શહેરના ગોરવા વિસ્તારમાં પંચવટી કેનાલ પાસે આવેલી લક્ષ્મીધામસોસાયટી ખાતે આજે મોટી સંખ્યામાં રહીશો એકત્ર થયા હતા. રહીશોએ ઢોલ-નગારા વગાડી સ્માર્ટ સિટી સંબંધિત બેનરો દર્શાવી મ્યુ. કોર્પોરેશન વિરુદ્ધ ખોટા વાયદા અને વચન બંધ કરો જેવા સૂત્રોચાર કર્યા હતા.

શહેરના વોર્ડ નંબર ૮માં આવેલી લક્ષ્મીધામ સોસાયટી, નમ્રતા સોસાયટી, પરિસીમા સોસાયટી, અમર પાર્ક, કુંજ રેસીડેન્સી, જગન્નાથપુરમ, કાશી વિશ્વનાથ, સરસ્વતી અને ઉમિયા નગર સોસાયટીની બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલના કાચા કાંસમાં ઘણા વર્ષોથી ગટરનું ગંદુ પાણી ભરાયેલું રહેતા સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. રાત્રે અસહ્ય દુર્ગંધ સાથે મચ્છરોનો ત્રાસ છે.
રહીશોનું કહેવું છે કે, ગંદા પાણી અને ઝાડી-ઝાંખરા વચ્ચે ઝેરી સાપ, ઉંદર તથા જીવજંતુઓનો ત્રાસ છે. સ્થિતિ એવી છે કે રાત્રે ઘરના દરવાજા ખુલ્લા રાખવા કે બહાર બેસવું મુશ્કેલ બન્યું છે. મહેમાનો આવે ત્યારે પણ રહીશોને શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.વધુમાં ઉમેર્યું હતું કે, વારંવાર વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તંત્ર માત્ર દેખાવ પૂરતું સફાઈ અભિયાન ચલાવે છે. કેટલાક લોકો દ્વારા કેનાલમાં કચરો અને નોનવેજ ફેંકવામાં આવતા પરિસ્થિતિ વધુ વણસી રહી છે.
આપના આગેવાને જણાવ્યું હતું કે, મધુ નગરથી અંકોડિયા સુધી આ કાંસ ગંદકી અને દૂષિત પાણીથી ભરાયેલો રહે છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં રોગચાળાનો ભય મંડરાઈ રહ્યો છે. સિંચાઈ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેની હદના વિવાદમાં જનતા પીસાઈ રહી ७.


