો છે કે, તેઓ આ મામલાને પાકિસ્તાન સરકારની સમક્ષ રજૂ કરશે અને પછી જવાબ આપશે. તેમણે સ્પષ્ટ કર્યું કે મીડિયામાં ખોટી માહિતી ફેલાઈ છે કે પાકિસ્તાને શ્રીલંકાની અપીલ પહેલાથી જ ફગાવી દીધી છે.સૂત્રોએ કહ્યું કે, PCB ચેરમેન મોહસિન નકવી કાલથી દેશમાં નથી અને આજે પરત ફરી રહ્યા છે. તેઓ ભારત વિરૂદ્ધ મેચ બહિષ્કારને ખતમ કરવાથી જોડાયેલા આ ઇમેલને શાહબાઝ શરીફ સમક્ષ રાખશે. આ મુદ્દે સોમવાર સુધી નિર્ણય લઈ શકાશે.

સૂત્રોએ એ પણ યાદ અપાવ્યું કે, ગત વર્ષ નવેમ્બરમાં શ્રીલંકન સરકારે પાકિસ્તાનનું ખુલીને સમર્થન કર્યું હતું. તે સમયે શ્રીલંકાના કેટલાક ખેલાડીઓ સુરક્ષાના કારણોથી પાકિસ્તાન પ્રવાસ અધવચ્ચે છોડીને પરત ફરવા ઇચ્છતા હતા, પરંતુ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકા સરકાર બંનેએ ખેલાડીઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ પાકિસ્તાનમાં વ્હાઇટ બોલ સીરિઝ પૂર્ણ કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments