કપડવંજ અને કઠલાલ તાલુકાના જોડતા વાઘાવત-અપૃજી રોડ અને અપૃજી-કાકરખાડ-સરખેજ અપટુ એનએચ રોડ, જે કપડવંજ કઠલાલ તાલુકાના ગામોને જોડતો રોડ છે. જે માર્ગ પર આવેલા બ્રીજ અને સ્ટ્રક્ચરની વાહન ક્ષમતા નડિયાદ કાર્યપાલક ઈજનેર દ્વારા નક્કી કરી આપવામાં આવે તેવી રજૂઆત સાથે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી છે.

કપડવંજના નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ-મકાન વિભાગ દ્વારા નડિયાદ માર્ગ અને મકાન (પંચાયત વિભાગ)ના કાર્યપાલ ઈજનેરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે, કપડવંજ અને કઠલાલ તાલુકાના જોડતા વાઘાવત-અપૃજી રોડ અને અપૃજી-કાકરખાડ-સરખેજ અપટુ એનએચ રોડ, જે કપડવંજ કઠલાલ તાલુકાના ગામોને જોડતો રોડ છે. જેમાં વાઘાવત-અપૃજી રોડ એ ગ્રામ્ય કક્ષાનો રોડ છે અને જેની ઉપર એક મેડર બ્રીજ તથા સ્લેબ ડ્રેઈન આવેલા છે. જે મેજર બ્રીજનો અગાઉ વર્ષ ૨૦૨૦માં એક્સપાન્સન સરખેડ અપટુ એનએચ રોડ જે રસ્તા પર ત્રણ સ્લેબ ડ્રેઈન આવેલા છે કે જે અમદાવાદ-ગોધરા-ઈન્દોર નેશનલ હાઈવે ને જોડાય છે. જેનો પીઠાઈ પાસે આવેલા ટોલટેક્સ બચાવવા માટે દનાદરા ક્વોરી ઉદ્યોગનો અને વાત્રક નદીની રેતીની લીઝને કારણે અતિભારે વાહનોનો ટ્રાફિક પસાર થાય છે. જેથી આ બ્રીજ અને સ્ટ્રક્ચરની વાહન ક્ષમતા (લોડ કેપેસીટી) માર્ગ અને મકાન (આલેખન) વર્તુળ દ્વારા નક્કી કરાવી અને વાઘાવત-અપૃજી રોડ અને અપૃજી-કાકરખાડ-સરખેજ અપટુ એનએચ રોડ ઉપર ભવિષ્યમાં કોઈ અણબનાવનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.


