ઢાકામાં ભારતીય દૂતાવાસની સુરક્ષાને લઇને વધતી ચિંતાઓ વચ્ચે ભારત સરકારે બુધવારે દિલ્હીમાં બાંગ્લાદેશના હાઇ કમિશ્નરને જણકારી આપી છે.ઢાકામાં ભારતીય દૂતાવાસની સુરક્ષાને લઇને વધતી ચિંતાઓ વચ્ચે ભારત સરકારે બુધવારે દિલ્હીમાં બાંગ્લાદેશના હાઇ કમિશ્નરને જણકારી આપી છે. આ પગલુ બાંગ્લાદેશની રાજધાની ઢાંકામાં ભારતીય મિશનને બહાર છેલ્લાં કેટલાંક દિવસોથી જતાવવામાં આવતા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને ઉઠાવવમાં આવે છે.
વિદેશ મંત્રાલયે ભારત ખાતે બાંગ્લાદેશના ઉચ્ચાયુક્ત એમ. રિયાઝ હમીદુલ્લાહને તાત્કાલિક જાણ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ઢાકામાં આવેલા ભારતીય મિશનની સુરક્ષા વ્યવસ્થા અને તાજેતરના ઘટનાઓને લઈને ભારતની ચિંતાઓથી અવગત કરાવવામાં આવ્યા.સૂત્રોના જણાવ્યા મુજબ, ઢાકામાં ભારતીય મિશનની બહાર છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેના કારણે દૂતાવાસની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતે ઔપચારિક રીતે બાંગ્લાદેશ સરકાર પાસેથી સ્થિતિ અંગે સ્પષ્ટતા માગી છે.

આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે બાંગ્લાદેશની નેશનલ સિટિઝન્સ પાર્ટી (NCP)ના નેતા હસનત અબ્દુલ્લાહના ભારત વિરોધી નિવેદનો સામે આવ્યા છે. તેમણે એક જાહેર ભાષણમાં ભારતના ઉત્તર-પૂર્વી રાજ્યો (‘સેવન સિસ્ટર્સ’)ને અલગ-થલગ કરવાની અને અલગાવવાદી તત્વોને આશ્રય આપવાની ધમકીઓ આપી હતી. હસનત અબ્દુલ્લાહ તેમની કટ્ટર ભારત વિરોધી વિચારધારા માટે ઓળખાય છે.


