સચિન GIDC પોલીસે આ હનીટ્રેપ ગેંગના માસ્ટરમાઇન્ડ કાનુ પ્રધાનની ધરપકડ કરી છે. ઓનલાઇન વેપાર કરતા એક વેપારીને હનીટ્રેપમાં ફસાવી રુપિયા પડાવી લાધી હતા.સુરતના સચિન GIDC વિસ્તારમાં ઓનલાઇન વેપાર કરતા એક વેપારીને હનીટ્રેપમાં ફસાવી, ધાક-ધમકી આપી રુપિયા પડાવવાના ગુનામાં લાંબા સમયથી ફરાર મુખ્ય આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. સચિન GIDC પોલીસે આ હનીટ્રેપ ગેંગના માસ્ટરમાઇન્ડ કાનુ પ્રધાનની ધરપકડ કરી છે.

આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. અમરોલી વિસ્તારમાં રહેતા અને ઓનલાઇન વેપાર સાથે સંકળાયેલા એક વેપારીને આ ટોળકીએ યુવતી મારફતે હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ત્યારબાદ, પોલીસ હોવાની ઓળખ આપી અથવા બદનામ કરવાની ધમકી આપી વેપારી પાસેથી મોટી રકમ પડાવીને ધાડ આચરી હતી.
આ કેસમાં પોલીસ અગાઉથી જ સક્રિય હતી અને તપાસ દરમિયાન ગેંગના 7 જેટલા સાગરીતોને અગાઉ જ ઝડપી લેવામાં આવ્યા હતા. જોકે, આ સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર કાનુ પ્રધાન પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે તેને સચિન GIDC વિસ્તારમાંથી જ ઝડપી પાડ્યો છે.


