HomeSportsSports : Kavya Maranનું સનરાઇઝર્સ 'X' એકાઉન્ટ કરાયું સસ્પેન્ડ ,પાકિસ્તાની ખેલાડી ખરીદવો...

Sports : Kavya Maranનું સનરાઇઝર્સ ‘X’ એકાઉન્ટ કરાયું સસ્પેન્ડ ,પાકિસ્તાની ખેલાડી ખરીદવો ભારે પડ્યો

IPL 2026 સીઝન શરુ થતાં પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારન વિવાદમાં ફસાય છે. ઈંગ્લેન્ડની ધ હંડ્રેડ લીગમાં સનરાઈઝર્સ ગ્રુપની ફ્રેન્ચાઈઝીએ પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો છે. જેને લઈ હાલ ધમાલ મચી રહી છે. પહેલી વખત ધ હંડ્રેડમાં ઓક્શનનું આયોજન કરવામાં આ

IPL 2026 સીઝન શરુ થતાં પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારન વિવાદમાં ફસાય છે. ઈંગ્લેન્ડની ધ હંડ્રેડ લીગમાં સનરાઈઝર્સ ગ્રુપની ફ્રેન્ચાઈઝીએ પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો છે. જેને લઈ હાલ ધમાલ મચી રહી છે. પહેલી વખત ધ હંડ્રેડમાં ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પુરુષ ટૂર્નામેન્ટ માટે સનરાઈઝર્સ લીડ્સે પાકિસ્તાની સ્પિનર અબરાર અહમદને મોટી રકમ આપી ખરીદ્યો હતો. ત્યારબાદ કાવ્યા મારનને લઈ ખુબ અલોચના થઈ રહી છે. આ વિવાદ વચ્ચે સનરાઈઝર્સ લીડ્સનું સોશિયલ મીડિયા અકાઉન્ટ અચાનક સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જેનાથી સૌ કોઈ ચોંકી ગયા છે.

ગુરુવાર 12 માર્ચના રોજ ઈંગ્લેન્ડમાં ધ હંડ્રેડની પુરુષ ટૂર્નામેન્ટમાં પહેલી વખત ખેલાડીઓના ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પાકિસ્તાનના લેગ સ્પિનર અબરાર અહમદને સનરાઈઝર્સ લીડ્સે અંદાજે 2.3 કરોડ રુપિયાની મોટી રકમ આપી ખરીદ્યો હતો. કાવ્યા મારન પણ આ દરમિયાન ઓક્શન ટેબલમાં પોતાની ફ્રેન્ચાઈઝી સાથે બેઠી હતી. ટીમે નિર્ણય લેતા આની ચારે બાજુ ચર્ચા ચાલુ થઈ હતી. સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ છે.

ત્યારબાદથી કાવ્ય મારન અને ફ્રેન્ચાઈઝીને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આ વચ્ચે ફ્રેન્ચાઈઝીના સોશિયલ મીડિયા અકાઉન્ટને અચાનક સસ્પેન્ડ કરી દીધું છે. ઓક્શનમાં અબરારને ખરીદવા માટે શરુ થયેલા વિવાદના થોડા જ કલાકમાં કાવ્યા મારનનું સનરાઇઝર્સ લીડ્સનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ફ્રેન્ચાઈઝીના અકાઉન્ટ પર લખવામાં આવી રહ્યું છે કે, ‘X’ ના નિયમોના ઉલ્લંધનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, આ અકાઉન્ટ કેમ અને ક્યાં કારણો સર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

ઓક્શનની વાત કરીએ તો બધાની નજર આ વાત પર હતી કે, ક્યાં ટૂર્નામેન્ટની ભારતીય માલિકવાળી 4 ટીમો કોઈ પાકિસ્તાની ખેલાડીને ખરીદે છે કે,નહી.રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, આઈપીએલ સાથે જોડાયેલી 4 ભારતીય માલિકો વાળી ટીમ ફ્રેન્ચાઈઝીએ કોઈ પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો નથી. ત્યારબાદ ECBએ બધી ફ્રેન્ચાઈઝી સાથે મળી એક નિવેદન બહાર પાડ્યું હતુ કે, તે ખેલાડીઓને તેની રાષ્ટ્રીયતા નહી પરંતુ તેના પ્રદર્શનના હિસાબે ખરીદશે. પરંતુ ઓક્શનમાં 13 પાકિસ્તાની ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાંથી માત્ર અબરાર સિવાય માત્ર સ્પિનર ઉસ્માન તારિકને ખરીદવામાં આવ્યો હતો. તેને બર્મિધમ ફીનિક્સે ખરીદ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments