HomeWorldWorld : ઇરાને સમાધાન ન કર્યુ તો અમે યુદ્ધ માટે તૈયાર: અમેરિકાની...

World : ઇરાને સમાધાન ન કર્યુ તો અમે યુદ્ધ માટે તૈયાર: અમેરિકાની ધમકી

અમરિકાએ ઇરાનને ચેતવણી આપી છે કે જો તેણે સમાધાન ન કર્યુ તો અમે યુદ્ધ માટે તૈયાર છીએ. હવે નિર્ણય ઇરાને કરવાનો છે. તે પોતાના દેશ માટે એક સમૃદ્ધ અને મનોહર ભવિષ્ય પસંદ કરી શકે છે. ડીલ ન કરે તો તે પોતાના જ દેશવાસીઓ માટે વિનાશનો રસ્તો પસંદ કરશે. આ નિર્ણય ઇરાને કરવાનો છે, એમ અમેરિકાના વિદેશ પ્રધાન પીટ હેગસેથે જણાવ્યું હતું. 

અમેરિકાએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે હવેના હુમલા અગાઉ કરતાં પણ વધુ ભયાનક હશે તેમા ઇન્ફ્રાસ્ટ્રકચર, વીજળી અને ઉર્જા કેન્દ્રો પર બોમ્બમારો કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ઇરાને વહેલામાં વહેલી તકે નિર્ણય લેવો પડશે. ઇરાને જો કોઈ નિર્ણય ન લીધો તો કે યોગ્ય નિર્ણય ન લીધો તો અમેરિકા ફરીથી યુદ્ધ શરુ કરી દેશે. સમાધાન ન થયું તો અમેરિકન લશ્કર તો યુદ્ધ લડવા સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે ઇરાન કહે છે કે તે હોર્મુઝની ખાડીને કંટ્રોલ કરે છે અને ત્યાંથી પસાર થતા વ્યાપારી જહાજોને ધમકી આપે છે. આ કોઈ કંટ્રોલ નથી, પરંતુ દરિયાઈ ચાંચિયા જેવી લૂંટ છે. અમેરિકા ઇરાન યુદ્ધવિરામ ૨૧મી એપ્રિલના રોજ ખતમ થઈ રહ્યો છે. અમેરિકા પહેલાં કરતાં વધુ તાકાતથી ત્રાટકવા તેના પર તૈયાર છે.

આ દરમિયાન અમેરિકન નૌકાદળે તેની ઘેરાબંધીનો વ્યાપ વધાર્યો છે. તેણે તેમા હવે તે જહાજોને પણ સામેલ કરી લીધા છે જેને ગેરકાયદેસર રીતે માલ લઈ જતા માનવામાં આવી રહ્યા છે. નૌકાદળે ચેતવણી આપી છે કે ઇરાન તરફ આગળ વધતા શંકાસ્પદ જહાજોની ચકાસણી કરવામાં આવી શકે છે. આ જહાજ હોર્મુઝની ખાડીમાં ગમે ત્યાં હોય તેની ચકાસણી કરી શકાય છે, તેના પર હુમલા કરી શકાય છે અને તેની તપાસ કરીને તેને જપ્ત પણ કરી શકાય છે. અમેરિકન નૌકાદળના ૧૦ હજારથીવ ધુ જહાજો ઘેરાબંધી કરી રહ્યા છે.

ઇરાનના ભૂમિદળના ડેપ્યુટી વડાએ જણાવ્યું હતું કે ઇરાને ગયા વર્ષથી લશ્કરી સરંજામના ઉત્પાદનમાં વધારો કર્યો છે. અમેરિકા-ઇઝરાયેલે હુમલા કર્યા પછી એટેકર ડ્રોનના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરાયો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં કોઈપણ ઘટના થાય તો તેની તૈયારી પહેલેથી જ હોય. ઇરાન આમ ગયા વર્ષે અમેરિકાના ભરોસે રહી ગયુ અને તેણે તેના પરમાણુ મથકો પર બોમ્બાર્ડિંગ કર્યુ તેમાં સપડાવવા માંગતુ નથી. તેથી તેઓ અમેરિકાની દરેક બાબતને સાશંકિત નજરે જ જુએ છે. એટેક ડ્રોન બનાવવાની ઇરાનની ક્ષમતામાં ૧૦ ગણી ઝડપ લાવવામાં આવી છે.ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ ઇરાનના વિદેશપ્રધાન સાથેની વાતચીતમાં હોર્મુઝની ખાડીને ખોલવા માટે જણાવ્યું હતું.ઇરાનના રાજદૂતાવાસે તેમને અમેરિકા સાથેની વાતચીતથી માહિતગાર કર્યા હતા. 

પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ ખાતે ઇરાન અને અમેરિકા વચ્ચે શાંતિમંત્રણા યોજાઈ હતી, પરંતુ તે કોઈપણ પ્રકારના નિર્ધારિત પરિણામ વગર પૂરી થઈ. આના પગલે આગળના ઘટનાક્રમ પર આખા વિશ્વની નજર છે. આ સિવાય પાકિસ્તાનમાં  ફરીથી બેઠક યોજવાની તૈયારી પણ ચાલી રહી છે. પાકિસ્તોને પણ જણાવ્યું છે કે ઇરાન-અમેરિકા મંત્રણાની કોઈ તારીખ હજી સુધી નક્કી થઈ નથી.

ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ

ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તેની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે મારી હમણા જ લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન અને ઇઝરાયેલના નેતન્યાહુ સાથે વાત થઈ. બંને નેતાઓએ સંમતિ વ્યક્ત કરી છે કે તેઓ શાંતિ સ્થાપવા ૧૦ દિવસના યુદ્ધવિરામથી ઔપચારિક છૂટથી શરૂઆત કરશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે હું ઇઝરાયેલ અને લેબનોનના બંનેને વ્હાઇટ હાઉસમમાં આમંત્રિત કરીશ. ૧૯૮૩ પછી પહેલી જ વખત લેબનોન અને ઇઝરાયેલ વચ્ચે સીધી વાતચીત થશે.હું માનું છું કે આ સમજૂતી ટૂંક સમયમમાં અમલમાં આવશે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments