E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : જર્મની મોકલેલા માલમાંથી 4 કરોડના માલની ચોરીના કેસનો આરોપી પકડાયો

Vadodara : જર્મની મોકલેલા માલમાંથી 4 કરોડના માલની ચોરીના કેસનો આરોપી પકડાયો

વડોદરાની કંપનીમાંથી જર્મની મોકલેલા એલ્યુમિનિયમના સાધનોમાંથી ૪ કરોડ ઉપરાંતનો સામાન ચોરી લેવાના બનાવમાં પોલીસે એક આરોપીને અઢી વર્ષ બાદ સુરતથી ઝડપી પાડયો છે.

બાન્કો કંપનીએ જુલાઇ-૨૦૨૩માં સાત કન્ટેનરો ભરીને જર્મની માલ મોકલ્યો હતો.આ માલ હજીરા ખાતેથી રવાના થવાનો હતો. પરંતુ રસ્તામાં જ તેના સીલ તોડીને ૧.૪૨ લાખ કિલો જેટલો જથ્થો વગે કરી રેતીની ગુણો મુકી દેવામાં આવી હતી.

આ અંગે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અગાઉ કન્ટેનરના ડ્રાઇવરો સહિતના આરોપીઓની અટકાયત કરી હતી અને તપાસમાં યુપીના સુધીરકુમાર ગયાપ્રસાદ સિંહ(મિસા ગામ, રૃદોલી,અયોધ્યા)નું પણ નામ ખૂલ્યું હતું.પરંતુ તેનો કોઇ પત્તો લાગતો નહતો.

સુધીર હાલમાં સુરતમાં રહેતો હોવાની માહિતી મળતાં પોલીસની ટીમોએ વોચ રાખી તેેને ઓલપાડની સેલિબ્રેશન હોમ્સ સોસાયટી ખાતેથી ઝડપી પાડયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments