HomeSportsSports : IPLમાં મુંબઈનો ચોથો સૌથી મોટો વિજય, ગુજરાત બીજા સૌથી ઓછા...

Sports : IPLમાં મુંબઈનો ચોથો સૌથી મોટો વિજય, ગુજરાત બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં મુંબઈ ઇન્ડિયન્સે (MI) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT) ને 99 રનથી કચડીને ઐતિહાસિક જીત નોંધાવી છે. રનના માર્જિનથી જોવા જઈએ તો આ IPL 2026 ની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા તિલક વર્માની તોફાની સદીની મદદથી 199 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. જેના જવાબમાં ગુજરાતની આખી ટીમ 20 ઓવર પણ પૂરી રમી શકી નહીં અને માત્ર 100 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. બેટિંગમાં તિલક વર્મા અને બોલિંગમાં અશ્વિની કુમાર મુંબઈની આ શાનદાર જીતના મુખ્ય હીરો રહ્યા હતા.

મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 99 રનથી હરાવીને પંજાબ કિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા ગયા રવિવારે પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 54 રનથી હરાવીને વર્તમાન ટૂર્નામેન્ટની સૌથી મોટી જીત નોંધાવી હતી. પરંતુ હવે 99 રનની આ મોટી જીત સાથે મુંબઈએ આ સીઝનની સૌથી મોટી જીતનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

જ્યારે મુંબઈએ બેટિંગ શરૂ કરી ત્યારે માત્ર 44 રનના સ્કોર પર જ 3 વિકેટ પડી ગઈ હતી. પરંતુ ત્યારબાદ તિલક વર્માએ મેદાન પર એવો તરખાટ મચાવ્યો કે ગુજરાતના બોલરો જોતા જ રહી ગયા. તેણે એક છેડો સાચવી રાખીને માત્ર 45 બોલમાં 101 રન ફટકારી દીધા. આ શાનદાર ઇનિંગ સાથે તેણે મુંબઈ માટે સૌથી ઝડપી સદી ફટકારવાના સનથ જયસૂર્યાના 18 વર્ષ જૂના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

199 રનનો બચાવ કરવા ઉતરેલી મુંબઈની ટીમના બોલરોએ શરૂઆતથી જ ગુજરાત પર દબાણ બનાવી રાખ્યું હતું. જસપ્રીત બુમરાહ અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સને શરૂઆતી ઝટકા આપ્યા હતા. ખાસ વાત એ રહી કે બુમરાહે IPL 2026 માં પોતાની પહેલી વિકેટ ઇનિંગ્સના પહેલા જ બોલ પર સાઈ સુદર્શનને આઉટ કરીને લીધી હતી. આ મેચમાં યુવા બોલર અશ્વિની કુમારે કમાલની બોલિંગ કરતા પોતાની 4 ઓવરમાં માત્ર 24 રન આપીને 4 મહત્વની વિકેટ ઝડપી હતી અને ગુજરાતની કમર તોડી નાખી હતી. આ ઉપરાંત અલ્લાહ ગઝનફર અને મિશેલ સેન્ટનરે પણ સાથ આપતા 2-2 વિકેટ લીધી હતી. આ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સે 6 મેચમાં પોતાની બીજી જીત નોંધાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments