HomeGujaratVadodara : ફાસ્ટટેગમાં ટેકનિકલ ખામીના કારણે રોજ એક બસ ટોલનાકા પર અટકે...

Vadodara : ફાસ્ટટેગમાં ટેકનિકલ ખામીના કારણે રોજ એક બસ ટોલનાકા પર અટકે છે

વાસદ અને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ટોલનાકા પર ફાસ્ટટેગ સ્કેન નહિ થવાની ટેકનિકલ સમસ્યાના કારણે એસટી બસના મુસાફરોને વારંવાર હાલાકી ભોગવવી પડી રહી છે. ટોલ ચુકવણી અટકી જતા બસો થોભી જાય છે અને મુસાફરી સમયસર ગંતવ્ય સ્થળે પહોંચી શક્તા નથી.

તાજેતરમાં રાજપીપળાથી પાટણ જતી એસટી બસ ટોલ ચૂકવણી ન થતાં એક્સપ્રેસ વે ટોલ નાકા પર અટકી પડી હતી. બસમાં સવાર એક મુસાફરે આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ડ્રાઈવર અને કંડક્ટરે જણાવ્યું હતું કે, ફાસ્ટટેગ ચાલતું નહોવાથી ટોલ ચૂકવવા માટે ડેપો મેનેજરનો સંપર્ક કર્યો છે, પરંતુ ડેપો મેનેજર તાત્કાલિક મંજૂરી ન આપતા હોઈ વિલંબ થઈ રહ્યો છે. મુસાફરોની માંગ છે કે, ઓનલાઇન ટોલ ચૂકવણી કરવાની સત્તા સીધી ડ્રાઇવર-કંડક્ટરને આપવી જોઈએ.આ ઘટનામાં બસમાં ૪૦ મુસાફરો સવાર હતા. ટોલ ચૂકવણીની સ્થિતિ સ્પષ્ટ ન થવાના કારણે તમામ મુસાફરોને બસમાંથી ઉતારી બાજુ પર ઊભા રાખવામાં આવ્યા હતા, જ્યાં તેઓ કાળઝાળ તડકામાં શેકાતા રહ્યા હતાં. ટોલ ચૂકવણી ન થાય ત્યાં સુધી બસ આગળ ન ધપે એવી સ્થિતિ ઊભી થઈ હતી, જો કે અંતે ચૂકવણી થતા બસ રવાના થઈ હતી.

રોજ એક બસ અટકે છે, ફાસ્ટટેગ ઝાંખું થવું પણ એક કારણ

એસટી વિભાગના આધારભૂત સૂત્રો અનુસાર, વાસદ અને એક્સપ્રેસ વે ટોલ નાકા પર રોજ ઓછામાં ઓછી એક બસ અટવાય છે. ગુજરાતભરના ટોલ નાકા પર ફાસ્ટટેગ સ્કેન થઈ જાય છે, પરંતુ ખાસ આ બે ટોલ નાકા પર સ્કેનિંગ નિષ્ફળ જઈ રહ્યું હોવાથી સમસ્યા ઉભી થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. આવી ઘટના ઉદ્ભવે ત્યારે ઓનલાઈન ચૂકવણી કરી બસ રવાના કરાવવામાં આવે છે. કરાર અનુસાર દરરોજ રાત્રે ૧૨ વાગ્યે રાજ્યની તમામબસોના ફાસ્ટટેગ ખાતામાં ૧૦ હજાર રૂપિયાનું બેલેન્સ ઉમેરી દેવામાં આવે છે. ઉપરાંત, બસના કાચપર ફાસ્ટટેગ સ્ટિકર ઝાંખું પડી જવાના કારણે પણ સ્કેનિંગ ફેઇલ થઈ જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments