બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન હંમેશા પોતાની સ્ટાઈલથી સૌનું ધ્યાન ખેંચે છે. ઐશ્વર્યા બચ્ચનને પુત્રી આરાધ્યાના સોશિયલ મીડિયા એકાઉન્ટને લઈને કરી સ્પષ્ટતા. ફેન્સને કરી અપીલ.
બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન હંમેશા પોતાની સ્ટાઈલથી સૌનું ધ્યાન ખેંચે છે. બ્યુટી ક્વીન ઐશ્વર્યા ફિલ્મો ઓછી કરતી હોવા છતાં હંમેશા લાઈમલાઈટમાં હોય છે. તાજેતરમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાએ હાજરી આપી હતી. દરમિયાન અભિનેત્રીએ પોતાની કારર્કિદી, કેટલાક મુદ્દાઓ અને સોશિયલ મીડિયાને લઈને વાતો કરી હતી. ઐશ્વર્યાએ આ વાતચીતમાં પોતાની પુત્રી આરાધ્યાને લઈને એક ખુલાસો કર્યો હતો. ઐશ્વર્યાએ કહ્યું કે સોશિયલ મીડિયામાં આરાધ્યની પોસ્ટને ફેન્સ લાઈક ના કરે. કારણ કે આ તેનું એકાઉન્ટ નથી. આરાધ્યાના નામે કોઈ અન્ય એકાઉન્ટ સંચાલિત કરી રહ્યું છે.

રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ 2025 ના ઉદ્ઘાટન સમારોહમાં ઐશ્વર્યા બચ્ચને હાજરી આપી હતી. ઐશ્વર્યાના આ સમારોહના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તેના ફેન્સે બ્યુટી કવીનની સુંદરતાની ભરપૂર પ્રસંશા કરતા કમેન્ટ બોક્સ છલકાવી દીધું હતું. આ સમારોહમાં ઐશ્વર્યાએ તેના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે ઘણી વાતો શેર કરી. ખાસ કરીને તેની પુત્રી આરાધ્યાના નામે સોશિયલ મીડિયામાં જે એકાઉન્ટ છે તેના વિશે અભિનેત્રીએ સ્પષ્ટતા કરી. વધુમાં અભિનેત્રીએ કહ્યું કે આરાધ્યા સોશિયલ મીડિયામાં નથી. આરાધ્યાના નામે જે એકાઉન્ટ છે તે તેનું નથી. આ કોઈ ફેન્સનો પ્રેમ હશે પરંતુ આવા નકલી એકાઉન્ટ બનાવી લાગણી વ્યક્ત કરવી યોગ્ય નથી. ઐશ્વર્યાએ લોકોને આવા નકલી એકાઉન્ટથી દૂર રહેવાની પણ વિનંતી કરી.
હું સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતી નથી. હું તેનો ઉપયોગ ફક્ત કામ માટે કરું છું.” અભિનેત્રીએ ઉમેર્યું, “સોશિયલ મીડિયાની સુંદરતા એ છે કે તે આજે જીવનનો એક ભાગ બની ગયું છે. તેનો ઉપયોગ એક પ્લેટફોર્મ તરીકે થાય છે જ્યાં તમે કનેક્ટ થઈ શકો છો, તમારું કામ શેર કરી શકો છો. ઐશ્વર્યાએ એ પણ ખુલાસો કર્યો કે તે હવે ઓછી ફિલ્મો કેમ કરી રહી છે. હાલનો સમય તેના પુત્રી માટે વધુ મહત્વનો છે, આ તબક્કો તેના જીવનમાં ખાસ છે. એટલે શકય તેટલો વધુ સમય પુત્રી આરાધ્યા સાથે રહેવા માગે છે. એટલે જ તે ઓછી ફિલ્મો કરે છે. જણાવી દઈએ કે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના લગ્ન 2007 માં થયા હતા, અને તેમની પુત્રી આરાધ્યાનો જન્મ 2011 માં થયો હતો.


