E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : જામકંડોરણા બસ ચોરીનો ભેદ ઉકેલાયો: રાજકોટ ગ્રામ્ય LCBએ સુરતની ટ્રાવેલ્સમાંથી...

Surat : જામકંડોરણા બસ ચોરીનો ભેદ ઉકેલાયો: રાજકોટ ગ્રામ્ય LCBએ સુરતની ટ્રાવેલ્સમાંથી સોનું ચોરનાર ‘ચોટીલા ગેંગ’ની બે મહિલા સહિત 4ને દબોચ્યા

સુરતથી જામકંડોરણા આવતી ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરના કિંમતી ઘરેણાંની ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ઉકેલી નાંખ્યો છે. પોલીસે ટેકનિકલ સોર્સ અને ચોક્કસ બાતમીના આધારે જામકંડોરણા વિસ્તારના રંગપરના પાટીયા પાસેથી ચોટીલાની તસ્કર ગેંગના ચાર સાગરીતોને ઝડપી પાડી ₹7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલા આરોપીઓમાં રણજીત પ્રતાપભાઇ ઓગાણીયા, કીરીટ જેન્તીભાઈ બુટીયા તથા બે મહિલા આરોપીઓ હંસાબેન વાઘેલા અને ભારતીબેન ઉર્ફે ગુડી બુટીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ મૂળ ચોટીલાના રહેવાસી છે અને ત્યાં એસ.બી.આઇ. બેંકની ઉપર ભાડેથી મકાન રાખીને રહેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 50 ગ્રામ સોનાનો ઢાળીયો (કિંમત ₹7,00,000/-), રોકડા ₹8,300/- અને મોબાઈલ ફોન મળી કુલ ₹7,13,300/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
પોલીસની આકરી પૂછપરછમાં આ ગેંગે ચોંકાવનારી કબૂલાત કરી છે. આરોપીઓએ જણાવ્યું કે, આજથી આશરે એક મહિના પહેલા તેઓએ મોરબીથી સુરત જતી 'વર્ણીરાજ ટ્રાવેલ્સ'માં પેસેન્જર બનીને મુસાફરી કરી હતી. જે દરમિયાન તારાપુર ચોકડીથી વટામણ ચોકડી વચ્ચે એક મુસાફરના થેલામાંથી ₹30,000/- ની રોકડ રકમની ચોરી કરી હતી. હાલ પોલીસે આ ગેંગની અટકાયત કરી તેઓ અન્ય કેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments