E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : પાયોનિયર કોલેજમાં માનસિક ત્રાસના કારણે વિદ્યાર્થીના આત્મહત્યા પ્રયાસથી ચકચાર, 2...

Vadodara : પાયોનિયર કોલેજમાં માનસિક ત્રાસના કારણે વિદ્યાર્થીના આત્મહત્યા પ્રયાસથી ચકચાર, 2 પ્રોફેસર સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

વડોદરા શહેરની પ્રતિષ્ઠિત પાયોનિયર કોલેજ વિવાદમાં સપડાઈ છે. કોલેજના BAMSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રોહન રાઠોડે ત્રીજા માળેથી પડતું મૂકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો વડોદરા શહેરની પ્રતિષ્ઠિત પાયોનિયર કોલેજ વિવાદમાં સપડાઈ છે. કોલેજના BAMSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રોહન રાઠોડે ત્રીજા માળેથી પડતું મૂકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે શૈક્ષણિક વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે.

માહિતી અનુસાર, ગત 10મી તારીખે સાંજના સમયે વિદ્યાર્થી રોહન રાઠોડે કોલેજની ઇમારતના ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા રોહનને તાત્કાલિક સારવાર માટે વડોદરાથી જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેઓ હાલ મેડિકલ સારવાર હેઠળ છે.

પરિવારજનો દ્વારા કપુરાઇ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં કોલેજના બે પ્રોફેસર—પ્રોફેસર કોમલ અને પ્રોફેસર ઋષિકેશ—વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, છેલ્લા સાત મહિનાથી વિદ્યાર્થીને જાતિ સંબંધિત ટિપ્પણીઓ તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ઉપરાંત અભ્યાસ બગાડવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલે કોલેજના આચાર્ય વૈદ્ય નીતા મશરૂએ જણાવ્યું કે, વિદ્યાર્થીના પરિવારજનોએ અમને જાણ કરી છે. સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવા સાત સભ્યોની સમિતિની નિમણૂંક કરવામાં આવી છે. આજે સાંજ સુધીમાં તપાસ સમિતિનો અહેવાલ પ્રાપ્ત થઈ જશે.”

આ ઘટનાને લઈ SC/ST સેલ વડોદરાના એસીપી ચંદ્રસિંહ સોલંકીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને તમામ મુદ્દાઓની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.હાલ વિદ્યાર્થીની સ્થિતિ પર પરિવારજનો તેમજ પોલીસ તંત્ર નજર રાખી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈ શહેરમાં ચર્ચા ચાલી રહી છે અને વિદ્યાર્થીઓમાં પણ અસંતોષની લાગણી જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments