E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : દક્ષિણ ગુજરાત ઝોનની ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’નાબીજા દિવસે સુરત ખાતે...

Surat : દક્ષિણ ગુજરાત ઝોનની ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’નાબીજા દિવસે સુરત ખાતે ‘MSME કોન્કલેવ’ યોજાશે

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ગુજરાતમાં મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. રાજ્યમાં અગાઉ ૧૦ વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ”નું આયોજન કર્યું છે.

આ આયોજનના ભાગરૂપે સુરત ખાતે આગામી તા. ૯ અને ૧૦ એપ્રિલ-૨૦૨૬ના રોજ દક્ષિણ ગુજરાત ઝોનની ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવશે. આ ઝોનમાં તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સુરત ખાતે યોજાનાર બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારો, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો વગેરે બહુ આયામી આયોજનો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે, તા. ૧૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ‘MSME કોન્કલેવ’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માહિતીસભર સેમીનાર, પેનલ ડીસ્કશન, એક્ઝીબિશન તથા વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

ઉપરાંત, આ કોન્ક્લેવમાં દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ ૦૬ જિલ્લાઓમાં કાર્યરત માઇક્રો તથા સ્મોલ એકમો માટે ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ કરનારા વિવિધ એકમોને આ મુજબની કુલ પાંચ શ્રેણીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં
૧.મહિલા ઉદ્યોગ સાહસિક : ૫૧ ટકા અને તેથી વધુ મહિલાઓની માલિકી ધરાવતા એકમો
૨. યુવા ઉદ્યોગ સાહસિક : ૩૫ વર્ષની ઓછી આયુ ધરાવતા ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેનીયર્સ
૩. અનુસૂચિત જાતિ ઉદ્યોગ સાહસિક
૪. અનુસૂચિત જનજાતિ ઉદ્યોગ સાહસિક
૫. જનરલ કેટેગરી એવોર્ડ : જે ઉદ્યોગકારોનો ઉપર દર્શાવેલ ૧ થી ૪ કેટેગરીમાં સમાવેશ થતો નથી તે ઉદ્યોગકારો જનરલ કેટેગરીમાં અરજી કરી શકશે દા.ત. SEBC ઉદ્યોગકાર વગેરે.

વધુમાં, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય અને પાત્રતા ધરાવતા MSME એકમો ઉપરોક્ત એવોર્ડ માટે શ્રેણી મુજબ અરજી કરી શકે છે. જે સંદર્ભે વધુ માહિતી માટે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આવતા મહત્તમ MSME ઉદ્યોગો અને ઉદ્યોગકારોને આ કાર્યક્રમનો સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.

REPOTER : જનક દેસાઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments