E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : ડભોઈ કરજણ માર્ગ પર ભયાનક અકસ્માત: પૂરઝડપે આવતી ટ્રકે બાઈકને...

Vadodara : ડભોઈ કરજણ માર્ગ પર ભયાનક અકસ્માત: પૂરઝડપે આવતી ટ્રકે બાઈકને અડફેટે લેતા ૧૯ વર્ષીય યુવાનનું કમકમાટીભર્યું મોત

ડભોઈ તાલુકાના મંડાળા ગામ પાસે પર ગતરાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડભોઇ તાલુકાના મંડાળા ગામની સીમ પાસે પૂરઝડપે આવી રહેલી એક ટ્રકે પલ્સર બાઈક સવાર યુવાનને જોરદાર ટક્કર મારતા યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. મૃતક યુવાન ભરૂચનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.


​બનાવની વિગતવાર માહિતી મુજબ, ભરૂચના પોલીસ હેડ ક્વાર્ટર પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા ૧૯ વર્ષીય અજયભાઈ મહેશભાઈ મકવાણા ગતરાત્રિએ પોતાની પલ્સર બાઈક લઈને ડભોઈ-કરજણ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મંડાળા ગામની સીમમાં સામેથી પૂરઝડપે આવતી એક ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લીધી હતી.અકસ્માત એટલો ભીષણ હતો કે અજયભાઈને માથાના તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં પડેલા યુવાને ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.પરિવારમાં શોકની લાગણી
​માત્ર ૧૯ વર્ષની નાની ઉંમરે આશાસ્પદ પુત્રનું અકસ્માતમાં મોત થતા મકવાણા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતા જ પરિવારજનો ડભોઈ દોડી આવ્યા હતા. મૃતક યુવાનના પિતા, મહેશભાઈ મકવાણાની ફરિયાદના આધારે ડભોઈ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
​પોલીસ કાર્યવાહી ડભોઈ પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપવામાં આવ્યો હતો.
​અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
​પોલીસે અકસ્માત સ્થળનું પંચનામું કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments