E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeArticleArticle : ધ્યાન, ચક્રો અને ભાવનાઓ

Article : ધ્યાન, ચક્રો અને ભાવનાઓ

કેટલાં લોકો તમે જોયા છે જેનામાં બિલ્કુલ ઉત્સાહ જ નથી હોતો?
ઉદાહરણ તરીકે, કુદરતી સૌંદર્યનાં દૃશ્યો જોયે ત્યારે આપણી અંદર આશ્ચર્ય અને આનંદ જાગે છે. પરંતુ મોટાભાગનાં લોકો એ સૌંદર્યનો આનંદ જ લેતા નથી  તેઓ ફકત પસાર થઈ જાય છે! ફક્ત ડ્રાઈવ કરે છે, ખાય છે, સૂઈ જાય છે આ બધું સૌંદર્ય આસપાસ હોવા છતાં. તેમને કંઈ નવું લાગતું નથી.
જ્યારે પ્રાણશક્તિ (life force) સુપ્ત થઈ જાય છે, ત્યારે જિંદગીમાં ઉત્સાહ ઘટી જાય છે.

ચક્રો, એટલે ઊર્જાના કેન્દ્રો, આપણાં અલગ અલગ ભાવનાઓ સાથે જોડાયેલા છે:

પ્રથમ ચક્ર-મૂળાધાર

આ પ્રથમ ઊર્જાકેન્દ્ર છે — અહીં ઉત્સાહ અને જડતા (inertia) બંને વસે છે.
નિયમિત ધ્યાનથી નિષ્ક્રિયતા અને આળસને ગતિશીલતા તથા ઉત્સાહમાં પરિવર્તિત કરી શકાય છે.

બીજું ચક્ર – સ્વાધિષ્ઠાન

આ ચક્ર સક્રિય હોય ત્યારે સર્જનાત્મકતા (creativity) અત્યંત વધે છે.

ત્રીજું ચક્ર – મણિપુર

અહીંથી ભાવનાઓ ચાર રૂપે વ્યક્ત થાય છે: ઉદારતા, લાલચ, ઈર્ષ્યા અને આનંદ.
આનંદ હંમેશા પેટમાં અનુભવાય છે એટલા માટે લાફિંગ બુદ્ધા અને ગણપતિને મોટું પેટ ધરાવતા રૂપમાં દર્શાવવામાં આવે છે. જ્યારે ઈર્ષ્યા થાય છે, ત્યારે પણ પેટના ખાલખૂણે એક વિશેષ સંવેદના અનુભવાય છે.

ચોથું ચક્ર – અનાહત

આ ઊર્જા ત્રણ ભાવના સ્વરૂપે પ્રગટ થાય છે: પ્રેમ, દ્વેષ અને ભય.
કોઈપણ ક્ષણે આમાંથી એકનું પ્રભાવ વધુ હોય છે. જો ભય છે તો પ્રેમ કે દ્વેષ નથી.જો પ્રેમ છે તો દ્વેષ કે ભય નથી.

પાંચમું ચક્ર – વિશુદ્ધિ

આ સ્થળ કૃતજ્ઞતા (gratitude) અથવા શોક (grief) સાથે સંબંધિત છે.

છઠું ચક્ર- આજ્ઞા

આ ઊર્જા બે રીતે વ્યક્ત થાય છે:
ક્રોધ અને ચેતનતા (alertness).

સાતમું ચક્ર- સહસ્રાર – સૌથી ઉચ્ચ ચક્ર

આ શુદ્ધ આનંદનો, પરમાનંદનો કેન્દ્ર છે.
જ્યારે ઊર્જા અહીં પહોંચે છે, ત્યારે પરિપૂર્ણતા અને પરમઆનંદ અનુભવાય છે.

ધ્યાન દ્વારા જ્યારે આપણે બધા ચક્રોમાં ઊર્જાને અનુભવીએ છીએ, ત્યારે તેમના સાથે જોડાયેલા નકારાત્મક ભાવો પરિવર્તિત થઈને સકારાત્મક બની જાય છે.

ધ્યાનની પરિવર્તનકારક શક્તિ

ધ્યાન તર્કશક્તિને તીક્ષ્ણ બનાવે છે અને હૃદયને નરમ બનાવે છે. તે મન ની છાપો (impressions) દૂર કરે છે અને તમારી અભિવ્યક્તિ સુધારે છે.

ધ્યાન તમારા ભાવોને પોષણ આપે છે અને મજબૂત પણ બનાવે છે.
તમારી ભાવનાઓ અત્યંત શક્તિશાળી પણ હોઈ શકે છે અને ખૂબ નાજુક પણ.
ધ્યાન સંવેદનશીલતા (sensitivity) અને સમજદારી (sensibility) વચ્ચેનું યોગ્ય સંતુલન લાવે છે.

તે તમારી અંદરની અંતર્દષ્ટિ (intuition) વધારે છે અને અજ્ઞાતની દુનિયાનું દ્વાર ખોલે છે.ધ્યાનએ આત્માનો આહાર છે.

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments