E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : 'ભારત કુલ' કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન, 2025નું વર્ષ ભારતના...

Ahmedabad : ‘ભારત કુલ’ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન, 2025નું વર્ષ ભારતના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ છે

ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘ભારત કુલ’નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેનદ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને BAPSના બ્રહ્મ વિહારી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘ભારત કુલ’નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેનદ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને BAPSના બ્રહ્મ વિહારી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત મીડિયા ક્લબ દ્વારા ‘ભારત કુલ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ 12, 13 અને 14 એમ ત્રણ દિવસ ચાલશે. ભાવ, રંગ અને તાલના ફેસ્ટિવલ એટલે ‘ભારત કુલ’કાર્યક્રમ.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમના પ્રથમ દિસવે સંબોધન કરતા કહ્યું કે 2025નું વર્ષ ભારતના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ છે. આપણે સાથે મળીને વિકસિત ભારત બનાવીશું. વધુમાં તેમણે કહ્યું કે આપણે જીવનમાં હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ. જેટલા વધુ પ્રશ્નો પૂછો તેટલો જવાબ સાચો મળે. મીડિયા જે નેગેટિવ લે છે તેને અમે પોઝિટિવ લઇએ છીએ.

ગુજરાતના યુનિવર્સિટીના ત્રિદિવસીય ભારત કુલ કાર્યક્રમમાં ભાવ, રાવ, તાલનો સમન્વય જોવા મળશે. ગુજરાત ટૂરિઝમ, મીડિયા ક્લબ, યુનિવર્સિટીના ઉપક્રમે આ આયોજન કરાયું છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મીડિયા-રાજકારણ જય-વીરુની દોસ્તી જેવું છે. વડનગરમાં સૌથી મોટો મ્યુઝિક સ્ટુડિયો તૈયાર થઈ રહ્યો છે. જેના થકી સંગીતપ્રેમીઓને મોટું પ્લેટફોર્મ મળશે. આ પ્રસંગે તો BAPS સ્વામીનારાયણ સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે જયાં સુધી સત્ય સુધી ના પહોંચીએ ત્યાં સુધી સવાલ કરવા જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments