HomeWorldWorld : અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, એમેઝોનનું કાર્ગો પ્લેન રન...

World : અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, એમેઝોનનું કાર્ગો પ્લેન રન વે પરથી ઉતરતા 5 લોકોના મોત, 3 ની હાલત ગંભીર

મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એમેઝોન કાર્ગો પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું અને વાહનો સાથે અથડાતા ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા છે. આ માહિતી અધિકારીઓએ આપી છે.

આ વિમાન પ્યુઅર્ટો રિકોથી સાન જુઆન આવ્યું હતું અને બપોરે 2 વાગ્યાની આસપાસ વિમાન રન વે પરથી ઉતરી ગયું હતું અને એરપોર્ટની આસપાસના વેરહાઉસના કર્મચારી અને એરપોર્ટની આસપાસના અન્ય વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા રસ્તા પર ઘૂસી ગયું હતું. મિયામી-ડેડ કાઉન્ટીના અધિકારીઓએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને બે અન્યને સામાન્ય ઇજા થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી કે પાયલોટ બચી શક્યો છે કે નહીં અથવા વિમાનની ટક્કર સમયે માર્યા ગયેલા તમામ લોકો વિમાનમાં હતા કે નહીં.

મિયામી- ડેડ રેસ્કયૂ ફાયર ચીફ રે જદાલ્લાહે જણાવ્યું કે આ દુર્ઘટનાને કારણે આકાશમાં કાળો ધુમાડો છવાઇ ગયો હતો અને પાયલોટ અને કો-પાયલોટ કોકપિટમાં તથા કેટલાક લોકો કારમાં ફસાઇ ગયા હતા. એજન્સીએ જણાવ્યું કે બચાવ દળને એક એવા વ્યક્તિને પણ બહાર કાઢવો પડ્યો જે એક ગાડીની નીચે ફસાયેલો હતો.

આ દુર્ઘટનાને કારણે બપોરના સમયે આ વ્યસ્ત ટ્રાવેલ હબ પર ઊડાન રોકી દેવામાં આવી હતી. વિભાગે જણાવ્યું કે આશરે 200 ઇમરજન્સી કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે જાણવા મળ્યું કે વિમાનના એન્જિનના કંપાર્ટમેન્ટમાં લાગેલી આગને કારણે ધુમાડો નીકળતો હતો. ફાયર બ્રિગેડે આગ ઓલવવા માટે એરપોર્ટની ખાસ ફાયરફાઇટિંગ યૂનિટ્સમાંથી ફોમનો ઉપયોગ કર્યો હતો અને કલાકો બાદ પણ બચાવ દળ વિમાનમાંથી થઇ રહેલા ફ્યૂલ લીકેજને રોકવાનો પ્રયાસ કરતા હતા.

જોકે, દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી અને એવું પણ સ્પષ્ટ નથી કે તેમાં હવામાનની કોઇ ભૂમિકા હતી કે નહીં. નેશનલ વેધર સર્વિસ અનુસાર, તે સમયે વિસ્તારમાં વાવાઝોડુ અને 48 કિમી પ્રતિ કલાકની ઝડપથી ભારે પવન ફૂંકાઇ રહ્યો હતો.

આ ફ્લાઇટનું સંચાલન નોર્થ કેરોલિના સ્થિત કાર્ગો કેરિયર ’21 એર’ કરતું હતું. ફ્લાઇટ-ટ્રેકિંગ સાઇટ ‘ફ્લાઇટ રડાર 24’ અનુસાર, 32 વર્ષ જૂનું બોઇંગ 767 મૂળ રીતે મુસાફરોને લઇ જવા માટે બનાવવામાં આવ્યું હતું અને 2015માં કાર્ગો પ્લેનમાં બદલવામાં આવ્યા પહેલા બે દાયકા કરતા વધુ સમય સુધી કેટલીક એરલાઇન્સ માટે ઉડાન ભરી ચુક્યુ હતું.

ફ્લાઇટમાં વિલંબ પર નજર રાખતી વેબસાઇટ ‘ફ્લાઇટ અવેર’ અનુસાર, રવિવાર મોડી સાંજ સુધી 160થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને લગભગ 325 ફ્લાઇટમાં વિલંબ થયો હતો. મિયામીથી 200 માઇલ (320km)થી વધુ ઉત્તરમાં સ્થિત ઓરલેન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓ જણાવ્યું હતું કે કેટલીક ફ્લાઇટ્સને ત્યા ડાયવર્ટ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments