HomeWorldWorld : પેરુમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ; દક્ષિણ વિસ્તારમાં જોરદાર આંચકા અનુભવાયા

World : પેરુમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ; દક્ષિણ વિસ્તારમાં જોરદાર આંચકા અનુભવાયા

પેરુના દક્ષિણ એન્ડીઝ પર્વતીય ક્ષેત્રમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. USGS ના અહેવાલ અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ બપોરે 1:00 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ આયાકુચો પ્રદેશના પેરિનાકોચાસ પ્રાંતના ઉપાહુઆચો શહેરથી 38 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં 66.7 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. જોકે, જાનહાનિ કે નુકસાનના તાત્કાલિક કોઈ અહેવાલ નથી. 

પેરૂના દક્ષિણિ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઈકા અને અરેક્કિપા ક્ષેત્ર સાથે સાથે પેરૂના અનેક દક્ષિણિ વિસ્તારોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. જો કે, સત્તાવાર રીતે કોઈ જાનહાનીના સમાચાર પ્રકાશણાં આવ્યાં નથી. ભૂકંપનું કેન્દ્ર ખૂબ જ નીચે હોવાના કારણે વધારે કોઈ નુકસાન થયું નથી. જો કે, સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બેથી ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો મળ્યાં છે. આ સાથે કેટલાક ઘરો, સ્કૂલો અને હોસ્પિટલમાં નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. 

દરિયાકાંઠે આવેલા પેરુમાં વારંવાર ભૂકંપ આવતા રહે છે

પેરૂ દેશ દરિયા કિનારે આવેલો છે, જેથી ભૂંકપના કારણે ભારે તબાહી સર્જાય તેવી શક્યતાઓ રહેતી હોય છે. પરંતુ અત્યારે આવેલા 6.7ની તીવ્રતાના ભૂંકપના કારણે સરકાર દ્વારા કોઈ સુનામીના જાહેરાત કરવામાં આવી નથી. તેનો અર્થ એ છે કે, વધારે ચિંતાની વાત નથી. પેરુમાં વારંવાર ભૂકંપ આવે છે. તાજેતરની ઘટના પેરુના “રિંગ ઓફ ફાયર” ક્ષેત્રમાં સામાન્ય ભૂકંપીય પ્રવૃત્તિનો પણ એક ભાગ છે.

2007માં આવ્યો હતો 7.9 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

તમને જણાવી દઈએ કે, રીંગ ઓફ ફાયર એ ઘોડાની નાળના આકારનો ભૂસ્તરશાસ્ત્રીય પ્રદેશ છે, જે આશરે 40,000 કિલોમીટર લાંબો છે, જે પેસિફિક મહાસાગરને ઘેરી લે છે. તે તીવ્ર જ્વાળામુખીની પ્રવૃત્તિ અને વારંવાર ભૂકંપ દ્વારા વર્ગીકૃત થયેલ છે. પેરૂમાં ભૂતકાળમાં આવેલા ભૂકંપના કારણે મોટી તારાજી સર્જાયેલી છે. ખાસ કરીને 2007માં આવેલા 7.9 તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે આશરે 600 થી પણ વધારે લોકોના મોત થયાં હતાં. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments