E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : ભવ્ય કાફલો: લોક કુતૂહલ સર્જાયું

Vadodara : ભવ્ય કાફલો: લોક કુતૂહલ સર્જાયું

ડભોઈ: સામાન્ય રીતે જે નજારો કચ્છ-ભુજના સફેદ રણમાં જોવા મળતો હોય છે, તેવો જ અદભૂત નજારો વડોદરા જિલ્લાના ડભોઈ પાસે આવેલી તરસાણા ચોકડી પર જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઊંટોના કાફલાને પસાર થતો જોઈ સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને કુતૂહલ સર્જાયું હતું. ધોરીમાર્ગ પર ઉભેલા લોકો આ દ્રશ્ય નિહાળવા માટે ટોળે વળ્યા હતા.ઘાસચારા અને પાણીની શોધમાં કચ્છી માલધારીઓનું સ્થળાંતર ​આ કાફલા અંગે વધુ વિગત મેળવવા માટે જ્યારે કાફલા સાથે ચાલી રહેલા માલધારી ભારાભાઈ મગુભાઈ રબારી (રહે. ગામ જાણવા, તાલુકો લખપત, જી. કચ્છ) સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે આ લાંબી મુસાફરી પાછળનું કારણ જણાવ્યું હતું.


​તેમણે કહ્યું કે કચ્છ-ભુજ વિસ્તારમાં હાલના સમયે પાણી અને ઘાસચારાની અછત વર્તાય છે. અમારા પશુધનને જીવાડવા માટે અમે દર વર્ષે આ રીતે વડોદરા જિલ્લા તરફ આવીએ છીએ. ડભોઈ પંથકમાં અત્યારે ડાંગરની કાપણી (કટિંગ) પૂરજોશમાં ચાલી રહી છે, જે અમારા પશુઓ માટે ઉત્તમ ખોરાક પૂરો પાડે છેમુશ્કેલ જીવનશૈલી: રોજનું 15 કિલોમીટરનું ભ્રમણ આ માલધારી પરિવારો અને તેમનું પશુધન અત્યંત સંઘર્ષમય જીવન જીવે છે.


​દૈનિક મુસાફરી: પશુઓ અને ઊંટ સાથે તેઓ રોજનું 10 થી 15 કિલોમીટર અંતર પગપાળા કાપે છે ખોરાકની વ્યવસ્થા: રસ્તામાં જ્યાં પણ ખેતરો દેખાય ત્યાં પશુઓને ચરવા માટે છોડી દેવામાં આવે છે. ડાંગરના અવશેષો ઊંટ માટે પૂરતો ખોરાક બની રહે છે.કામચલાઉ નિવાસ: આ લોકો 4 થી 6 મહિના સુધી વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં ફરે છે. શિયાળો અને ઉનાળો આ રીતે જ વિતાવે છે.


​ખુલ્લું આકાશ અને ખેતર: ચાલતા-ચાલતા જ્યાં રાત પડે, ત્યાં જ ખેતરમાં પશુઓ સાથે મુકામ કરે છે અને સવાર પડતા જ ફરી નવા ગામની શોધમાં નીકળી પડે છે.સ્થાનિકોમાં આકર્ષણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં ઊંટો જોવા મળતા નથી, તેથી તરસાણા ચોકડી પાસે લોકો પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કરતા જોવા મળ્યા હતા. રણના વહાણ ગણાતા ઊંટોને ડભોઈની ધરતી પર જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

Reporter : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments