E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSabarkantha : સમાજના ઝઘડામાં નિર્દોષ વિદ્યાર્થી ભોગ બન્યા, ધોરણ 12ના વિદ્યાર્થીને માર...

Sabarkantha : સમાજના ઝઘડામાં નિર્દોષ વિદ્યાર્થી ભોગ બન્યા, ધોરણ 12ના વિદ્યાર્થીને માર મરાયો હોવાના આક્ષેપ

છેલ્લા ચાર દિવસથી વડાલીમાં આ પ્રેમલગ્નના મામલે સમાજમાં ભારે વિવાદ અને અસંતોષ ફેલાયેલો છે, ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠાના વડાલીમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા પ્રેમલગ્નના મામલે ઉભો થયેલો જ્ઞાતિગત વિવાદ હવે શેઠ સી.જે હાઈસ્કૂલના પરિસરમાં પહોંચતા મામલો ગંભીર બન્યો છે. જુદા જુદા સમાજના બે જૂથના લોકો સામસામે આવી જતા ભારે તંગદિલી સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જે પ્રેમલગ્નને લઈને વિવાદ ચાલી રહ્યો છે, તેની અસર હવે સ્કૂલના વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે. આજે શેઠ સી.જે હાઈસ્કૂલમાં આ મામલે જુદા જુદા સમાજના વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. એક જૂથના લોકોએ ધોરણ 12ના એક વિદ્યાર્થીને માર માર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને પગલે મામલો વધુ બિચક્યો હતો.

વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા જ બન્ને સમાજના વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલ પરિસરમાં દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ભેગા થતા અને તંગદિલીભર્યો માહોલ જોતા તાત્કાલિક વડાલી પોલીસ સ્ટેશનનો કાફલો સ્કૂલ પરિસરમાં પહોંચ્યો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વિવાદ એટલો વધી ગયો કે મહિલાઓ અને પુરુષો સહિત અનેક લોકોએ એક જૂથના વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપ સાથે વડાલી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી વડાલીમાં આ પ્રેમલગ્નના મામલે સમાજમાં ભારે વિવાદ અને અસંતોષ ફેલાયેલો છે, ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments