E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeArticleArticle : મનનો મેલ દૂર કરવો એજ શ્રેષ્ઠ સ્નાન!

Article : મનનો મેલ દૂર કરવો એજ શ્રેષ્ઠ સ્નાન!

અત્યારના સમયમાં સહુ કોઈ શારીરિક સૌંદર્ય જાળવવાનો ખૂબજ પ્રયત્ન કરતા હોય છે.
સ્નાન માટે ભરપૂર પાણી,સુગંધિત સાબુ, શોવર કે મોટું ટબ બાથ ની સુખ સુવિધાઓ, સગવડો ઘરમાં અવશ્ય કરતા હોય છે.એ આવશ્યક પણ છે.પણ
જેવી રીતે શરીરપર ચોંટેલો મેલ કાઢવાની આપણે ખૂબ કાળજી લઈએ છીએ એવીજ રીતે આપના સ્વભાવ દોષ, અહં થી ભરેલો મનનો મેલ ધોઈ નાખવો ખૂબજ જરૂરી હોય છે.


આપણા ષડરિપુ સતત કાર્યરત હોય છે.વ્યક્તિને દ્વેષ,ઈર્ષા કરવી,લોભ મોહ માયામાં ફસાઈને અનેકવાર અયોગ્ય કૃતિ કરવી એનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે.કળિયુગના આ તામસિક વાતાવરણના પ્રભાવ હેઠળ બધા જીવતા હોય છે.
તે માટે પોતાના દોષો અંતર્મુખ થઈને જોવાની તેમાં સુધાર કરવાની આદત કરાવી લેવી. પોતાના અહંકાર થકી પોતનુજ કુટુંબ8કે,વ્યવસાયિક કે સામાજિક સ્તરે પુષ્કળ નુકસાન થાય તે સમજી લઈને તે દૂર કરવા માટે સતત પ્રયત્ન કરવા. એવા પ્રયત્નો કરવાથી આપમેળે ઉત્સાહ, તત્પરતા,નમ્રતા, પ્રમાણિકપણું જેવા સદગુણો વિકાસ પામે છે.પછી આપણું મન શુદ્ધ થાય છે.મનપર કોઈ તાણ આવતી નથી.નકારાત્મક વિચારો દૂર થઈ ને મન સકારાત્મક દિશામાં વિચાર કરે છે.સહુ સાથે સૌહાર્દથી, પ્રેમથી સંવાદ રહે છે.ઈશ્વર પરની શ્રદ્ધા દૃઢ થાય છે.અને ઈશ્વરની કૃપાથી જીવન જીવવાનો ખરો આનંદ મળે છે.
આ નાના નાના પ્રયત્નો કરીને એટલે સાચુ અને શ્રેષ્ઠ સ્નાન કરીને જીવનને આનંદી બનાવી શકાય છે.

શીલા દાતાર
અમદાવાદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments