બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઈ રાત્રે થયેલી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે ખાનગી હોટલના પાર્લર નજીક બે યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે જ્યારે બીજો યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પૈસાની લેતીદેતીમાં હત્યા થયાની બાબત સામે આવી છે જોકે અત્યારની ગંભીરતાને લઈને પોલીસે આરોપીઓને પકડવા 8 ટીમો બનાવી છે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે 24 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે જિલ્લા પોલીસ વડાએ પણ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. અત્યારે તો જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી પરિવારજનો સ્વીકાર નહીં કરે તેવી ચીમકી ઉચારી છે

પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી એક ખાનગી હોટલના પાર્લર નજીકની છે. ગઈ રાત્રે અચાનક 25 થી વધુ શખ્સો ત્યાં ઘસી આવ્યા અને બે યુવકો પર હથિયારોથી હુમલો કર્યો.
હુમલામાં એક યુવકને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું, જ્યારે બીજો યુવક ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. હુમલો કર્યા બાદ આરોપીઓ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ઘટનાને લઈને ચૌધરી સમાજના લોકો સિવિલ હોસ્પિટલમાં એકત્ર થયા અને આરોપીઓ ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા પેનલ પી.એમ. કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હત્યાની ગંભીરતા જોતા એલસીબી, એસઓજી અને પાલનપુર પશ્ચિમ પોલીસની કુલ આઠ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને શોધી રહી છે. કુલ આઠ ટીમો બનાવવામાં આવી છે. આસપાસના તમામ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ ચાલી રહી છે. હાલ પોલીસ ધ્વારા 5થી 7 શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને મુખ્ય આરોપીની શોધ ચાલી રહી છે
પાલનપુર સિવિલમાં મૃતકના પરિવાર સગા અને ચૌધરી સમાજના લોકો માંગ કરી રહ્યા છે કે આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી પરિવારજનો અને સમાજના લોકો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. ઘટનાને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે આરોપીઓની ધરપકડ કરવાની માંગ ઉઠી છે
જે પ્રકારે ભરત ચૌધરી નામના યુવકને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યો છે અને જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારશું નહીં. અમને ન્યાય જોઈએ એવી માંગ કરી છે
હત્યાની ઘટનાને લઈને પોલીસ તપાસ તેજ બની છે અને આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી ચાલી રહી છે. જોકે પૈસાની લેતીદેતીમાં થયેલી આ હત્યાએ ફરી એકવાર હાઈવે વિસ્તાર અને મોડી રાત્રે ખુલ્લા રહેતા પાર્લરોની સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે
પ્રતિનિધિ : દિપક પુરબીયા


