E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratJamnagar : જામનગરમાં સંત કબીર આવાસના એક ફ્લેટમાં બે વર્ષનો બાળક ફસાતાં...

Jamnagar : જામનગરમાં સંત કબીર આવાસના એક ફ્લેટમાં બે વર્ષનો બાળક ફસાતાં દોડધામ: પાડોશીઓએ લોક તોડીને દરવાજો ખોલી નાંખ્યો

જામનગર શહેરના સંત કબીર આવાસમાં એક ફલેટમાં બે વર્ષનો બાળક ફસાય જતાં દોડધામ મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ એકઠા થયેલા લોકોએ દરવાજો તોડીને બાળકને બહાર કાઢ્યો હતો.

શહેરના એમ.પી.શાહ ઉધોગનગર નજીકના સંત કબીર આવાસમાં એક પરિવારનો બે વર્ષ બાળક ફ્લેટમાં રૂમમાં હોય અને અંદરથી દરવાજો લોક થઈ ગયો હતો. પરિવારથી દરવાજો ન ખુલતા અને બાળકની ચીસોથી લઈને પરિવારજનો હાંફડા-ફાફડા બની ગયા હતા, અને બુમો પાડવા લાગ્યા હતા.

દરમિયાન આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તેમજ આ બનાવ અંગેની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરના જવાનોની ટિમ ત્યાં પહોંચી હતી. આ દરમિયાન એકઠા થયેલા લોકોએ દરવાજાનો લોક તોડી નાંખ્યો હતો, અને દરવાજો ખોલી નાંખ્યો હતો, અને બે વર્ષના બાળકને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યો હતો. જેથી પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવથી થોડીવાર માટે ભારે દોડધામ મચી ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments