ઓલપાડ બાર એસોસિએશનની ૨૦૨૬ ના વર્ષ માટે રસપ્રદ બનેલ ચૂંટણીમાં પ્રમુખપદ નો તાજ પ્રથમ વખત વકીલોએ મહિલા એડવોકેટ તૃપ્તિબેન ડી. દરબારના શિરે સજાવ્યો છે.આ ચૂંટણીમાં બાકીના હોદ્દેદારો અને કમિટી સભ્યો બિનહરીફ વિજેતા પામ્યા છે.

શુક્રવાર,તા.૧૯ ના રોજ મોડી સાંજે જાહેર થયેલ ઓલપાડ બાર એસોસિએશનના ૭૧ મતદારોએ કરેલ મતદાનમાંથી ૦૧ મત રદ થયો હતો.પ્રમુખપદની ચૂંટણીના રેસમાં એડવોકેટ ઉમેદવાર નટવરભાઇ બી. પટેલને ૩૧ મતો, જયારે હરીફ મહિલા ઉમેદવાર શ્રીમતી તૃપ્તિબેન ડી.દરબારને ૩૯ મતો મળતા તેમનો ૦૮ મતે વિજય થવાથી તેમની છાવણીમાં આનંદ ની લહેર પ્રસરી જવા પામી હતી. વકીલ મંડળની આ ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે એડવોકેટ વિજય એચ.પટેલ અને સહાયક તરીકે એડવોકેટ હાર્દિક ડી.પટેલે સેવા આપી હતી.ખુબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પૂર્ણ થતા વકીલ મંડળની વિજેતા ટીમે સૌ મતદાર વકીલોનો આભાર માન્યો હતો.આ ખુશીની
ઘડીએ વકીલ મંડળના સભ્યોએ વિજેતા પ્રમુખ તૃપ્તિબેન તથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.
વકીલ મંડળની વિજેતા ટીમ
તૃપ્તિ ડી.દરબાર (પ્રમુખ),જયારે બીનહરીફ વિજેતા થયેલ હોદ્દેદારો પૈકી
હિતેશ એ.વાઘેલા (ઉપપ્રમુખ),ઉષ્મા એન.પટેલ(જનરલ સેક્રેટરી),પ્રતાપ સી.દાનાની(જોઈન્ટ સેક્રેટરી),રૂપલ કે. દેવડા(ખજાનચી),
શિવકુમાર જે.પટેલ
(લાઈબ્રેરીયન)તથા
કિંજલ આર.પટેલ (એલ.આર)બીન હરીફ વિજેતા થયા હતાં.જયારે મનિષ આર.પટેલ,હર્ષદ ટી.પટેલ,રાજેશ વી. પરમાર,કમલેશ ડી. પરીખ,બળવંત આર.પટેલ,ભગવતી પી.પટેલ તથા ઇલેશ પી.પટેલ કમિટી સભ્યપદે બીનહરીફ વિજેતા જાહેર થયા હતાં. આ ઉપરાંત વકીલ મંડળમાં કમિટી સભ્યપદની ૦૪ મહિલાઓની અનામત સીટ ખાલી રહેવા પામી છે.


