HomeSportsSports : ICC મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ આજે ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે...

Sports : ICC મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ આજે ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે રમાશે

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની ટાઈટલ મેચમાં ટૂર્નામેન્ટની બે સૌથી મજબૂત અને અત્યાર સુધી અપરાજિત ટીમો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ એકબીજા સામે ટકરાશે. પ્રથમ સેમિફાઈનલમાં છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ફાઈનલમાં ટિકિટ બુક કરાવી હતી. જ્યારે બીજી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઈટલ જંગમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

બંને ટીમો વચ્ચેની આ ઐતિહાસિક અને હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ 5 જુલાઈએ લોર્ડ્સના મેદાન પર રમાશે. આ ફાઈનલ મેચની બીજી ખાસ વાત એ છે કે આ વખતે ICC એ ઈનામની રકમમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેના કારણે બંને ટીમો પર રૂૂપિયાનો વરસાદ થશે. ફાઈનલમાં જીતનાર ટીમ તો કરોડો રૂૂપિયા મળશે જ, પણ ફાઈનલમાં હારનાર ટીમને પણ માલામાલ થશે .

મહિલા ક્રિકેટને વધુ પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC ) આ વર્ષે ઈનામી રકમમાં નોંધપાત્ર વધારો કર્યો છે. વિજેતા ટીમને 2.34 મિલિયન (રૂૂ. 22 કરોડથી વધુ) ની મોટી ઈનામી રકમ સાથે એક ચમકતી ટ્રોફી આપવામાં આવશે. હારનારી ટીમ પણ ખાલી હાથે પાછી નહીં ફરે, તેમને 1.17 મિલિયન (આશરે રૂૂ. 11 કરોડ) નું રોકડ ઈનામ મળશે. આનો અર્થ એ છે કે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બંને ટીમો ફાઈનલ બાદ માલામાલ થશે.

જુલાઈના રોજ યોજાનારી આ ટાઈટલ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂૂ થશે. બંને ટીમોની કેપ્ટન સાંજે 7:30 વાગ્યે ટોસ માટે મેદાનમાં ઉતરશે.

બંને ટીમોના હાલના ફોર્મને જોતાં લોર્ડ્સમાં ચાહકોને એક રોમાંચક અને ઐતિહાસિક મુકાબલો જોવા મળશે. રેકોર્ડ્સની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે રેકોર્ડ આઠમી વખત T20 વર્લ્ડ કપ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પાંચમી વખત ટાઈટલ મેચ રમશે. આ બંને સૌથી વધુ વાર T20 વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચનારી ટીમો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments