HomeRashifalTechnologyTechnology : Apple નો પ્રથમ ફોલ્ડ કરી શકાય તેવો આઈફોન (foldable iPhone)...

Technology : Apple નો પ્રથમ ફોલ્ડ કરી શકાય તેવો આઈફોન (foldable iPhone) લોન્ચ : જુઓ વેરિઅન્ટ મુજબ ભાવ

સ્માર્ટફોન જગતમાં એપલની નવી પ્રોડક્ટ્સ માટે હંમેશા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળતી હોય છે. તાજેતરમાં 9 સપ્ટેમ્બરના રોજ યોજાનારી એપલની વાર્ષિક ઇવેન્ટ પહેલા જ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટેક જગતમાં છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચા ચાલી રહી હતી તે, એપલના સૌથી પહેલા ફોલ્ડેબલ આઇફોનની કિંમત લોન્ચ પહેલા જ લીક થઈ ગઈ છે. આઇફોનની 20મી વર્ષગાંઠ નિમિત્તે કંપની પોતાનું આ પ્રથમ ફોલ્ડેબલ ડિવાઇસ રજૂ કરી શકે છે, જેને ‘આઇફોન અલ્ટ્રા’ નામ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જોકે, કંપની તરફથી આ આગામી સ્માર્ટફોન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ઇવેન્ટમાં ફોલ્ડેબલ ફોન ઉપરાંત આઇફોન 18 પ્રો અને આઇફોન 18 પ્રો મેક્સ પણ લોન્ચ થઈ શકે છે. જ્યારે સ્ટાન્ડર્ડ આઇફોન 18 અને આઇફોન એર 2 આવતા વર્ષની શરૂઆતમાં બજારમાં મુકાય તેવી ધારણા છે.

આઇફોન અલ્ટ્રાની કિંમત વિશે વાત કરીએ તો, આ અત્યાર સુધીનો સૌથી મોંઘો આઇફોન સાબિત થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફોલ્ડેબલ આઇફોન મુખ્યત્વે ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. તેના બેઝ મોડેલ એટલે કે 256GB વેરિઅન્ટની શરૂઆતી કિંમત $2,299 એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે 2,17,000 રૂપિયા હોઈ શકે છે. આ ઉપરાંત, 512GB વેરિઅન્ટની કિંમત $2,499 (આશરે 2,36,000 રૂપિયા) અને સૌથી ટોપ 1TB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત $2,799 (આશરે 2,64,000 રૂપિયા) સુધી પહોંચી શકે છે.કિંમત ઉપરાંત, આઇફોન અલ્ટ્રાનો એક કન્સેપ્ટ પ્રોમો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ‘યોર ટેક ગાય’ નામના એક સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમો વીડિયોમાં ફોનની આકર્ષક અને ભવિષ્યલક્ષી ડિઝાઇન સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમાં આપવામાં આવેલ કેમેરા મોડ્યુલ સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 8 ને મળતું આવે છે, પરંતુ તેમાં કેમેરા ઊભા રાખવાને બદલે આડા ગોઠવવામાં આવ્યા છે. ફોનની ચારેય બાજુઓ ગોળાકાર ખૂણાઓથી સજ્જ છે, અને આગળના ભાગમાં શાનદાર લિક્વિડ ડિઝાઇન ડિસ્પ્લે આપવામાં આવી છે.

ડિઝાઇનની અન્ય ખાસિયતોની વાત કરીએ તો, આઇફોન અલ્ટ્રાની ડિસ્પ્લેમાં અંડર-ડિસ્પ્લે સેલ્ફી કેમેરાની સુવિધા જોવા મળે છે, જેના કારણે કેમેરા માટે કોઈ અલગ જગ્યા કે નૉચ જોવા મળતી નથી. ફોનની જમણી બાજુએ પાવર બટન અને ઉપરના ભાગે વોલ્યુમ કી ગોઠવવામાં આવી છે. આ ફોલ્ડેબલ ડિસ્પ્લેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ફોલ્ડ કરવાથી કોઈ ક્રીઝ (કરચલી) જોવા મળતી નથી અને બંને હિન્જ વચ્ચે કોઈ જ ગેપ રહેતો નથી. આ ઉપરાંત, આ ડિવાઇસ 7.8 ઇંચની મુખ્ય ફોલ્ડેબલ ડિસ્પ્લે સાથે આવશે અને તેમાં એપલની અત્યાધુનિક A20 Pro ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે. પાવર બેકઅપ માટે તેમાં ડ્યુઅલ બેટરી સેલ અને ચાર્જિંગ માટે એક USB ટાઇપ-C પોર્ટ તેમજ તળિયે બે સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments